SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ પ્રત્યેક પ્રકૃતિઓઃ (૧) અગુરુલઘુ - જે કર્મના ઉદયથી જીવનું શરીર ન તો લોખંડ જેવું ભારે અને ન ચોખ્ખા રૂની જેમ હલકું હોય, તે અગુરુલઘુ નામ કર્મ છે. (૨) ઉપઘાત - જે કર્મના ઉદયથી જીવ પોતાના જ અવયવોથી દુઃખી હોય, જેમ કે પ્રતિજિહુવા, રસોલી, ચોરદાંતનું હોવું. (૩) પરાઘાત - જે કર્મના ઉદયથી જીવ કોઈની દ્વારા પરાજિત કે પરાભૂત ન હોય. (૪) શ્વાસોચ્છવાસ - જે કર્મના ઉદયથી જીવનું શરીર શ્વાસ લે છે અને છોડે છે. આતપ - જે કર્મના ઉદયથી જીવનું શરીર ઉષ્ણ (ગરમ) ન થઈને પણ ઉષ્ણ પ્રકાશ કરે, યથા-સૂર્યમંડળના જીવોનું શરીર. (૬) ઉદ્યોત - જે કર્મના ઉદયથી જીવનું શરીર શીતળ પ્રકાશ કરે, યથા-ચંદ્રમંડળના જીવોનું શરીર. (૭) નિર્માણ - શરીરનાં અંગોપાંગોને યથાસ્થાન વ્યવસ્થિત કરનાર કર્મ. (૮) તીર્થકર નામ - ધર્મતીર્થ - પ્રવર્તન કરવાની શક્તિ દેનાર કર્મ તીર્થંકર નામ કર્મ છે. ત્રસ દશક : (૧) ત્રસ - જે કર્મના ઉદયથી જીવને સ્વતંત્ર રૂપથી ગમન કરવાની શક્તિ પ્રાપ્ત થાય. (૨) બાદર - જે કર્મના ઉદયથી જીવને ચર્મચક્ષુ ગોચર બાદર (ચૂલ) શરીરની પ્રાપ્તિ થાય. (૩) પર્યાપ્ત - જે કર્મના ઉદયથી જીવ સ્વયોગ્ય પર્યાપ્તિઓને પૂર્ણ કરે. (૪) પ્રત્યેક - જે કર્મના ઉદયથી એક શરીરમાં એક જ જીવ રહે. (૫) સ્થિર - જે કર્મના ઉદયથી હાંડકાં-દાંત વગેરે સ્થિર અવયવ પ્રાપ્ત થાય. (૬) શુભ - જે કર્મના ઉદયથી શરીરના અવયવો પ્રશસ્ત થાય. (૭) સુસ્વર - જે કર્મના ઉદયથી જીવનો કંઠ સુરીલો તથા પ્રીતિકારી થાય. (૮) સુભગ - જે કર્મના ઉદયથી જીવ સ્વભાવતઃ બધાંને પ્રિય લાગે. (૯) આદેય - જે કર્મના ઉદયથી જીવનાં વચનો બધાંને માન્ય થાય. (૧૦) યશ-કીર્તિ - જે કર્મના ઉદયથી જીવનો યશ અને કીર્તિ ફેલાય. સ્થાવરદશક : (૧) સ્થાવર - જે કર્મના ઉદયથી જીવને સ્વતંત્ર રૂપથી ગમનાગમન કરવાની શક્તિ પ્રાપ્ત ન થાય. (૨) સૂક્ષ્મ - જે કર્મના ઉદયથી જીવને ચર્મચક્ષુથી અગોચર સૂક્ષ્મ શરીરની પ્રાપ્તિ થાય. (૩) અપર્યાપ્ત - જે કર્મના ઉદયથી જીવ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી ન કરી શકે. (૯૯૪) OCTOO . O O 2 જિણધો]
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy