SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રોહ કરવો, વિશ્વાસઘાત કરવો, વિશ્વાસ કરનારને ઠગવો, ચોરી કરવી, તસ્કરીનો ધંધો કરવો, બે નંબરનો વ્યવસાય કરવો, વ્યાપારિક રીતિ-નીતિની અવહેલના કરવી, જુગાર-સટ્ટો રમવો, અમર્યાદિત નફાખોરી અને કાળાબજાર કરવો - એ બધાં ધનોપાર્જનનાં અનૈતિક સાધન છે. એક સગૃહસ્થ એનાથી દૂર રહીને પ્રામાણિકતાપૂર્વક પોતાનો વ્યવસાય કરવો જોઈએ. નોકરી દ્વારા આજીવિકા કરનારાઓએ પોતાનું કામ પ્રામાણિકતાથી કરવું જોઈએ. સરકારી અધિકારીઓએ રુશવતખોરીની ખોટી આવકથી દૂર રહેવું જોઈએ. કહેવાનો અભિપ્રાય એ છે કે ધનની લાલચમાં પડીને નિંદનીય ઉપાયોનું અવલંબન ન લેવું જોઈએ. સાધારણતઃ જે કોઈ રીતે દીન-ગરીબોનું શોષણ થતું હોય, જે આચરણથી બીજી વ્યક્તિ છેતરાતી હોય, જે આચરણથી બીજી વ્યક્તિ પોતાના ન્યાય-સંગત સ્વત્વોથી વંચિત થતી હોય, તે બધા અન્યાયની અંતર્ગત છે. તેથી સગૃહસ્થનું આ પ્રથમ દાયિત્વ (ફરજ) છે કે તે ન્યાયોચિત રીતિથી ધનોપાર્જન કરે. ધન આજીવિકાનું સાધન છે, તે સાધ્ય નથી. આજકાલ લોકોએ ધનને સાધ્ય સમજી લીધું છે અને એની પાછળ આંધળા બનીને ધર્મ-કર્મ, નીતિ-ન્યાય, ઉચિત-અનુચિતનો વિવેક વગેરે સત્કર્તવ્યોને ભુલાવી દીધાં છે. વ્યવસાયમાંથી નીતિ પ્રાયઃ નીકળી ગઈ છે. આ જ કારણ છે કે આ જ વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવે છે, કોઈ વસ્તુ શુદ્ધ નથી મળતી, દવાઓ પણ નકલી નીકળે છે, ખાન-પાનની ચીજોમાં ભયંકર રીતે ભેળસેળ થઈ રહી છે. આ બધી ભયંકર નફાખોરીના કારણે કરવામાં આવે છે. ધન ! ધન ! ધન !! બધાના દિમાગ ઉપર હાવી છે અને એના કારણે ભયંકરથી ભયંકર અપરાધ કરવામાં આવે છે. સદગૃહસ્થ માટે આ આચરણ નીંદનીય છે. જે વ્યક્તિ ન્યાયોપાર્જિત વૈભવની ભૂમિકા પર સ્થિત નથી, જો તે શ્રુત-ચારિત્ર ધર્મની વાત કરે છે તો માત્ર દેખાવ છે. એ યાદ રાખવું જોઈએ કે નીતિના પાયા પર ધર્મનો મહેલ ઊભો થાય છે. શ્રુત-ચારિત્ર ધર્મનો પ્રાસાદ નીતિના પાયા પર ટકે છે. તેથી શ્રુત-ચારિત્ર રૂપ ધર્મના અધિકારી બનવા માટે આરંભમાં નીતિના નિયમોનું પાલન આવશ્યક છે. “ન્યાયોપાર્જિત વિત્ત’ ગૃહસ્થની નીતિનો પ્રથમ પાઠ છે. ન્યાયપૂર્વક આજીવિકા કરવી ઈહલોક અને પરલોકમાં હિતકારી હોય છે. અન્યાયનો આશ્રય લેવાથી આ લોકમાં અવિશ્વસનીયતા હોય છે, બંધ અને વધની યાતના ભોગવવી પડે છે, સરકારી દંડનો ભાગી બનવું પડે છે, લોકમાં નિંદા પણ થાય છે. કદાચ પાપાનુબંધી પુણ્યના કારણે અન્યાયોપાર્જિત દ્રવ્યથી તત્કાળ થતાં હાનિ ન પણ દષ્ટિગોચર થાય છતાં એનું અનિષ્ટ પરિણામ આવ્યા વિના નથી રહેતું. કહ્યું છે - पापेनैवार्थरागान्धः फलमाप्नोति यत् क्वचित् ।। वडिशाभिषक्तत्रमविनाश्य न जीर्यति ॥ ધનની લાલચમાં આંધળી બનેલી વ્યક્તિ પાપ કર્મ દ્વારા જે ધનાર્જન કરે છે, તે એ વ્યક્તિને નષ્ટ કર્યા વગર નથી રહેતી. જેમ મછવાના કાંટા પર લાગેલું માંસ માછલીને નષ્ટ કરનાર હોય જ છે. અન્યાય દ્વારા કમાયેલું ધન દસ વર્ષ સુધી કદાચ સ્થાયી થઈ શકે છે. અગિયારમું વર્ષ લાગતાં જ તે મૂળ સહિત નષ્ટ થઈ જાય છે. પરલોકમાં એનું ફળ નરક વગેરે ગતિઓમાં ભોગવવું પડે છે - (જૈનાચાર નિરૂપણ - આગાર ધમાં જ પલ્પ)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy