SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રકારે “ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૧૬મા અધ્યયનની પ્રથમ ગાથામાં બ્રહ્મચર્યની રક્ષા માટે એક વિશેષણ નહિ ત્રણ વિશેષણ આપ્યા છે. આ ત્રણે વિશેષણોની સાર્થકતા ત્યારે થઈ શકે છે જ્યાં સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં સ્ત્રી જાતિનો સાધુના નિવાસસ્થાનમાં પ્રવેશ ન હોય. આવા નિષિદ્ધ સમયમાં સ્ત્રી જાતિનું બ્રહ્મચારી સાધુના મકાનની સીમામાં પ્રવેશ હોવાને લીધે જો સાધુ એનો નિષેધ કરતો નથી અને અનુમોદન કરે છે. “નિશીથ સૂત્ર'માં સાધુને ચાતુર્માસિક દંડ બતાવ્યા છે. આ “નિશીથ સૂત્ર'નો પાઠ નિમ્ન પ્રકારે છે - सूत्रम् : जे भिक्खु राओ वा वियाले वा इत्थिमज्झगए । इत्थिसंसते इत्थिपरिवुडे अपरिमाणयाए । વ૬ હેં હેત વી સાફmડું | - નિશીથ સૂત્ર, ઉ-૮ 7 તા : રાત્રીવા, વિયાત્રે વા-વિશ્વાને વા. तत्र विकालः दिवसावसाने रात्रि प्राग्भावे । रात्र्यवसाने-दिवस प्रागभावे वर्तते । भाष्यम् : राओयवियालेवा, इस्थि मज्झगओ मुणी । पमाणंमइरेगेण कहाओ दोसमावहे ॥१॥ બ્રહ્મચારી સંત વર્ગના નિવાસસ્થાન પર અકાળ દિવસના અવસાન અને રાત્રિના અવસાન કાળમાં તથા રાત્રિના સમયે સ્ત્રી જાતિ માટે આવવું વર્જનીય છે. તેથી આવા અકાળ અને રાત્રિના સમયમાં સ્ત્રી સમુદાયના મધ્યમાં તથા સ્ત્રીથી સંસક્ત અને પરિવૃત્ત ન રહે. આવા પ્રસંગ પર અપરિમિત વાર્તાલાપ પણ ન કરવો. પરિમિત વાર્તાલાપનું તાત્પર્ય કેટલાક આવા પ્રશ્નોત્તરોથી છે. જેમ કે - જે મકાનમાં મુનિરાજ બિરાજે છે, તે મકાનની બહાર સૂર્યાસ્ત પછી અને સૂર્યાસ્ત પહેલાં જો કોઈ બહેન મકાનની સીમાની બહારથી પૂછે છે કે - (૧) “મકાનમાં કોણ છે ?” જો તે સમયે કોઈ ભાઈ ન હોય તો સાધુએ પ્રત્યુત્તર આપવો આવશ્યક છે. તેથી સાધુ ઉત્તર આપે છે કે - “અમે સાધુ છીએ. મકાનમાં રહીએ છીએ.' સ્ત્રી જો પુનઃ પ્રશ્ન કરે કે – (૨) “કયાંથી પધાર્યા છો?” તો સાધુ જવાબ દઈ શકે છે કે - “અમુક ગામથી આવ્યા છીએ.' સ્ત્રી પુનઃ પ્રશ્ન કરે કે – (૩) “તમે કોની આજ્ઞામાં વિચરણ કરતાં અહીં વિરાજો છો ? અને (૪) ક્યાં સુધી વિરાજશો ?' તો સાધુ પુનઃ જવાબ આપી શકે છે કે - “અમે અમુક આચાર્યશ્રીની આજ્ઞાનુવર્તી છીએ અને સંભવતઃ અમે અમુક સમય સુધી અહીં રોકાઈ શકીએ છીએ.” પછી પ્રશ્ન કરે કે – (૫) “શું વ્યાખ્યાન આપશો ?' તો ઉત્તર આપી શકાય છે કે - “સૂર્યોદય પછી વ્યાખ્યાનના સમયમાં યથાવસર વ્યાખ્યાન આપવાની ભાવના છે,” ઈત્યાદિ. આ પ્રકારે જો પ્રશ્નોત્તરનો કોઈ પ્રસંગે ઉપસ્થિત થાય તો સાધુ દ્વારા અધિકથી અધિક પાંચ પ્રશ્નોનો પ્રત્યુત્તર આપી શકે છે. આ પરિમિત કથન છે. છઠ્ઠો પ્રશ્ન પૂછવાને અપરિમિત ( એષણા સમિતિ જ છે (૧૦)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy