SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ - એક પદાર્થ એક વાર સેવન કર્યા પછી તત્કાળ કે સમયાંતરમાં જે પુનઃ સેવન ન કરી શકાય એને “ઉપભોગ” કહે છે. જેમ કે ભોજન, પાણી, અંગ, વિલેપન વગેરે. એનાથી વિપરીત જે વસ્તુ એક વારથી વધુ વાર પણ સેવન કરી શકાય છે, એને “પરિભોગ' કહે છે. જેમ કે આસન, પથારી, વસ્ત્ર, વનિતા વગેરે. રત્નકરંડશ્રાવકાચારમાં ઉપભોગપરિભોગના બદલે ભોગ અને ઉપભોગ શબ્દ પ્રયુક્ત થાય છે, જેમનો અર્થ પણ પૂર્વવત્ જ છે. એવા ઉપભોગ અને પરિભોગના યોગ્ય પદાર્થોના વિષયમાં એવી મર્યાદા કરવી કે અમુક-અમુક પદાર્થોના સિવાય શેષ પદાર્થોનો ઉપભોગ-પરિભોગ નહિ કરું, આ મર્યાદાને “ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત' કહે છે. શાસ્ત્રકારોએ આ વ્રતને ગ્રહણ કરવામાં સુવિધાની દૃષ્ટિએ ૨૬ પ્રકારના ઉપભોગપરિભોગ પદાર્થોની એક સૂચી આપી છે. આ સૂચીના આધારે વ્રતધારી એ પ્રકારના પદાર્થોના ઉપભોગ-પરિભોગની મર્યાદા કરે છે કે - “અમુક-અમુક પદાર્થોનું સેવન ન કરું. અમુક પદાર્થ એટલી વારથી વધુ વાર કામમાં નહિ લઉં, એટલા સમયથી પૂર્વ કે પશ્ચાત્ બનેલી ચીજનો ઉપભોગ નહિ કરું, અમુક સમય પર જ અમુક પદાર્થ કામમાં લઈશ, અમુક પદાર્થ આટલા સમય સુધી જ કામમાં લઈશ, એના પછી નહિ. આ રીતે પદાર્થોના ઉપભોગ કે પરિભોગ માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળથી મર્યાદા કરવી જ ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત છે. શાસ્ત્રકાર દ્વારા બતાવવામાં આવેલા ૨૬ બોલઃ (૧) ઉલ્લણિયા વિહિ: પ્રાતઃકાળ ઊઠતાં જ શૌચક્રિયા વગેરેથી નિવૃત્ત થઈને હાથ-મોં ધોયા પછી એને સાફ કરવા માટે વસ્ત્રની જરૂરિયાત થાય છે, જેને રૂમાલ, ટુવાલ, અંગરખુ વગેરે કહે છે. એની મર્યાદા કરવી “ઉલ્લણિયા વિહિ પરિમાણકહેવાય છે. (૨) દંતવણ વિહિ ? રાત્રિમાં ઊંઘતા સમયે મોંમાં થોસાચ્છવાસના વાયુ દ્વારા જે નિકૃષ્ટ પુગલ એકત્રિત થઈ જાય છે, એમને દૂર કરવા અને મુખશુદ્ધિ માટે દાતણ કરવામાં આવે છે. પ્રાચીન કાળમાં લોકો બાવળ, લીમડા, મુળેઠીની લાકડીથી દાતણ કરતા હતા. આજકાલ લગભગ બધા દંતમંજન કે ટૂથપેસ્ટથી દાતણ કરે છે. દંતધાવનથી સંબંધિત પદાર્થોના, વિષયમાં મર્યાદા કરવી દંતવણ વિહિ પરિમાણ' કહેવાય છે. (૩) ફલ વિહિઃ દાતણ કર્યા પછી વાળ અને માથાની સ્વચ્છતા માટે પૂર્વકાળમાં આંબળા, અરીઠા વગેરે ફળનો ઉપયોગ કરવામાં આવતો હતો. વર્તમાન સમયમાં સાબુ વગેરે દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે. વાળ તથા માથાની સ્વચ્છતા-હેતુ આવશ્યક પદાર્થોની મર્યાદા કરવી “ફલ વિહિ પરિમાણ” છે. (૪) અભંગણ વિહિઃ ત્વચા (ચામડી) સંબંધિત વિકારોને દૂર કરવા અને શરીરમાં રકતસંચાર કરવા હેતુ જે તેલ વગેરે દ્રવ્યોથી શરીર ઉપર માલિશ કરવામાં આવે છે, એ દ્રવ્યોની મર્યાદા કરવી તે “આભંગણ વિધિ પરિમાણ' છે. [ ઉપભોગ - પરિભોગ પરિમાણ વ્રત કરે છે, છ૩૫)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy