________________
જરૂરિયાતોને સીમિત કરી લેવાથી જીવનમાં ઘણી શાંતિ મળે છે. મર્યાદાથી બહારના કોઈ પદાર્થના ઉપભોગ-પરિભોગની લાલસા નથી રહેતી. જેની જરૂરિયાતો જેટલી વધુ હશે, એને એમની પૂર્તિ માટે એટલું જ વધુ પાપ, પ્રવૃત્તિ કે આરંભ કરવો પડશે. એનાથી વિપરીત જેની જરૂરિયાતો જેટલી ઓછી હશે, એને એટલી પ્રવૃત્તિ કે આરંભ નહિ કરવો પડે, તે ધર્મકાર્ય માટે પર્યાપ્ત સમય બચાવી શકશે. વધુ પાપ કે આરંભથી પણ તે પોતાને બચાવી શકશે. આ ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતનો ઉદ્દેશ્ય એ છે કે શ્રાવકનું જીવન મર્યાદિત વિવેક સંપન્ન, સાદું અને સંયમ પોષક થાય.
મૂળ વ્રતોમાં પ્રશસ્તતા
આ વ્રતનો સ્વીકાર કરવાથી મૂળ વ્રતોનો વિકાસ થાય છે. પાંચ મૂળ વ્રતોના ધારક શ્રાવકને એ વ્રતોની સુરક્ષા અને વૃદ્ધિના ઉદ્દેશ્યથી વૃત્તિનો સંકોચ કરવો આવશ્યક છે. આ હેતુથી છઠ્ઠા દિગ્પરિમાણ વ્રત લીધું છે આ વ્રતથી મર્યાદિત ક્ષેત્રથી બહારનું ક્ષેત્ર તથા ત્યાંના પદાર્થ વગેરેથી તો શ્રાવક વિરત થઈ જાય છે, પરંતુ મર્યાદિત ક્ષેત્રના અંતર્ગત પદાર્થોનો ઉપભોગ-પરિભોગ તો સર્વથા ખુલ્લો રહે છે, એમની સીમા નથી રહેતી, જેનાથી જીવન અનિયંત્રિત રહે છે. અસંયમિત જીવનવાળાનાં મૂળ વ્રતો નિર્મળ નથી રહી શકતાં. આ વાતને દૃષ્ટિગત રાખીને આ સપ્તમ્ વ્રત બતાવ્યું છે. એનો સ્વીકાર કરવાથી મર્યાદિત ક્ષેત્રાંતર્ગત પદાર્થોના ઉપભોગ-પરિભોગની મર્યાદા થઈ જાય છે. આમ, મૂળ વ્રતોનો સ્વીકાર કરવાથી જે અવ્રત શેષ રહી જાય છે, તે દિગ્પરિમાણ વ્રત ધારણ કરવાથી ક્ષેત્રથી અને ઉપભોગ-પરિભોગ પરિમાણના સ્વીકારથી-દ્રવ્યથી સંકુચિત થઈ જાય છે. આમ, મૂળવ્રત એના કારણે પ્રશસ્ત બને છે. તેથી ભગવાન મહાવીરે ઉપભોગ્ય-પરિભોગ્ય પદાર્થો તથા વ્યવસાયોની મર્યાદા-હેતુ આ સાતમું વ્રત બતાવ્યું છે.
વર્તમાન યુગમાં ભોગોની વધતી જતી લાલસા, ઉચ્છંખલતા, સંયમહીનતા, અનુશાસનહીનતા, સ્વાદવૃત્તિ તથા સ્વેચ્છાચારિતાને જોતાં-જોતાં આ સંબંધમાં સ્વેચ્છાકૃત મર્યાદાની કેટલી આવશ્યકતા છે, આ સહજ જ સમજી શકાય છે. જે મનુષ્ય પોતાના ઉપભોગ્ય-પરિભોગ્ય પદાર્થો તથા વ્યવસાયના સંબંધમાં મર્યાદાબદ્ધ છે, એનું જીવન સુખી, વિશ્વસનીય અને પરમાર્થનિષ્ઠ થાય છે.
સ્વરૂપ અને પ્રકાર
ઉપભોગ-પરિભોગનો સામાન્ય અર્થ થાય છે - જીવનનિર્વાહ માટે અથવા શરીરધારણ કે શ૨ી૨૨ક્ષા માટે પદાર્થોની મર્યાદા કરવી અર્થાત્ નિયત માત્રમાં એમનું સેવન કરવું. ‘આવશ્યક વૃત્તિકાર’ ઉપભોગ-પરિભોગની પરિભાષા આ પ્રકાર કરે છે
७३४
૩૫મો: મોઃ स चाशनपानानुलेपनादीनाम् । परिभोगस्तु पुनर्पुनः भोग्यः स चासन- वसन-शयन वनितादीनाम् ॥”
જિણધો