________________
ઉપાસક દશાંગ સૂત્રમાં આનંદ શ્રમણોપાસકનું વર્ણન આવે છે. ત્યાં કહેવામાં આવ્યું છે કે - “આનંદ શ્રાવક નગરજનોના મેઢીભૂત, પ્રમાણભૂત, આલંબનભૂત, અશુભૂત હતો.” જો આનંદ શ્રાવક અનુદાર અને કૃપણ હોત તો તે સમાજ અને નગરમાં આટલી પ્રતિષ્ઠા કેવી રીતે પ્રાપ્ત કરી શકતા હતા ? પૂણિયા શ્રાવકઃ
ભગવાન મહાવીરનો એક પ્રતિષ્ઠિત શ્રાવક હતો પૂણિયા. તે પોતાના હાથથી પૂર્ણિયો બનતો હતો અને પોતાની આવશ્યકતાનુસાર ન્યાયનીતિપૂર્વક ધનોપાર્જન કરતો હતો. તે એટલો સંતોષી હતો કે જેટલી એને જરૂર હતી એટલું જ કમાતો હતો. એમાં એક વિશેષતા હતી કે અતિથિ સંવિભાગ વ્રતધારી હોવાથી તે ઉત્કૃષ્ટ સુપાત્રને દાન આપવાની પ્રતિદિન ભાવના કરતો રહેતો હતો. પરંતુ ઉત્કૃષ્ટ સુપાત્રનો યોગ મળે કે ન મળે, એનો નિયમ હતો કે તે પ્રતિદિન એક સ્વધર્મી બંધુને ભોજન કરાવતો હતો. ઘરમાં પતિ-પત્ની બે જ પ્રાણી હતાં. પૂણિયાની ધર્મપત્ની પણ એમ જ ઉદાર, સહિષ્ણુ અને ધર્મપરાયણા હતી. બંનેમાંથી એક દિવસ પૂણિયા ઉપવાસ કરતો અને એક દિવસ એની ધર્મપત્ની ઉપવાસ કરતી હતી. તે પોત-પોતાના ભાગનું બચેલું ભોજન ઉત્કૃષ્ટ સુપાત્રને આપી દેતા તથા એવો યોગ ન મળતો તો તે મધ્યમ સુપાત્રને તો ભોજન અવશ્ય કરાવતા હતા. આમ, પૂણિયા શ્રાવક અતિથિ સંવિભાગ વ્રતનું પાલન કરતો હતો. ભૂલ :
કેટલાક લોકોનું એ કહેવું છે કે - “શ્રાવકના બારમા વ્રતનું પાલન પંચ-મહાવ્રતી સાધુસાધ્વીઓને આહાર વગેરે આપવાથી જ થઈ શકે છે. એમાં સાધુ-સાધ્વીઓ સિવાય અન્યને દાન આપવાનું વિધાન નથી.” “ઉપાસક દશાંગ સૂત્ર'માં અન્ય તીર્થિકોને આહાર વગેરે આપવાનો નિષેધ સ્પષ્ટતઃ પ્રતીત થાય છે.
ઉક્ત કથન સર્વથા ભ્રમપૂર્ણ છે. બારમા વ્રતનો ઉદ્દેશ્ય એકાંતતઃ મુનિ-મહાત્માઓને દાન આપવાનું જ નથી, પણ શ્રાવકના જીવનને ઉદાર અને વિશાળ બનાવવો પણ છે. શ્રાવકનું જીવન અનેક દૃષ્ટિકોણોને લઈને ચાલે છે. તે એકાંગી નથી હોતો, એને અનેક અપેક્ષાઓથી વ્યવહાર ચલાવવો પડે છે. એને પોતાનો વ્યવહાર પક્ષ પણ સાધના હોય છે અને લોકોત્તર પક્ષ સાધના છે. જ્યાં સુધી લોકોત્તર પક્ષનો સવાલ છે ત્યાં સુધી તે ગુરુબુદ્ધિથી અન્ય તીર્થિકોને આહાર વગેરે પ્રદાન નથી કરતો, પરંતુ વ્યવહાર બુદ્ધિથી કે અનુકંપા બુદ્ધિથી તે દરેકને પણ દાન આપી શકે છે. “ઉપાસક દશાંક સૂત્ર'માં જે આનંદ શ્રાવકના સંદર્ભમાં અન્ય તીર્થિકોને આહાર વગેરે આપવાનો નિષેધ છે, તે ગુરુબુદ્ધિથી આપવાનો નિષેધ છે, અનુકંપા બુદ્ધિ કે વ્યવહાર બુદ્ધિથી આપવાનો નિષેધ નથી. શ્રાવક એટલો અનુદાર કે સ્વાર્થી નથી થઈ શકતો કે બીજા ધર્મ-સંપ્રદાયના સાધુ, સંત કે કોઈ ભક્ત, ગૃહસ્થ એના ત્યાં આવી જાય તો તે આહાર વગેરે ન આપે. (૮૮),MOTO GOOD MORNO (જિણધમો)