SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ કમળનાં સો પાનનું છેદન ક્રમિક થાય છે, પરંતુ શીધ્ર થવાના કારણે એમનો ક્રમ દેખાતો નથી, જેમ કે અલાત ચક્ર ભિન્ન-ભિન્ન સમયમાં ભિન્ન-ભિન્ન આકાશ પ્રદેશો પર ફરે છે, પરંતુ તે નિરંતર ભ્રમણ કરતા દેખાય છે આ રીતે શીતોષ્ણનું સંવેદન પણ ક્રમિક થાય છે પણ યુગપતુ પ્રતીત થાય છે. કોઈ વ્યક્તિ એક લાંબી-સૂકી પડીકી ચાવે છે તે સમયે તેને પડીકીના રૂપ રસ, ગંધ, સ્પર્શ અને શબ્દની અલગ અલગ ઉપલબ્ધિ હોવા છતાં પણ તે એકસાથે થતી પ્રતીત થાય છે. તેવી રીતે ઉક્ત શીતોષ્ણની પ્રતીતિ પણ ક્રમિક જ છે. ઉક્ત પડીકી વિષયક પાંચે ઐત્ત્વિક જ્ઞાન જો ક્રમિક ન હોય તો બધા જ્ઞાન એકરૂપ થઈ જશે. અલગ-અલગ ઇન્દ્રિયોના વિષયમાં પ્રવૃત્ત થયેલું મન પણ દુર્લક્ષ્ય હોય છે તો એક જ સ્પર્શનેન્દ્રિયના શીતોષ્ણ વિષયોમાં ક્રમિક પ્રવૃત્તિ કરતું મન કેવી રીતે દષ્ટિગોચર થઈ શકે છે ? અનુભવની વાત એ છે કે જ્યારે મને કોઈ એક વિષયમાં ઉપયુક્ત થાય છે, તો સામે ઊભેલો હાથી પણ દેખાતો નથી. શંકા ઃ શાસ્ત્રમાં બહુ બહુવિધ વગેરે અનેક પ્રકારના ઉપયોગ કહ્યા છે. તેથી એક સમયમાં ઘણા ઉપયોગ માની શકાય છે. સમાધાન : બહુ-બહુવિધ વગેરે વસ્તુના અનેક પર્યાયોને સામાન્ય રૂપથી ગ્રહણ કરવું. જ્ઞાનમાં ઉપયોગિતા માત્ર સ્થાપના માટે છે. એક વસ્તુમાં એક સમયમાં અનેક ઉપયોગ ક્યાંય કહ્યા નથી. ઉપયોગ ક્રમથી જ થાય છે. સેના, વન, ગ્રામ, નગર વગેરે પ્રકારના અનેક યુગપત ગ્રહણ થાય છે. પરંતુ તે એક જ ઉપયોગ હોય છે. શાસ્ત્રકાર બે ઉપયોગોનો એકસાથે ૫ વડે જ નિષિદ્ધ કરે છે. જે સમયે કોઈ છાવણીને ગ્રહણ કરે છે તે સમય તે સામાન્ય માત્ર ગ્રાહક એક જ ઉપયોગ થાય છે. આ હાથી છે, આ ઘોડા છે, આ રથ છે, આ પગપાળા છે. આ રીતના જ્યારે ભેદરૂપ અવ્યવસાય થાય છે ત્યારે અનેક રૂપ થઈ જાય છે. આ ઠંડુ છે, આ ગરમ છે, આ વિભાગ વિશેષનો વિષય છે. તેથી યુગપતું ગ્રહણ માનવામાં આવતું નથી. મને “વેદના છે. આ રૂપમાં યુગપતુ સ્પર્શીનો અનુભવ થઈ શકે છે. પરંતુ શીતોષ્ણ વેદના રૂપ વિશેષ જ્ઞાન એકસાથે નથી થઈ શકતું. સામાન્ય અને વિશેષના લક્ષણ ભિન્ન ભિન્ન હોવાથી તવિષયક જ્ઞાનને એક જ્ઞાન કહી ન શકાય. અવગ્રહ સામાન્યને ગ્રહણ કરે છે. અવાય વિશેષને ગ્રહણ કરે છે. આ બંને એક કાળમાં થઈ શકતા નથી. સામાન્ય - ગ્રહણના પછી જ વિશેષનું ગ્રહણ થાય છે, અને વિશેષના પછી જ સામાન્ય જ્ઞાન થાય છે. બંનેને સમકાલી કહી ન શકાય તેથી શીતોષ્ણનું જ્ઞાન ભિન્ન-ભિન્ન સમયવર્તી છે, યુગપતું નથી. આનાથી સ્પષ્ટ સિદ્ધ થાય છે તે બંને ક્રિયાઓનો અનુભવ એકસાથે થતો નથી - ગંગનો દ્રિક્રિયાવાદનો સિદ્ધાંત મિથ્યા છે. રોહગુપ્ત (ષડુલૂક)નો ઐરાશિક સિદ્ધાંત : વીર નિર્વાણના ૫૪૪ વર્ષ પછી પુરમન્ત રજિકા નગરીમાં ઐરાશિક દૃષ્ટિ ઉત્પન્ન થઈ. પુરમન્તરજિકા નગરીમાં ભૂતગૃહ નામનો ચૈત્ય હતો. એ ચૈત્યમાં શ્રી ગુપ્ત નામના આચાર્ય સ્થિત હતા–તેમનો શિષ્ય રોહગુપ્ત હતો. જે આગળ જઈને પડુલૂક કહેવાયો. એ નગરીમાં બલશ્રી નામના રાજા હતા. રોહગુપ્ત અન્ય ગ્રામમાં હતા. કોઈ સમયે તે ગુરુવંદના માટે પુરમન્તરક્નિકા નગરીમાં આવ્યા. એ નગરીમાં એક પરિવ્રાજક લોહ ( સપ્ત નિન્દવ નજ૫૪૫)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy