SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ કરીને વસ્ત્ર રહિત થઈ જાય. આ પ્રકારે વસ્ત્રના ત્યાગ દ્વારા, લાઘવ ગુણ પ્રગટ થાય છે. અને તપની આરાધના થાય છે. આ જે ભગવાને પ્રરૂપિત કર્યું તેના રહસ્યને સમજીને વસ્ત્ર સહિત અને વસ્ત્ર રહિત બંને અવસ્થાઓમાં સમભાવ રાખવો. વર્તમાનમાં ઉપલબ્ધ જૈન સાહિત્યમાં ‘આચારાંગ પ્રથમ શ્રુત સ્કંધ' પોતાની ભાષા અને રચના શૈલીની દૃષ્ટિથી પ્રાચીનતમ આગમ પ્રમાણિત થઈ ચૂક્યો છે. એ આચારાંગ પ્રથમ શ્રુત સ્કંધથી ઉપર્યુક્ત પાઠ ઉષ્કૃત કરેલો છે. આમાં મુનિ માટે અચેલ-સચેલ બંને અવસ્થાઓ અનુજ્ઞાત છે. વાસ્તવમાં વસ્ત્ર રાખવું કે ન રાખવું વિવાદનો વિષય નથી. પરિસ્થિતિ ભેદથી સર્ચલતા અને અચેલતા બંને શાસ્ત્ર-સંમત છે. શાસ્ત્રમાં કહેવાયું છે કે અચેલનો ઉત્કર્ષ ભાવ અને સચેલનો અપકર્ષ ભાવ લાવવો જોઈએ નહિ. અને આપસમાં એકબીજાની અવજ્ઞા કરવી જોઈએ. કારણ કે એક વસ્ત્રધારી, બે વસ્ત્રધારી, ત્રણ વસ્ત્રધારી અને વિશેષ પ્રતિમા સ્થિતિમાં નિર્વસ્ત્ર મુનિ - આ બધું જિનાજ્ઞામાં છે. આચાર્ય ઉમાસ્વાતિને બંને પરંપરાઓ પોતપોતાના આચાર્ય માને છે. એમણે ધર્મ દેહ, રક્ષાના નિમિત્ત અનુજ્ઞાતપિંડ, શય્યા વગેરેની સાથે વઐષણાનો ઉલ્લેખ કર્યો છે તથા* કલ્પ્યાકલ્પ્સની સમીક્ષામાં પણ વસ્રનો ઉલ્લેખ કર્યો છે. આ પ્રકારે એષણા સમિતિની વ્યાખ્યામાં વસ્ત્રનો ઉલ્લેખ છે.‘ ‘સ્થાનાંગ સૂત્ર’માં પાંચ કારણોથી અચેલતાને પ્રશસ્ત બતાવી છે. તે છે ઃ (૧) અલ્પ પ્રતિલેખન, (૨) પ્રશસ્તું લાઘવિકતા, (૩) વિશ્વસ્ત રૂપ, (૪) અનુજ્ઞાત તપ (૫) વિપુલ ઇન્દ્રિય નિગ્રહ. ઉક્ત રીતિથી આગમ, સચેલતાનું જ સમર્થન કરે છે, જ્યાં પાણી અચેલ શબ્દ આવે છે, તે પણ અલ્પ વસ્રનું જ ઘોતક છે. યથા, અલ્પ વસ્રવાળા ભિખારીને નાગા કહે છે. રહ્યો પ્રશ્ન પરિગ્રહનો. તેના સંબંધમાં સૂત્રકારે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે - “સંયમ સાધના માટે જે વસ્ત્ર-પાત્રાદિ રાખવામાં આવે છે, તે ધર્મોપકરણ કહેવાય છે, તે પરિગ્રહ નથી. જો વસ્તુમાત્રને પરિગ્રહ માનવામાં આવે તો શરીર પણ પરિગ્રહની ગણનામાં આવશે. આવી સ્થિતિમાં શરીર રહેતા કોઈ અપરિગ્રહી નથી થઈ શકતું.” વસ્તુતઃ વસ્ત્ર પરિહાર અથવા વસ્ર સ્વીકારની ક્રિયાનું મહત્ત્વ નથી, પરંતુ તેની પાછળ રહેલી વૃત્તિની પ્રધાનતા છે. વસ્ત્ર છોડી દીધા પછી જો મમત્વ રહી જાય - શરીરની પ્રતિ આસક્તિ રહી જાય તો તેનાથી પ્રયોજન સિદ્ધ થતું નથી. આનાથી વિરુદ્ધ વસ્ત્ર હોવા છતાં પણ જો વૃત્તિમાં મમત્વ ન હોય, તો આ બંધન રૂપ હોતું નથી. મૂર્છા પરિગ્રહ છે. તેનું નિવારણ કરવું અભીષ્ટ છે. વસ્ત્રાદિનો પરિગ્રહ તો એક સાધન માત્ર છે. નિષ્કર્ષ એ છે કે નિગ્રંથ અણગાર જો વસ્ત્રાદિ ઉપકરણ રાખે છે, તે મૂર્છાના અભાવમાં પરિગ્રહ નથી. ★ पिण्डु शय्या वस्त्रैषणादि पात्रैषणादि यच्चान्यत् । कल्प्या कल्प्यं सद्धर्मदेहरक्षानिमित्तोक्तम् ॥ - प्र. प्र. १३८ + अन्नपानरजोहरणचीवरदीनां धर्मसाधनानामाश्रयस्य च । उद्गमोत्पादनैषणादोषवर्जनम् एषणा સમિતિ: ।। - તત્ત્વાર્થ માષ્ય ૧-પ્ ce પરિગ્રહ વિરમણ મહાવ્રત -
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy