________________
ગ્રહણ-એષણાના દસ દોષ :
સાધુ અને ગૃહસ્થ બંને દ્વારા લાગતા તથા આહારને ગ્રહણ કરતા સમયે લાગતા એષણાના દસ દોષ આ પ્રકારે છે .
-
संकिय मक्खिय निक्खित्त पिहि अ साहरिअ दायगुम्मीसे । अपरिणय लित्त छडिय, एसण दोसा दस हवन्ति ॥
(૧) શંકિત : આધા કર્માદિ દોષોથી શંકિત આહારાદિને ગ્રહણ કરવો શંકિત દોષ છે.
(૨) ભૃક્ષિત : સચિત્ત પાણી, પૃથ્વી, વનસ્પતિ વગેરેથી અથવા ગતિ વસ્તુથી આશ્લિષ્ટ-સંઘષ્ઠિત આહારાદિ લેવો ભ્રક્ષિત છે.
(૩) નિક્ષિપ્ત : જે આહાર અચિત્ત હોવા છતાં પણ પૃથ્વી, પાણી, તેજ, વાયુ, વનસ્પતિ અથવા ત્રસ જીવો પર રાખેલો હોય તે નિક્ષિપ્ત છે.
(૪) પિહિત : જે આહાર સચિત્ત ફળાદિ દ્વારા ઢંકાયેલો હોય.
:
(૫) સાહરિય : જે વાસણમાં અકલ્પનીય વસ્તુ પડી હોય, એમાંથી અકલ્પનીય વસ્તુ કાઢીને તે જ વાસણમાંથી આહારાદિ લેવા દેવાથી સાહરિય દોષ લાગે છે.
(૬) દાયક : બાળક, અંધ, ગર્ભવતી વગેરે દાન આપવાના અનધિકારીના આહારાદિ લેવા લાયક દોષ છે. જો અધિકારી સ્વયં બાળકના હાથથી આહારાદિ વહોરાવવા ચાહે તો દોષ નથી. પિંડ નિર્યુક્તમાં બાળક, વૃદ્ધ, મત્ત, ઉન્મત્ત, કોઢી, અંધ, ગર્ભવતી વગેરે ૪૦ પ્રકારના દાયક દોષ બતાવ્યા છે. આમાંથી કેટલાકની પાસે તો આહારાદિ લેવો સર્વથા નિષિદ્ધ છે. તથા કેટલાકથી યથાવસર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના અનુસાર આહાર લેવો અનુજ્ઞાત છે.
(૭) ઉન્મિશ્ર : અચિત્તની સાથે સચિત્ત અથવા મિશ્ર મળેલા અથવા સચિત્ત અથવા મિશ્રની સાથે અચિત્ત મેળવીને આહાર લેવો ઉન્મિશ્ર દોષ છે.
(૮) અપરિણત : જે પદાર્થમાં શસ્ત્ર પૂરી રીતે પરિણત ન થયું હોય, જે પૂર્ણ રૂપથી પાકેલુ ન હોય, એવા આહારાદિ લેવા અપરિણત દોષ છે.
(૯) લિત્ત : અકલ્પનીય અથવા ગર્હિત વસ્તુથી સંસૃષ્ટ (ભરેલ) હાથ, પાત્ર વગેરેથી આપવાથી આવેલ આહાર લિત્ત કહેવાય છે. અથવા જે વસ્તુના લેવાથી હાથ અથવા પાત્રમાં લેપ લાગે અને જેના કારણે પશ્ચાત્ કર્મની (હાથ-પાત્રાદિ ધોવાની) આશંકા હોય, તે આહારાદિ લિત્ત છે અથવા તરત જ લીંપેલી ભીની ભૂમિ પર ચાલીને આહારાદિ લેવો-દેવો લિત્ત દોષથી દૂષિત છે.
(૧૦) છર્દિત : ઘી વગેરે પદાર્થોને નીચે ટપકતા અથવા ચોખા વગેરેને વિખેરતા આહારાદિ આપે તો તે છર્દિત છે. આવા આહારાદિ લેવાથી કીડી વગેરે જીવોની હિંસા થવાની સંભાવના રહે છે. તેથી તે અકલ્પનીય છે. ગ્રહણૈષણાના આ દસ દોષ સાધુ અને ગૃહસ્થ બંનેને લાગે છે.
એષણા સમિતિ
૯૦૩