SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ પરિભોષણાના પાંચ દોષ : ભોજન કરતા સમયે પૂરેપૂરો વિવેક રાખવો પરિભોગેષણા છે. આના પાંચ દોષ છે : (૧) અંગાર (૨) ધૂમ (૩) સંયોજના (૪) પ્રમાણાતિરેક (૫) કારણોતિક્રાન્ત. (૧) અંગાર દોષ ઃ નિર્દોષ આહારને પણ ગૃદ્ધિ, આસક્તિ અને લોલુપતાની સાથે ખાવુ અંગાર દોષ છે. લોલુપતા સંયમમાં આગ લગાડનારી હોય છે અથવા દાતા અને આહારાદિની સરાહના કરવી અંગાર દોષ છે. (૨) ધૂમ દોષ ? અમનોજ્ઞ આહારની પ્રાપ્તિ થવાથી તે આહારની અથવા આપનારની નિંદા કરતા ક્રોધ અથવા ઢષના વશ થઈને ખાવુ ધૂમ દોષ છે. આનાથી સંયમ ધૂમિલ થઈ જાય છે. (૩) સંયોજના દોષ ઃ સ્વાદ વૃદ્ધિ માટે એક વસ્તુમાં બીજી વસ્તુ મેળવીને ખાવી, જેમ કે - દૂધમાં ખાંડ મેળવીને ખાવાથી આસક્તિપૂર્વક ભાવ સંયોજના દોષ છે. (૪) પ્રમાણાતિરેક દોષ ઃ માત્રાથી વધુ ખાવું પ્રમાણાતિરેક છે. ટેબલ ટેનિસના દડા જેટલા પ્રમાણવાળા ૩૨ કૌર (ભાવ)થી વધુ આહાર કરે તો તે પ્રમાણાતિરેક દોષ છે* ઉક્ત પ્રમાણવાળા ૮ કૌરનો આહાર લેવો અલ્પાહાર છે. ઉક્ત પ્રમાણવાળા ૧૨ કૌરનો આહાર કરવો અપાઈ ઉણોદરી છે. ઉક્ત પ્રમાણવાળા ૧૬ કૌરનો આહાર અર્ધ-ઉણોદરી છે. ઉક્ત પ્રમાણવાળા ૨૪ કૌરનો આહાર ગ્રહણ કરવો ઉણોદરી (ભૂખથી ઓછું ખાવું) છે. ૩૨ કૌરનો આહાર કરવો પ્રમાણ પ્રાપ્ત આહાર છે. જે આનાથી ૧ કૌર પણ ઓછું ખાય છે તે શ્રમણ નિગ્રંથ પ્રકામ રસભોગી કહેવાતા નથી. પ્રમાણથી વધુ ખાવુ પ્રમાણાતિક્રાન્ત અથવા પ્રમાણાતિરેક દોષ છે. આહાર ગ્રહણ અને વિસર્જનના છ-છ કારણ ? કારણોતિક્રાન્ત : નિગ્રંથ શ્રમણ માટે સંયમ દેહની ધારણા-હેતુ આહાર કરવાનું વિધાન કર્યું છે. શરીરની પુષ્ટિ માટે અથવા સ્વાદની લોલુપતા માટે આહાર કરવો નિષિદ્ધ છે. “ઉત્તરાધ્યયન સૂત્ર'માં આહારના છ પ્રયોજન બતાવ્યા છે - वेयण वेयावच्चे, इरियट्ठाए य संजमट्ठाए । तह पाणवत्तियाए छठं पुण धम्म चिंताए ॥ - ઉત્તરા., અ-૨૬, ગા-૩૩ (૧) સુધા નિવૃત્તિ (૨) વૈયાવૃત્ય (૩) ઈર્યા શુદ્ધિ (૪) સંયમનું પાલન (૫) પ્રાણ ધારણ અને (૬) ધર્મ ચિંતન - આ છે કારણોથી ભોજન કરવું સાધુ માટે વિહિત છે. ઉક્ત પ્રયોજન ન હોવાથી અકારણ સ્વાદાદિના હેતુ આહારાદિ લેવો કારણતિક્રાન્ત દોષ છે. પ્રસંગથી આહાર છોડવાના છ કારણોનો ઉલ્લેખ અહીં સમુચિત થશે. આહાર છોડવાના છે કારણ શાસ્ત્રકારે બતાવ્યા છે - * જે પુરુષ અથવા સ્ત્રીનો જેટલો આહાર છે, તેનો બત્રીસમો ભાગ કૂકડીના ઈંડાનું પ્રમાણ છે - વૃત્તિકાર (૯૦ જ છે. આ જ જિણધમો)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy