SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ "क्लिष्टेषु जीवेषु कृपापरत्वं” દુઃખી જીવો પર કરુણા કરવી - કારુણ્ય ભાવના છે. આ ભાવનાના અનુચિંતન અને અનુશીલનથી અન્ય જીવોને આત્મવત્ સમજવાની પ્રેરણા મળે છે. જેમ આપણી આત્માને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે, આ રીતે અન્ય જીવોને પણ સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે. જેમ વ્યક્તિ સ્વયંના દુઃખ દૂર કરવા ઇચ્છે છે, તેમજ અન્ય જીવ પણ પોતાના દુઃખ દૂર કરવા ઇચ્છે છે. એમનાં દુઃખોને દૂર કરવામાં સહાયક થવું જ કારુણ્ય ભાવના છે. કહેવાયું છે - "दीनाभ्युद्धरणे बुद्धिः कारुण्यं करुणात्मनाम्” દયાનિષ્ઠ પુરુષોમાં દુઃખીઓના ઉદ્ધારની બુદ્ધિ ભાવના હોવી આવશ્યક છે. કારુણ્ય દયામય અહિંસા ધર્મનો પ્રાણ છે. (૪) માધ્યસ્થ ભાવના ઃ વિપરીત બુદ્ધિ રાખનાર અને નિર્ગુણ લોકોના પ્રતિ તટસ્થ બુદ્ધિ રાખવી માધ્યસ્થ ભાવના છે. સંસારમાં કોઈ પ્રાણી એવા પણ હોય છે, જેનામાં અકારણ જ ઔદ્ધત્ય અથવા ઉલ્લંડતા જોવાય છે. હિતબુદ્ધિથી સમજાવવા છતાં પણ વિપરીત પરિણામ જ આવે છે. આવાં અયોગ્ય પાત્રો પ્રતિ તટસ્થ ભાવ રાખવો - તેના પર ક્રોધ ન કરવો અને રાગ ન કરવો (ઉપેક્ષા બુદ્ધિ રાખવી) માધ્યસ્થ ભાવના છે. કહેવાયું છે - " हर्षामर्षोज्झिता वृत्तिर्माध्यस्थं निर्गुणात्मनि ।” તાત્પર્ય એ છે કે દ્વેષીઓ અને દોષીઓ પ્રતિ ઉપેક્ષા ભાવ રાખવો જોઈએ. એમની પર ક્રોધાદિ કરવો નિરર્થક છે. એમને સુધારવાના પ્રયત્ન કરવા છતાં સફળતા ન મળે ત્યારે એવી જ ભવિતવ્યતા સમજીને સમભાવનું અવલંબન લેવું જોઈએ. ખિન્ન અને ઉદ્વિગ્ન થવું ન જોઈએ. આ ભાવનાનો વિષય અયોગ્ય પાત્ર છે. કહેવાયું છે - “માધ્યË માવું, વિપરીત વૃત્તૌ, સવા મમાત્મા વિદ્રધાતુ વેવ ' ઉક્ત ચાર ભાવનાઓ સિવાય અન્ય ભાવનાઓ પણ ‘તત્ત્વાર્થ સૂત્ર’માં કહી છે - हिंसादिष्विहामुत्र चापायावंद्य दर्शनम् । દુ:શ્વમેવ વા । जगत्काय स्वभावौ च संवेग वैराग्यर्थम् ॥ - તત્ત્વાર્થ સૂત્ર, અ.-૭ સૂ.-૪-૫-૭ હિંસાદિ પાંચ દોષોમાં ઐહિક આપત્તિ અથવા પારલૌકિક અનિષ્ટનું દર્શન કરવું, હિંસાદિ દોષોને દુઃખ રૂપ જ માનવું, તથા સંવેગ-વૈરાગ્ય માટે જગતની અને શરીરની અસારતા, અનિત્યતા અને દુ:ખમયતાનું ચિંતન કરવું પણ અહિંસાદિ વ્રતોના પાલન હેતુ સહાયક થાય છે. ઉક્ત રીતિથી વિવિધ ભાવનાઓ દ્વારા ભાવિત થવાથી મહાવ્રતોમાં દઢતા, સ્થિરતા અને પુષ્ટિ આવે છે. તેથી મહાવ્રતીઓ અને અણુવ્રતીઓએ આ ભાવનાઓનું સતત ચિંતન અને અનુશીલન કરવું જોઈએ. ચાર ભાવનાઓ ८७७
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy