________________
કરી શકતો અથવા શ્રદ્ધાહીન, બીજાઓને શ્રદ્ધાહીન બનાવવાનો પ્રયત્ન કરે છે અને ત્યાનગુદ્ધિવાળાથી નિદ્રામાં અનેક પ્રકારના ઉત્પાત થઈ જવાનો ભય રહે છે, તેથી એ દીક્ષાને યોગ્ય નથી હોતો.
(૧૧) દાસ : ઘરની દાસીથી ઉત્પન્ન થયેલો અથવા દુર્મિક્ષ વગેરેમાં ધન આપીને ખરીદેલો કે જેના પર કર્જનો ભાર હોય, એને દાસ કહે છે. એવી વ્યક્તિને દીક્ષા આપવાથી એનો માલિક પાછો છોડાવવાનો પ્રયત્ન કરે છે, તેથી તે પણ દીક્ષાનો અધિકારી નથી હોતો.
(૧૨) દુષ્ટ : દુષ્ટ બે પ્રકારનાં હોય છે - કષાય દુષ્ટ અને વિષય દુષ્ટ. જે વ્યક્તિના ક્રોધ વગેરે કષાય ખૂબ ઉગ્ર હોય, એને કષાય દુષ્ટ કહે છે અને કામભોગોમાં અત્યંત ગૃઢ વ્યક્તિને વિષય દુષ્ટ કહે છે.
(૧૩) મૂઢ : જેમાં હિતાહિતનો વિચાર કરવાની શક્તિ ન હોય. (૧૪) ત્રણાર્ત ઃ જેના ઉપર રાજ્ય વગેરેનું ઋણ હોય.
(૧૫) જુગિત : જુગિતનો અર્થ છે દૂષિત કે હીન. જંગિત ત્રણ પ્રકારના હોય છેજાતિ જુગિત, કર્મ બુંગિત અને શરીર જુગિત.
(ક) જાતિ ગિતઃ ચંડાળ, કોલિક, ડોમ વગેરે અસ્પૃશ્ય જાતિના લોકો જાતિ જંગિત છે. (ખ) કર્મ જંગિત : કસાઈ, શિકારી, માછીમાર, ધોબી વગેરે નિંદ્ય કર્મ કરનાર કર્મ
જુગિત છે. (ગ) શરીર જંગિત હાથ, પગ, કાન, નાક, હોઠ આ અંગોથી રહિત, લંગડો, કુબડો,
કાણો, કોઢવાળો વગેરે શરીર જુગિત છે. ચમાર, કાપડ બનાવનાર (વણકર) વગેરે નિમ્ન કોટિના, શિલ્પથી આજીવિકા કરનાર શિલ્પ જુગિતનો ચોથો પ્રકાર પણ છે. એ બધા અયોગ્ય છે. એમને દીક્ષા આપવાથી લોકમાં અપયશ થવાની
સંભાવના રહે છે. (૧૬) અવબદ્ધ : ધન લઈને નિયત કાળ માટે જે વ્યક્તિ પરાધીન બની ગઈ છે, તે અવબદ્ધ કહેવાય છે. આમ, વિદ્યા ભણવાના નિમિત્તથી જેણે નિયત કાળ સુધી પરાધીન રહેવું સ્વીકાર કરી લીધું છે, તેને પણ અવબદ્ધ કહેવામાં આવે છે. એવી વ્યક્તિને દીક્ષા આપવાથી ક્લેશ વગેરેની શંકા રહે છે.
(૧૦) ભૂતક : નિયત અવધિ માટે વેતન (પગાર) ઉપર કાર્ય કરનાર વ્યક્તિ મૃતક કહેવાય છે. એને દીક્ષા આપવાથી માલિક અપ્રસન્ન થઈ શકે છે.
(૧૮) શૈક્ષ નિસ્ફટિકા : માતા-પિતાની મરજી વગર જે દીક્ષાર્થ ભગાડીને લાવવામાં આવ્યો હોય, કે ભાગીને આવ્યો હોય, તે પણ દીક્ષાને અયોગ્ય હોય છે. એને દીક્ષા આપવાથી માતા-પિતાના કર્મ બંધ સંભવ છે તથા સાધુ અદત્તાદાનના દોષનો ભાગી થાય છે.*
* ઉપરોક્ત અઢાર બોલ ઉત્સર્ગ માર્ગને લક્ષ્યમાં રાખીને કહેવામાં આવ્યા છે. અપવાદ માર્ગમાં ગુરુ વગેરે એ દીક્ષાર્થીની યોગ્યતા જોઈને સૂત્રવ્યવહાર અનુસાર દીક્ષા આપી શકે છે અને આગમવ્યવહારીઓ પર તો ઉપરોક્ત નિયમ લાગુ પડતો જ નથી. [ દીક્ષા એક પચવેક્ષણ છે .
(૮૧૧)