________________
પ્રકૃતિ-બંધ, સ્થિતિ-બંધ, અનુભાગ-બંધ એ પ્રદેશ-બંધ થાય છે વગેરે કર્મ-વિષયક ચિંતનમાં મનને એકાગ્ર કરવું વિપાકવિચય નામનું ધર્મધ્યાન છે.
(૪) સંસ્થાનવિચય ? લોકનો આધાર ઊંધા રાખેલા દીવાની ઉપર સીધો દીવો અને એના ઉપર પછી ઊંધો દીવો રાખવાથી જે આકૃતિ બને છે, એની સમાન છે. નીચેવાળા દિવાના સ્થાને સાત નરક, પહેલા અને બીજા દીવાના સંધિ સ્થળ પર મધ્યલોક, વચ્ચેના દિવાના સ્થાને પાંચમા બ્રહ્મ દેવલોક ઉપરના દીવાના સુધી અનુત્તર વિમાન અને ઉપર સિદ્ધશિલા છે. આ રીતે લોકના આકારનું ચિંતન કરવું સંસ્થાનવિચય છે.
ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય અને એમની પર્યાય, જીવ-અજીવના આકાર, ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય, લોક, દીપ, સાગર, નરક, વિમાન, ભવન વગેરેના આકાર, લોકસ્થિતિ, જીવની ગતિ, આગતિ, જીવન-મરણ વગેરે સર્વ સિદ્ધાંતના અર્થનું ચિંતન કરવું સંસ્થાનવિચય છે.
જીવ અને કર્મથી પેદા થયેલા જન્મ-જરા-મરણ રૂપી જળથી પરિપૂર્ણ, ક્રોધ વગેરે કષાયરૂપ પાતાળવાળા વિવિધ દુઃખરૂપ નક(મગર)થી ભરેલા, અજ્ઞાનરૂપી વાયુથી ઊઠનારી સંયોગ-વિયોગરૂપી લહેરો સહિત આ અનાદિ અનંત સંસારસાગરનું ચિંતન કરવું. આ સંસારસાગરને તરવા માટે સમ્યગુ દર્શનરૂપી દઢ બંધનોવાળી, જ્ઞાનરૂપી નાવિક દ્વારા ચલાવવામાં આવતી ચારિત્રરૂપી નાવ છે. સંવરથી નિછિદ્ર, તારૂપી પવનથી વેગને પ્રાપ્ત, વૈરાગ્ય માર્ગ ઉપર રહેલી, અપધ્યાન રૂપી તરંગોથી ન ડગનારી, બહુમૂલ્ય શીલરત્નથી પરિપૂર્ણ નાવ પર ચડીને મુનિરૂપી વેપારી તરત જ નિર્વિદન નિર્વાણ રૂપી તટીય નગર સુધી પહોંચી જાય છે, જ્યાં તે અક્ષય, અવ્યાબાધ અને નિરુપમ સુખનો અનુભવ કરે છે. વગેરે રૂપથી સંપૂર્ણ જીવ વગેરે પદાર્થોના વિસ્તારવાળા, બધા નય-સમૂહરૂપ સિદ્ધાંતોક્ત અર્થના ચિંતનમાં મનને એકાગ્ર કરવું સંસ્થાનવિચય ધર્મધ્યાન છે.
આમ, આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય એ ચાર ધર્મધ્યાનના ભેદ કે પાયા કહેવામાં આવે છે.
ધર્મધ્યાનનાં ચાર લક્ષણો ઃ આજ્ઞારુચિ, નિસર્ગરુચિ, સૂત્રરુચિ અને અવગાઢરુચિ કે ઉપદેશરુચિ - આ ચાર લક્ષણોથી ધર્મધ્યાનીની ઓળખ થાય છે.
(૧) આજ્ઞારુચિ : સૂત્રમાં કહેવાયેલી વિધિ-નિષેધ રૂપ આજ્ઞાઓ ઉપર રુચિ રાખવી. (૨) નિસર્ગરચિ: બીજા કોઈના ઉપદેશ વિના, સ્વભાવથી જ તત્ત્વો પર શ્રદ્ધા કરવી. (૩) સૂત્રરુચિ : આગમ પ્રતિપાદિત તત્ત્વો ઉપર રુચિ રાખવી.
(૪) અવગાઢચિ ઃ દ્વાદશાંગીનું વિસ્તારપૂર્વક જ્ઞાન કરવાથી જે જિનપ્રણીત ભાવો ઉપર શ્રદ્ધા હોય છે, તે અવગાઢરુચિ છે અથવા સાધુના સમીપ રહેનારાઓને સૂત્રાનુસારી ઉપદેશથી જ શ્રદ્ધા હોય છે, તે અવગાઢ કે ઉપદેશ રૂચિ છે.
તત્ત્વાર્થનું શ્રદ્ધાન, ધર્મધ્યાનનું મુખ્ય લક્ષણ છે. જિનેશ્વર દેવ તથા સાધુ મુનિરાજના ગુણોનું કથન કરવું, ભક્તિપૂર્વક શ્રુત, શીલ તથા સંયમમાં અનુરાગ રાખવો - એ ધર્મધ્યાનનાં ચિહ્નો છે. એમનાથી ધર્મધ્યાનીની ઓળખ થાય છે. (૯૮) ::) :) )
છે જિણધો]