SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ઉક્ત લક્ષણો ઠાણાંગ અને ભગવતી અનુસાર બતાવ્યા છે. “આવશ્યક સૂત્ર'માં રૌદ્રધ્યાનીનાં જે લક્ષણો બતાવ્યાં છે, તે આગળ લખવામાં આવ્યાં છે. કઠોર અને સંક્લિષ્ટ પરિણામવાળો રૌદ્રધ્યાની બીજાને દુઃખી જોઈને પ્રસકત થાય છે. ઐહિક પારલૌકિક ભયથી રહિત હોય છે. એના મનમાં અનુકંપાનો ભાવ લેશમાત્ર પણ હોતો નથી. અકાર્ય કરીને પણ એને પશ્ચાત્તાપ થતો નથી. પાપ કરીને તે પ્રસન્ન થાય છે. રૌદ્રધ્યાની સામાન્ય રીતે નરક ગતિમાં જાય છે. આ ધ્યાન પહેલાંથી લઈને પાંચમા ગુણસ્થાન સુધી જોવા મળે છે. ૩. ધર્મધ્યાન - તત્ત્વો અને શ્રુત ચારિત્ર રૂપ ધર્મના સંબંધમાં સતત ચિંતન ધર્મધ્યાન કહેવાય છે. તત્ત્વ સંબંધિત વિચારણા, હેયોપાદેય સંબંધિત વિચારધારા તથા દેવ-ગુરુ-ધર્મની સ્તુતિ વગેરે પણ ધર્મધ્યાનનાં અંગો છે. ધર્મધ્યાનના ચાર પ્રકારો છે : (૧) આજ્ઞાવિચય, (૨) અપાયરિચય, (૩) વિપાકવિચય અને (૪) સંસ્થાનવિચય. (૧) આજ્ઞાવિચયઃ વિતરાગ એ સર્વજ્ઞ દેવોની શું આજ્ઞા છે અને તે કેવી હોવી જોઈએ? એનું સ્વરૂપ શું છે? આ રીતે વીતરાગ આશાના વિષયમાં મનોયોગ લગાવવો આજ્ઞાવિચય છે. એમાં જિનેશ્વર દેવોની આજ્ઞા પ્રત્યે બહુમાન રાખતાં આ પ્રકારે ચિંતન કરવામાં આવે છે કે એ વીતરાગ-વાણી પરમ સત્ય છે, તથ્ય છે, નિઃશંક છે. આ સંસારસાગરથી પાર ઉતારનારી, પાપાંકને નષ્ટ કરનારી એ પરમ કલ્યાણકારી છે. સાથે વીતરાગ પ્રરૂપિત ધર્મમાં જે કર્તવ્યની અનુજ્ઞા આપવામાં આવી છે, એના વિષયમાં ચિંતનની ધારાને પ્રવાહિત કરવા પણ આજ્ઞાવિચય છે. (૨) અપાયરિચય : રાગ-દ્વેષ-કષાય વગેરેનાં દુષ્પરિણામોના ચિંતનમાં મનને એકાગ્ર કરવું અપાયરિચય ધર્મધ્યાન છે. જેમ મહાવ્યાધિથી પીડિત પુરુષ માટે અપથ્ય અનાજની ઈચ્છા હાનિપ્રદ છે, એ જ રીતે રાગ જીવ માટે હાનિપ્રદ તથા દુઃખદાયી છે. જેમ કોટર(ગુફા)માં રહેલો અગ્નિ વૃક્ષને તરત જ સળગાવી (બાળી) નાખે છે, એમ જ ઢેષ પ્રાણીને તપાવીને બાળી નાખે છે. વશમાં ન કરેલા ક્રોધ અને માન તથા વધતા જતા માયા અને લોભ એ ચારેય કષાય સંસારરૂપી વૃક્ષના મૂળનું સિંચન કરનારા છે. આસ્રવથી અર્જિત પાપ કર્મોથી જીવ ચિરકાળ સુધી નરક વગેરે નીચ ગતિઓમાં ભ્રમણ કરતાં દુઃખોનું પાત્ર હોય છે. આ રીતે દોષોનાં દુષ્પરિણામોનું ચિંતન કરવું અને એમનાથી બચવાની ભાવના કરવી અપાયરિચય ધર્મધ્યાન છે. (૩) વિપાકરિચય : અનુભવમાં આવનારાં કર્મ-ફળોમાંથી કયું ફળ કર્મનું કારણ છે, કયા કર્મનું શું ફળ છે, એના વિચારાર્થ મનોયોગને લગાવવો વિપાકવિચય છે. આત્મા પોતાની દ્વારા કરવામાં આવેલાં શુભાશુભ કર્મોનું ફળ મેળવે છે. પોતાના કર્મ જ સુખ-દુઃખના દાતાઓ છે, કોઈ અન્ય જીવ નથી. કષાય અને યોગની નિમિત્તથી આત્માની સાથે કમની [ ધ્યાન 10000 2000 2000 (૯૦૦)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy