SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ આજીવિકા છોડવાની પ્રેરણા પ્રાપ્ત કરશે ? ક્યારેય નહિ. તો કૃષિને મહારંભી કહેનારાઓ કેટલો અનર્થ કરી રહ્યા છે, એ એમના ગંભીર વિચારનો વિષય છે. શું આ પ્રકારની ખોટી વિવેચનાઓ કરવાથી પ્રભુ મહાવીરના ઉપદેશોની પ્રતિષ્ઠા નથી ઘટતી ?* અહીં ક્યાંય કૃષિનું નામ નથી. જમીન ફોડવાનો ધંધો કૃષિ કર્મ નથી. કૃષિ કર્મ અન્નોત્પત્તિનો વ્યવસાય છે. ‘દશવૈકાલિક સૂત્ર’ની પ્રથમ ચૂલિકા ગાથા-૧૪ના બીજા ચરણના તહાવિદ્ પ્રસંનમ વધુ’ની અવસૂરિના ‘તથાવિયં ત્વા સંયમ ધ્યાવિ સ્વયં વધું અસંતોષાત્પ્રભૂતં’નું ઉદ્ધરણ લેખકે આપ્યું છે, એનાથી કૃષિ મહારંભ રૂપથી કેવી રીતે સિદ્ધ થાય છે ? અહીં તો એ કહેવામાં આવ્યું છે કે - ‘અસંતોષના કારણે જે વ્યવસાય અમર્યાદિત રૂપથી કરવામાં આવે છે, એનાથી બહુ જ અસંયમ થાય છે.' આ કથન તો પ્રત્યેક વ્યવસાય પર લાગુ પડે છે, જે અસંતોષના કારણે ખૂબ માત્રામાં કરવામાં આવે છે. શું લેખક એવો વ્યવસાય બતાવી શકે છે, જેમાં અસંયમ ન હોય ! જ્યારે વ્યવસાય માત્ર અસંયમ છે તો કૃષિથી દ્વેષ કેમ ? જે બધાને અલ્પારંભી ભોજન પ્રદાન કરે છે. શું લેખક મહોદય આ રીતે અલ્પારંભી ધાન્ય વગેરેની ઉત્પત્તિને મહારંભ અને કર્માદાન બતાવીને માંસાહારની વકીલાત નથી કરી રહ્યા? લેખકે ‘ભગવતી’ શતક-૮, ઉર્દૂ-૯ની ટીકાનો ઉલ્લેખ કર્યો છે - ‘મહાગંમયાક્ તિ અપરિમિત વ્યાઘ્રારમ્ભતયેત્વર્થ:' અહીં પણ અપરિમિત - અમર્યાદિત કૃષિને મહારંભ કહ્યો છે ન કે મર્યાદિત કૃષિને અમર્યાદિત પ્રત્યેક વ્યવસાય મહારંભ જ છે-કૃષિ જ કેમ ? * સૈલાનાથી પ્રકાશિત ‘મોક્ષમાર્ગ’ના લેખકે સ્ફોટની ટિપ્પણીમાં (પૃષ્ઠ. ૧૮૬ ઉ૫૨) કૃષિને સ્ફોટ કર્મ માનવાની નાદાની ભરી ભૂલ કરી છે. એમણે જે ઉદ્ધરણો આ વિષયમાં પૂર્વાચાર્યો ઉદ્ધૃત કર્યા છે, એમાંથી ક્યાંય કૃષિનો ઉલ્લેખ નથી. એમણે જમીન ફોડવા અને ખેતીને એક માની લીધું છે. જ્યારે ખેતીમાં જમીન ફોડવામાં નથી આવતી, ખેડવામાં આવે છે. સ્ફોટ કર્મમાં એ જ વ્યવસાય આવે છે, જેમાં જમીન ઊંડાઈ સુધી ફોડવામાં આવે છે. જેમ કે ખાણ ખોદવી, દારૂખાનું વગેરે લગાવી પથ્થર તોડવા વગેરે. આ મહાશયને એ જ્ઞાત હોવું જોઈએ કે કર્માદાન વ્યવસાયના નિમિત્તથી થાય છે. જે લોકો સુરંગ વગેરેથી પથ્થર કે જમીનને ફોડવાનો ધંધો કરે છે કે જે હળ-કોદાળીથી ઊંડાઈ સુધી જમીનને ફોડે છે એમનો જ વ્યવસાય સ્ફોટ કર્મ છે. ખેતી જમીન ફોડવાનો વ્યવસાય નથી પણ અલ્પારંભથી કરોડો લોકોને ભોજન આપનાર ધાન્યોત્પત્તિનો વ્યવસાય છે. જે સાધારણ રૂપથી જમીન ખોદવા માત્રથી સ્ફોટ કર્મ હોત તો મકાન વગેરેના નિર્માણમાં પણ જમીન પાયા માટે ખોદવી પડે છે, તો શું એ પણ કર્માદાનમાં આવશે ? શ્રાવક પોતાના માટે મકાન બનાવે તો શું તે પણ કર્માદાન હશે ? ખેડૂત પોતાની જીવિકા માટે અનાજ પેદા કરે, એમાં ભૂમિનું વિદારણ હોવાથી જો તે સ્ફોટ કર્મ છે, તો મકાન બનાવવું પણ સ્ફોટ કર્મ હશે. લેખક મહોદયે ટીકાકાર શ્રી અભયદેવ સૂરિનું નિમ્ન વાક્ય ઉષ્કૃત કર્યું છે - "" "फोड़ी कम्मे ति स्फोटि: भूमै स्फोटनं हल कुदालादिभिः सैव कर्म स्फोटि कर्म ભગવતી સૂ. શ.-૮, ઉર્દૂ-૫ અર્થાત્ જમીનને હળ-કોદાળી વગેરેથી ફોડવાનું કામ (વ્યવસાય) કરવું સ્ફોટી કર્મ છે. અહિંસા-વિવેક - ૬૪૯
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy