SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ રૂછાનિરો થતા એટલે કે ઇચ્છાઓને રોકવી તપ છે.” આચારાંગ સૂત્ર'ના નિર્યુક્તિકારે તપના મહત્ત્વને એક દષ્ટાંત દ્વારા પ્રતિપાદિત કર્યું છે जह खलु झुसिरं कळं सुचिरं मुक्कं लहुंडहइ अग्गी । तह खलु खवंति कम्मं सम्मचरणेठिया साहू ॥ જેમ જીર્ણ તથા અત્યંત સુકાયેલા કાષ્ઠને અગ્નિ તરત જ સળગાવી દે છે, એ જ રીતે સમ્યક ચારિત્ર(તપ)માં સ્થિત સાધુ કર્મરૂપી કાષ્ઠને ભસ્મ કરી દે છે. જેમ લીલા (પલળેલા) લાકડાની અપેક્ષા સૂકું લાકડું અને સૂકાની અપેક્ષા જીર્ણ લાકડું જલદી બળી જાય છે, એ જ રીતે ભીનાં પાપ કર્મોને બાહ્ય-આત્યંતર તપની આગમાં તપાવી દેવાં જોઈએ. આમ, તપેલાં કર્મરૂપી લાકડાં ધ્યાનરૂપી આગથી શીઘ (તરત) જ બળી જાય છે. ધ્યાન આત્યંતર તપ જ છે. ઉત્તરાધ્યયન સૂત્ર'ના વીસમા અધ્યયનમાં કહ્યું છે - ત્ત બંન્ને ! નીવે કિ ગUTય ? તi વોરાનVાય ” - પ્રશ્ન-૨૭ “ભગવન્! તપ કરવાથી જીવને શું લાભ થાય છે ?” “ગૌતમ! તપ કર્યા પહેલાં સંચિત કર્મોની નિર્જરા હોય છે.” તપનો અલૌકિક પ્રભાવ, તીર્થકરોએ પણ કેવળી બનતાં પહેલાં તપનું અવલંબન કર્યું હતું. ભગવાન્ ઋષભદેવે એક વર્ષ સુધીનું તપ કર્યું હતું. મધ્યના તીર્થકરોના કાળમાં (સમયમાં) આઠ મહિનાનો અને અંતિમ તીર્થકર મહાવીરના સમયમાં છ મહિનાનું ઉત્કૃષ્ટ તપ થતું હતું. સ્વયં મહાવીર પ્રભુએ છે માસનું તપ કર્યું હતું. દશવૈકાલિક સૂત્રમાં ધર્મના અંગના રૂપમાં તપના મહત્ત્વને દર્શાવવામાં આવ્યું છે. યથા - “અહિંસા, સંયમ અને તપ રૂપ ધર્મ શ્રેષ્ઠ મંગલ છે.” તપ સંયમનું કવચ છે. તપ વિના સંયમ સુરક્ષિત અને સુસ્થિર નથી રહેતું. આત્માના અંતર્મળની શુદ્ધિ તપથી થાય છે. કહ્યું છે - 'तवेणं परिसुज्झइ ।' - ઉત્તરા. ૨૮ “તત્ત્વાર્થ સૂત્રમાં આચાર્ય ઉમાસ્વાતિએ કહ્યું છે . તપસી નિર્નર ર’ - તત્ત્વાર્થ, અ-૯ સૂ-૩ અર્થાત્ તપથી સંવર પણ થાય છે અને નિર્જરા પણ થાય છે. આમ, તપના મહિમાને હૃદયંગમ કરીને મુમુક્ષુ સાધકને પોતાની શક્તિનું ગોપન ન કરતાં ઉલ્લાસપૂર્વક તપનું આચરણ કરવામાં ઉદ્યત રહેવું જોઈએ. [ તપનું નિરૂપણ છે જે છે છે ) છે (૯૪૯)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy