________________
થતાં. પરંતુ દેખતાં-દેખતાં ધન ચાલ્યું જાય છે અને શરીર પણ રોગોનું ઘર બનીને દગો દઈ જાય છે. તેથી વિવેકીજન કોઈ બાહ્ય પદાર્થમાં મમત્વ નથી કરતો અને લઘુભૂત થઈને વિચરે છે. લાઘવ ધર્મ દ્વારા પરિગ્રહના પાપથી મુક્તિ મળે છે. તેથી લાઘવ ઉત્તમ ધર્મ છે. ૬. સત્ય :
સપુરુષો માટે હિતકારી તથા યથાર્થ વચન બોલવું સત્ય ધર્મ છે. આગમમાં સત્ય મહાવ્રત, ભાષા સમિતિ અને સત્ય ધર્મ આ રીતે સત્યના ત્રણ રૂપ મળે છે. એમાં અંતરને સ્પષ્ટ કરે છે - અસત્ય વિરતિ રૂપ મહાવ્રતમાં સમશીલ સંતપુરુષોની સાથે કે અન્ય વ્યક્તિઓ સાથે અધિક વચન બોલવું, પણ સત્ય મહાવ્રત છે. પ્રત્યેક વ્યક્તિ સાથે બોલચાલમાં વિવેક રાખવો, પરિમિત વચન બોલવું ભાષા સમિતિ છે અને સમશીલ સંતપુરુષો સાથે અધિ વચન બોલવું પણ સત્ય ધર્મ છે. ભાષા સમિતિમાં પ્રત્યેક વ્યક્તિ સાથે પરિમિત વચન બોલવું નિહિત છે, જ્યારે સત્ય ધર્મમાં સંતજનો કે ભક્તજનોને ઉપદેશ આપતાં વધુ બોલવાની પણ અનુજ્ઞા છે. ૭. સંયમ :
મન, વચન અને કાયાનું નિયમન કરવું અર્થાત્ એમની પ્રવૃત્તિમાં યતના કરવી સંયમ છે. સંયમનો અર્થ ઉપરંભ પણ થાય છે. રાગ-દ્વેષ રહિત થઈને સમભાવમાં રમણ કરવું ઉપરંભ છે. અથવા આસ્રવ દ્વારોથી વિરતિ થવી ઉપરંભ છે. અસંયમથી થનારા આસ્ત્રવોને રોકવો સંયમ-ધર્મ છે. સંયમના સત્તર પ્રકારો વિશેષરૂપથી પ્રસિદ્ધ છે. ૫ ઇન્દ્રિયોના નિગ્રહ, ૫ અવ્રતોનો ત્યાગ, ૪ કષાયોનો જય તથા મન, વચન અને કાયાની વિરતિ - આ રીતે સંયમના ૧૭ ભેદ થાય છે. બીજી તરફથી પણ સંયમના સત્તર ભેદ માનવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે :
સંચમના સત્તર ભેદ (૧) પૃથ્વીકાય સંયમ : પૃથ્વીકાયના જીવોની હિંસાથી વિરતિ. (૨) અપકાય સંયમ : જળના જીવોની હિંસાથી વિરતિ. (૩) તેજસ્કાય સંયમ : અગ્નિના જીવોની હિંસાથી વિરતિ. (૪) વાયુકાય સંયમ : હવાના જીવોની હિંસાથી વિરતિ, (૫) વનસ્પતિકાય સંયમ : વનસ્પતિના જીવોની હિંસાથી વિરતિ. (૬) હીન્દ્રિય સંયમ : બે ઇન્દ્રિયવાળા જીવોની હિંસાથી વિરતિ. (૭) શ્રીન્દ્રિય સંયમ ઃ ત્રણ ઇન્દ્રિયવાળા જીવોની હિંસાથી વિરતિ, (૮) ચતુરિન્દ્રિય સંયમ : ચાર ઇન્દ્રિયવાળા જીવોની હિંસાથી વિરતિ. (૯) પંચેન્દ્રિય સંયમ પાંચ ઇન્દ્રિયવાળા જીવોની હિંસાથી વિરતિ.
(૧૦) અજીવ કાય સંયમ : વસ્ત્ર-પાત્ર વગેરે ઉપધિને યતનાપૂર્વક ગ્રહણ કરવા, યતનાપૂર્વક રાખવા કે ઉઠાવવા, યતનાપૂર્વક વિવેક સાથે એમનો ઉપયોગ કરવો.
(૧૧) પ્રેક્ષા (પેટા) સંયમ : કોઈપણ વસ્તુને બરાબર આંખોથી જોઈને કામમાં લેવી. વગર જોયે વસ્તુઓનો ઉપયોગ ન કરવો પેહા સંયમ છે.
[દસ પ્રકારના ધમ000000000000000 (૯૨૦)