SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ચોરીનાં દારુણ પરિણામો આ ભવમાં પણ પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થાય છે અને પરલોકમાં નરક ગતિના રૂપમાં ભોગવવાં પડે છે. ચોરના આત્માને કદી શાંતિ નથી મળતી. તે હંમેશાં ઊંઘતા-જાગતાં, દિવસમાં, રાતમાં ચિંતાતુર રહે છે. એને મનમાં કાંટાની જેમ હંમેશાં ખટકતું રહે છે. ચોરી કરનારાના ગુણોનો હ્રાસ થઈ જાય છે. દયા, પ્રેમ, કરુણા એનાથી કોસો (ગાઉ) દૂર રહે છે. તે ક્રૂર, નૃશંસ, નિર્લજ્જ (બેશરમ) અને હત્યારો થઈ જાય છે. તેથી આત્માની ઉન્નતિ ચાહનાર વ્યક્તિનો ત્યાગ કરે છે. તે અસ્તેય વ્રતની આરાધના કરીને આત્માને પવિત્ર બનાવી લે છે. ૧ સ્વદાર સંતોષ ઃ પરદાર વિરમણ વ્રત મોક્ષમાર્ગની આરાધના માટે ચારિત્ર ધર્મનાં અંતર્ગત જે પાંચ વ્રતો(યમો)નું વિધાન ભગવાન મહાવીરે કર્યું છે, એમાંથી બ્રહ્મચર્ય ચોથું વ્રત છે. મોક્ષપ્રાપ્તિ માટે બ્રહ્મચર્ય વ્રતનું પાલન આવશ્યક છે. બ્રહ્મચર્ય વ્રત વગર અન્ય વ્રત મોક્ષ માટે પૂર્ણતઃ સાર્થક નથી થઈ શકતું અને ન બ્રહ્મચર્ય વ્રતના અભાવમાં અન્ય વ્રતોની સમગ્ર આરાધના જ કરવામાં આવે છે. ભગવાન ઋષભદેવથી લઈને ભગવાન મહાવીર સુધી ચોવીસ તીર્થંકરોએ આચાર યોગમાં બ્રહ્મચર્યને સાધુ માટે મહાવ્રતના રૂપમાં અને ગૃહસ્થ માટે અણુવ્રતના રૂપમાં સ્વીકાર કરેલ છે. કોઈપણ વ્રત કે નિયમના પાલન માટે, ધર્મની સાધના માટે, જપ-તપની સાધના માટે કે ધ્યાન વગેરે માટે મનની પવિત્રતા આવશ્યક છે. મનની પવિત્રતા બ્રહ્મચર્યથી આવે છે. મનુષ્યનું મન પવિત્ર ન હોય, તો અહીં-તહીં વાસનાઓની ગલીઓમાં ભટકતું રહેશે, વિવિધ વાસનાઓ અને ઇન્દ્રિય વિષયોનાં આકર્ષણોમાં ફરતું રહેશે તો એમાં એકાગ્રતા નહિ આવે, તે વિશૃંખલિત રહેશે. વિશૃંખલિત મન કોઈપણ સાધનાને સારી રીતે નથી કરી શકતું. તેથી બ્રહ્મચર્ય શુદ્ધ સાધનાનું સિંહદ્વાર છે. બ્રહ્મચર્યનો વાસ્તવિક અર્થ આત્મામાં રમણ કરવું છે. આ આત્મ-રમણ અંતર્ધ્યાન અને અંતર્નાનથી થઈ શકે છે. અંતર્ધ્યાન અને અંતર્રાન માટે બાહ્ય પદાર્થો અને વાસનાઓથી વિમુખ થવું જરૂરી છે. જ્યાં સુધી બાહ્ય પદાર્થોમાં આસક્તિ રહે છે ત્યાં સુધી અંતર્ધ્યાન અને અંતર્ભાન નથી થઈ શકતું. તેથી આત્મ-રમણ માટે બાહ્ય પદાર્થો અને વાસનાઓની તરફ દોડનાર મન અને ઇન્દ્રિયોને સંયમી કરવા અનિવાર્ય હોય છે. બધી ઇન્દ્રિયોનું મન, વાણી અને કાયા દ્વારા બધાં ક્ષેત્રો અને કાળમાં સંયમ કરવો જ બ્રહ્મચર્ય છે. ગાંધીજીએ પણ આ જ અર્થ કર્યો છે. તેઓ કહે છે - “બ્રહ્મચર્યનો અર્થ છે બધી ઇન્દ્રિયો અને સંપૂર્ણ વિકારો ઉપર પૂર્ણ અધિકાર કરી લેવો. બધી ઇન્દ્રિયોને તન-મન-વચનથી બધા સમયો અને બધાં ક્ષેત્રોમાં સંયમિત થવાને બ્રહ્મચર્ય કહે છે. સ્વદાર સંતોષ ઃ પરદાર વિરમણ વ્રત se
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy