SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પાકિસ્તાનની આ ઘટના છે. એક હિંદુ-પરિવારના પડોશમાં એક મુસ્લિમ ઘર હતું. એમાં બે વ્યક્તિ રહેતી હતી એક વૃદ્ધ અને એક વૃદ્ધા. બંને પરિવારોમાં સારા પડોશીઓના સંબંધ હતા. હિંદુસ્તાન-પાકિસ્તાનના વિભાજનના સમયે કેટલાક મુસલમાન ઉપદ્રવીઓ દ્વારા હુમલો થવાની શંકા થઈ તો એમણે હિંદુમહિલાઓને પોતાના ઘરમાં છુપાવી લીધી. થોડા સમય પછી હુમલાખોર ગુંડા આવ્યા અને પૂછતાછ કરવા લાગ્યા - “ક્યાં છે તમારા ઘરની સ્ત્રીઓ અને છોકરીઓ ?” એમણે કહી દીધું - “તે અહીં નથી.” તે ગુંડા પડોશી મુસલમાનના ઘેર પહોંચ્યા. એમને પૂછ્યું - “તમે જે હિંદુ સ્ત્રીઓને છુપાવી રાખી છે, તે ક્યાં છે ? સાચે-સાચું બતાવી દો.” વૃદ્ધ તરત કુરાન ઉઠાવીને કહ્યું : “જુઓ, અમારા માટે કુરાનથી વધીને કોઈ પાક (પવિત્ર) વસ્તુ નથી, હું કુરાન ઉઠાવીને કહું છું કે અહીં કોઈ હિંદુ-સ્ત્રીઓ નથી.” વૃદ્ધના એ શબ્દો શાબ્દિક દૃષ્ટિથી અસત્ય હતા, પણ એવા અસત્યના વિષયમાં તમારું અંત:કરણ શું કહેશે? શું એના એ શબ્દો અસત્યના પાપથી દૂષિત છે કે મનુષ્યના પ્રાણ અને સન્માનને બચાવનારા હોવાથી પુણ્ય અને ધર્મથી ઓતપ્રોત છે? થોડી જ વારમાં હિંદુસ્તાનની તરફથી હિંદુઓને સુરક્ષિત સ્થાન પર પહોંચાડનારી મિલેટરીની બસ આવી અને એ બધાની રક્ષા થઈ ગઈ. વૃદ્ધ-વૃદ્ધા એ સ્ત્રીઓને વિદાય કરતી વખતે રડવા લાગ્યાં : “કુરાન ઉઠાવીને અને ખુદાની સોગંધ ખાઈને અમારે જૂઠું બોલવું પડ્યું, છતાંય અમને વિશ્વાસ છે કે અમે પોતાના અને બીજાઓના પ્રત્યે સાચાં રહ્યાં છીએ. અમારી મંશા (ભાવના) માત્ર મનુષ્યના પ્રાણ બચાવવાની જ હતી, પોતાનો સ્વાર્થ-સિદ્ધ કરવાની બિલકુલ નહિ, તેથી ખુદા અમને માફ કરી દેશે.” જો વૃદ્ધ શાબ્દિક સત્યની મૃગતૃષ્ણામાં પડીને એ હિંદુ-સ્ત્રીઓને બતાવી દેત તો શું તે સત્યની આરાધના હોત? કદી નહિ. અહીં એ વૃદ્ધ શાબ્દિક અસત્યનો સહારો લીધો, પરંતુ તે મનુષ્યોની સુરક્ષાની વિશાળ અને વિરાટ ભાવનાથી લીધો, તે જૂઠ હોવા છતાંય શ્રાવક માટે સત્યવત્ છે. એવી અપવાદની સ્થિતિમાં શ્રાવક માટે અસત્યની છૂટ છે. | માની લો કે એક ગૃહસ્થ એવી જગ્યાએ રહે છે, જ્યાં એની રક્ષાનો પૂરો પ્રબંધ નથી. હુમલાખોર એકદમ આવી ગયા અને એ ગૃહસ્થથી પૂછપરછ કરવા લાગ્યા કે - “બતાઓ ધન ક્યાં છે? ઘરેણાં ક્યાં રાખ્યાં છે ? ઘરની સ્ત્રીઓ ક્યાં છે અને મૂલ્યવાન વસ્તુઓ ક્યાં છે ?” એવી સ્થિતિમાં કોઈપણ ગૃહસ્થ સત્ય-સત્ય નથી કહી શકતો. ગૃહસ્થની ભૂમિકા એટલી ઊંચી નથી કે તે ચોર, ડાકુ, ગુંડાઓ કે હુમલાખોરોને બધું સાચે-સાચું બતાવી દે, આક્રમણકારીઓના સામે ઘરની સ્ત્રીઓને પ્રસ્તુત કરી દે. જો કોઈ અવિવેકી કે તથાકથિત સત્યનો આગ્રહી એવું કરી પણ દે તો પછી એના મનમાં જે આર્ત-રૌદ્રધ્યાનના દુ:સંકલ્પ પેદા થશે, તે સત્ય બોલવાના તથાકથિત પુણ્યથી અનેકગણા વધીને પાપ-પુંજના ઉત્પાદક હશે. એવા પ્રસંગોમાં જૈન ધર્મ સત્યના વિષયમાં ગૃહસ્થની મર્યાદાઓ બતાવે છે અને એવું કરવું ઉચિત પણ છે. [ સ્થૂલ મૃષાવાદ વિરમાણ વ્રત) છે જે છo]
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy