SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ તેથી સમસ્ત લોકાકાશ આત્મપ્રદેશોથી વ્યાપ્ત થઈ જાય છે. પાંચમા સમયમાં અંતરાલના પ્રદેશોના, છઠ્ઠા સમયમાં મંથાનના પ્રદેશોના, સાતમા સમયમાં કપાટના પ્રદેશોના અને આઠમા સમયમાં દંડના પ્રદેશોનો સંકોચ કરીને એમને કેવળી જીવ પુનઃ સ્વશરીરસ્થ કરી લે છે. આ પ્રક્રિયા મોક્ષગમનથી અંતમુહૂર્ત પૂર્વ કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી કર્મોની સ્થિતિ સમ થઈ જાય છે અને એમની પ્રબળતાની સાથે ઘાત પણ થઈ જાય છે. આલંકારિક ભાષામાં કહીએ તો - “જ્યારે આયુકર્મ સ્વલ્પ રહે છે અને બીજાં કર્મો વધુ રહે છે, ત્યારે આત્મા અને કર્મોમાં ભયંકર યુદ્ધ થાય છે. આત્મ-પ્રદેશ કર્મો સાથે લડવા માટે દેહની સીમા તોડીને રણભૂમિમાં ઊતરી આવે છે. આત્મા ઘણી શક્તિ સાથે લડે છે. આ યુદ્ધ થોડા ક્ષેત્રમાં ન થઈને આખા લોકક્ષેત્રને ઘેરી લે છે. આ મહાયુદ્ધમાં કર્મ મોટી સંખ્યામાં મરી જાય છે અને આત્માને ખૂબ મોટો વિજય મળે છે. બાકી બચેલાં કર્મો પણ એટલાં દુર્બળ થઈ જાય છે કે અમને ઉખાડીને ફેંકવા માટે યોગનિરોધ રૂપ ધ્યાનના સામાન્ય હવાની લહેર પણ ચાલે. લોકાગ્રમાં સ્થિતિ : સંપૂર્ણ કર્મોનો ક્ષય થયા પછી મુક્ત જીવ તત્કાળ લોકના અંત સુધી ઉપર જાય છે. એ સમયે એક સાથે એક સમયમાં ત્રણ કાર્ય થાય છે : (૧) શરીરનો વિયોગ, (૨) ઊર્ધ્વગતિ અને (૩) લોકાંત-પ્રાપ્તિ. પ્રશ્ન કરી શકાય છે કે કર્મ કે શરીર વગેરે પૌગલિક પદાર્થોની સહાયતા વગર અમૂર્ત જીવ ગતિ કેવી રીતે કરે છે? ઊર્ધ્વગતિ જ કેમ, અધોગતિ કે અવળી (ત્રાંસી) ગતિ કેમ નથી કરતા ? આનું સમાધાન એ છે કે જીવદ્રવ્ય સ્વભાવતઃ ઊર્ધ્વગમનશીલ છે. પ્રતિબંધક કર્મોના કારણે જીવ નીચી કે ત્રાંસી (અવળી) ગતિ કરે છે. કર્મ-સંગ છૂટવાથી અને બંધન તૂટવાથી કોઈ પ્રતિબંધક નથી રહેતો, તેથી મુક્ત જીવને પોતાના સ્વભાવનુસાર ઊર્ધ્વગતિ કરવાનો અવસર મળે છે. આ ઊર્ધ્વગતિ પૂર્વપ્રયોગ નિમિત્ત બને છે. જેમ કે - કુંભારનો ચાકડો - હંડો અને હાથને હટાવી લેવા છતાંય પહેલાથી પ્રાપ્ત વેગના કારણે ફરતો રહે છે. એમ જ કર્મયુક્ત જીવ પણ પૂર્વ કર્મથી પ્રાપ્ત આવેગના કારણે ઊર્ધ્વગતિ કરે છે. જીવની ઊર્ધ્વગતિ લોકાંતથી ઉપર નથી હોતી, કારણ કે એનાથી ઉપર ગતિનો ઉપખંભક ધર્માસ્તિકાય નથી. પ્રતિબંધક લેપ વગેરેના હટી જવાથી જેમ તુંબળું પાણીની ઉપર તરવા લાગે છે, એમ જ કર્મોનો લેપ હટી જવાથી આત્મા નિત્સંગ થઈને ઊર્ધ્વગમન કરે છે. જેમ કોશ(ડોડા)માં રહેલું એરંડાનું બીજ ડોડાના તૂટતા જ છટકીને ઉપર ઉછળે છે, એમ જ જીવ કર્મબંધનોથી છૂટતાં જ ઉપરની તરફ ગમન કરે છે. તથાવિધ સ્વભાવથી પણ જીવ ઊર્ધ્વગતિ કરીને લોકાગ્રમાં જઈને સ્થિત થઈ જાય છે. મોક્ષ તત્ત્વ: એક વિવેચન ૧૦૨૧
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy