SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) પત્ની : જે પગની રક્ષા માટે પહેરવામાં આવે છે, એને પન્ની કહેવાય છે. જેમ કે જૂતાં, બૂટ, પાવડી, ચંપલ, મોજાં વગેરે. આમની મર્યાદા કરો કે આજ એક જોડી જૂતાં, ચંપલ, મોજાં વગેરેથી વધુનો ઉપયોગ નહિ કરું. (૫) તાંબૂલ (મુખવાસ) : ભોજન કર્યા પછી મુખશુદ્ધિ માટે જે પદાર્થ કામમાં લેવામાં આવે છે, એ બધાની ગણના તાંબૂલ(મુખવાસ)માં થાય છે. પાન, સોપારી, એલચી, ચૂર્ણ વગેરે આના વિષયમાં મર્યાદા કરો. (૬) વસ્ત્ર ઃ પહેરવા-ઓઢવાનાં કપડાંના વિષયમાં મર્યાદા કરો કે આજ હું અમુક જાતિનાં પ્રકારનાં) વસ્ત્ર આટલાથી વધુ ઉપયોગમાં નહિ લઉં. (૦) કુસુમ : એ બધા સુગંધિત પદાર્થ કુસુમના અંતર્ગત આવે છે, જે સુગંધ માટે શરીર ઉપર લગાડવામાં આવે છે. જેમ કે ફૂલ, અત્તર, તેલ, સેંટ વગેરે. (૮) વાહન : હાથી, ઘોડા, ઊંટ, ગાડી, ઘોડાગાડી, મોટર, રેલવે, નાવ, જહાજ, વિમાન વગેરે સવારીનાં સાધનોની ભલે તે જળ-થલ કે નભોમાર્ગના હોય, એમની મર્યાદા કરો કે “આજે હું અમુક વાહનના સિવાય અને કોઈ વાહન કામમાં નહિ લઉં.” (૯) શયન ઃ શય્યા (પથારી), પલંગ, ખાટલો, બિસ્તરો વગેરેના વિષયમાં મર્યાદા કરો. (૧૦) વિલેપન : જે શરીર ઉપર લેપ કરવામાં આવે છે, એમને વિલેપન કહે છે. કેસર, ચંદન, તેલ, સાબુ, કાજળ, મંજન (ટૂથપેસ્ટ) વગેરે એમના સંબંધમાં પ્રકાર, વજન કે સંખ્યાની મર્યાદા કરો. (૧૧) બ્રહ્મચર્ય : યૂળ બ્રહ્મચર્ય (પુરુષ માટે સ્વદાર સંતોષ, પરદાર વિવર્જન તથા સ્ત્રી માટે સ્વપતિ સંતોષ, પરપુરુષ વર્જન રૂ૫) વ્રતની જે મર્યાદા રાખી છે, એમાં યથાશક્તિ સંકોચ કે ત્યાગ કરો. (૧૨) દિશિ દિશા પરિમાણ કરતા સમયે આવાગમન માટે પ્રત્યેક દિશામાં જે ક્ષેત્ર જીવનભર માટે રાખ્યું છે, એનો સંકોચ કરો અને એ સંકલ્પ કરો કે - “હું આજ આટલા અંતર (દૂર)થી વધુ પૂર્વ વગેરે દિશા, આગ્નેય વગેરે વિદિશા કે ઊર્ધ્વ અથવા અધો દિશામાં ગમનાગમન નહિ કરું.’ (૧૩) સ્નાન ઃ આજ હું દેશ કે સર્વ-સ્નાન એટલી વારથી વધુ નહિ કરું. શરીરના થોડા ભાગને ધોવા દેશ સ્નાન છે અને પૂરા ભાગને ધોવો સર્વ સ્નાન છે. (૧૪) ભત્ત ઃ ભોજન-પાણીના સંબંધમાં મર્યાદા કરો કે - “આજે હું આટલી માત્રાથી વધુ નહિ ખાઉં - ન પીઈશ.” ઉક્ત ચૌદ નિયમોના વિષયમાં ચિંતન કરવું દેશાવકાશિક વ્રત છે. કેટલાક લોકો આ ચૌદ નિયમોની સાથે અસિ, મષિ અને કૃષિ - આ ત્રણેયને મિલાવીને આના વિષયમાં પણ (૭૦૦) 0000000000000000 ( જિણધામો)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy