________________
દેશાવકાશિક વ્રતના પાંચ અતિચારો
જેમ હલેસા વગરની નાવ સમુદ્રમાં ચારે બાજુથી ટકરાઈને તૂટી જાય છે, એમ જ અતિચારોથી સાવધાની રાખ્યા વગર વ્રત રૂપી નાવ પણ તૂટી જાય છે. દેશાવકાશિક વ્રતના પાંચ અતિચાર શાસ્ત્રકારોએ આ પ્રમાણે બતાવ્યા છે :
(૨) આળવળવોને, (ર) પેસવળપઓને, (રૂ) સાળુવાણ, (૪) સ્વવાળુવા, (५) बहिया पोग्गल पकखेवे ।
આવશ્યક સૂત્ર
(૧) આનયન પ્રયોગ : આ વ્રતને ગ્રહણ કર્યા પછી દિશાઓનો સંકોચ કરી લેવાથી, આવશ્યકતા ઉત્પન્ન થવાથી મર્યાદિત ભૂમિથી બહાર રહેતાં સચિત્ત વગેરે પદાર્થ કોઈને મોકલીને મંગાવવા અથવા કોઈને મોકલીને મર્યાદિત ક્ષેત્રથી બહારના સમાચાર મંગાવવા. કારણ કે શ્રાવક આ વ્રતને બે કરણ, ત્રણ યોગથી ગ્રહણ કરે છે, એવી સ્થિતિમાં તે મર્યાદિત ભૂમિથી બહારની ચીજ કે સમાચાર કોઈને મોકલીને મંગાવી નથી શકતો. શ્રાવકની અસાવધાનીથી અજાણતા એવી ભૂલ થવાથી તે અતિચાર થઈ જાય છે.
:
(૨) પ્રેષ્ય પ્રયોગ ઃ પ્રયોજનવશ મર્યાદિત ભૂમિથી બહારની ભૂમિમાં કોઈને મોકલીને કોઈ પદાર્થ કે સંદેશ મોકલાવે છે, તો એને પ્રેષ્ય પ્રયોગ નામનો અતિચાર લાગે છે. પોતાનું પાપ ટાળવાના ઉદ્દેશ્યથી બીજાઓને એમની ઇચ્છા વિરુદ્ધ કાર્ય કરવાની આજ્ઞા આપવી કે બળજબરીપૂર્વક કામ કરાવવું પણ પ્રેષ્ય પ્રયોગ નામનો અતિચાર છે.
(૩) શબ્દાનુપાત ઃ મર્યાદિત ક્ષેત્રથી બહારની ભૂમિથી સંબંધિત કાર્ય ઉપસ્થિત થવાથી શ્રાવક દ્વારા, મર્યાદિત ભૂમિમાં રહીને કોઈ સાંકેતિક શબ્દથી, ખોંખારો, ટિચકારી વગેરે અવ્યક્ત શબ્દોથી પોતાનો અભિપ્રાય પ્રગટ કરવો, જેથી બીજી વ્યક્તિ તે કાર્ય કરી દે, એવી સ્થિતિમાં શબ્દાનુપાત નામનો અતિચાર લાગે છે.
(૪) રૂપાનુપાત : મર્યાદિત ભૂમિથી બહારનું કોઈ કામ આવી પડવાથી પોતાની આકૃતિ, ઇશારો, અભિનય કે હાથ-પગ વગેરેની ચેષ્ટા દ્વારા સંકેત કરીને બીજી વ્યક્તિને પોતાનો આશય સમજવાનો પ્રયત્ન કરવો રૂપાનુપાત નામનો અતિચાર છે.
(૫) બાહ્ય પુદ્ગલ પ્રક્ષેપ ઃ મર્યાદિત ભૂમિથી બહારનું કામ આવી પડવાથી કાંકરા, ટેકરી વગેરે પદાર્થ મર્યાદિત ભૂમિથી બહાર ફેંકીને બીજાઓને પોતાનો આશય સમજાવવાનો પ્રયત્ન કરવાથી આ અતિચાર લાગે છે.
એ પાંચેય ત્યાં સુધી જ અતિચાર છે, જ્યાં સુધી વ્રતપાલનની અપેક્ષા રાખતાં ભૂલથી અજાણતામાં થઈ જાય. જો એ ચેષ્ટાઓ જાણી જોઈને કરવામાં આવે તો અનાચારની કોટિમાં આવી જાય છે. અનાચારથી વ્રતભંગ થઈ જાય છે. તેથી ખૂબ જ સાવધાનીપૂર્વક આ અતિચારોથી બચવું જોઈએ. ત્યારે દેશાવકાશિક વ્રતમાં નિર્મળતા, નિશ્ચિંતતા આવશે અને વ્રતપાલન કરવાની સંતુષ્ટિ તથા પ્રસન્નતા થશે.
દેશાવકાશિક વૃત
3