SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ન જોઈએ. બીજી વાત એ છે કે બાહ્ય વેદનાના વગર પણ અંતર વેદના થાય છે તે દેખાય છે. એ અંતર વેદનાનું કોઈ ને કોઈ કારણ હોવું જોઈએ. અને કારણ કર્મ જ હોઈ શકે છે. જો બહાર રહેલા કર્મ અંતર વેદના ઉત્પન્ન કરે છે, તો યજ્ઞદત્તનું કર્મ દેવદત્તને પણ વેદના આપે. જો એમ કહેવામાં આવે કે એક જ શરીરમાં કર્મ ક્યારેક અંદર અને ક્યારેક બહાર સંચરણ કરે છે, તો સર્પકંચુકી દૃષ્ટાંત અસંગત રહે છે. સાથે જ કર્મ સંચરણ માનવા પર પણ અંદર અને બહાર કર્મથી વેદના થઈ શકશે. પરંતુ આવું થતું નથી. કારણ કે લાકડીના આઘાતથી અંદર અને બહાર યુગપતુ વેદના થતી જોવાય છે. જો કર્મને શરીરમાં સંચરણશીલ માનવામાં આવે તો તે શ્વાસોચ્છવાસની જેમ ભવાન્તરગામી સિદ્ધ થશે નહિ. કર્મબંધનું કારણ મિથ્યાત્વ વગેરે છે અને તે અધ્યવસાયાત્મક છે અને અધ્યવસાય સમસ્ત જીવગત હોય છે. જેનું કારણ સર્વગત હોય છે તેનું કાર્ય પણ સર્વગત હોય છે. તેથી મિથ્યાત્વ વગેરે કર્મબંધનું કારણ ભૂત કર્મ પણ જીવમાં સર્વત્ર હોવું જોઈએ. ક્ષીર-નીર ન્યાયથી કર્મબંધ માનવાથી તેનાથી વિમુક્ત ન થવાનો દોષ જે બતાવ્યા છે, તે સંગત નથી. કારણ કે માટી અને સોનું પરસ્પરમાં મળેલા રહે છે, પરંતુ વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા એમનું પૃથક્કરણ દેખાય છે. ક્ષીરમાં પણ વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા નીર પૃથક થઈ શકે છે, તેવી રીતે જ્ઞાન અને ચારિત્રની ક્રિયા દ્વારા કર્મને વિમુક્ત કરી શકાય છે. તેથી એ માનવું જોઈએ કે જીવ અને કર્મનો સંબંધ સર્પ-કંચુકીવતુ ન હોઈ ક્ષીર-નીરની જેમ હોય છે. આ પક્ષ આગમસંમત અને તર્કસંગત છે. (૨) પૂર્વ પક્ષમાં કહ્યું છે કે - “પ્રત્યાખ્યાનમાં કાળ અવધિ હોવી ન જોઈએ.” આ કથન ઠીક નથી. કારણ કે પ્રશ્ન થાય છે કે નિરવધિથી શું તાત્પર્ય છે? શું તેનો અર્થ થાવત્ શક્તિ છે અથવા સર્વ ભવિષ્ય કાળ છે અથવા કાળનો અપરિચ્છેદ છે. જો તેનું તાત્પર્ય શક્તિ પર્યત છે, તો તે પણ એક પ્રકારનું પરિણામ જ છે, તો જેનો નિષેધ કરવા ચાલ્યા હતા તેનો જ સ્વીકાર કરવાની આપત્તિ પ્રાપ્ત થાય છે. કારણ કે આનો અર્થ છે કે જેટલા કાળ સુધી શક્તિ છે ત્યાં સુધી સેવન કરીશ. આનાથી પ્રત્યાખ્યાનની અવધિ જ પ્રતીત થાય છે. યથાશક્તિ પ્રત્યાખ્યાન કરવાથી જીવિત અવસ્થામાં પણ ભોગોપસેવામાં પણ દોષ પ્રાપ્ત થતો નથી. જૈનશાસનમાં આ વાત ઈષ્ટ નથી. “આટલી જ મારી શક્તિ છે.' આ રીતનું પ્રત્યાખ્યાન કરવાથી વ્રતભંગના પ્રતિ નિર્ભયતા આવી જાય છે, તો પ્રત્યાખ્યાનનું કોઈ પ્રયોજન રહેતું નથી તથા અતિચાર પ્રાયશ્ચિત્ત અને સર્વવ્રત, પરિપાલનનો નિયમ પણ રહેતો નથી. કારણ કે “યથાશક્તિ” શબ્દના દ્વારા બધી છૂટ પ્રાપ્ત થઈ જાય છે. જો નિરવધિ(અપરિમાણ)થી મતલબ સંપૂર્ણ ભવિષ્ય કાળથી છે, તો જે સાધુ મરીને દેવલોકમાં ગયા તેના પણ વ્રતભંગનો પ્રસંગ આવશે. અથવા સિદ્ધને પણ સંયત માનવો પડશે જ્યારે આગમમાં સિદ્ધ પરમાત્માને “નોસંજય - નોઅસંજય” કહ્યા છે. નરાવધિ પ્રત્યાખ્યાન કરવાથી નવકારસી, પૌરસી, એકાસન, ઉપવાસ વગેરેનો ક્યારે અંત આવતો નથી અર્થાત્ (૫૫૨ . આ જ જિણધમો)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy