SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-શુદ્ધ દાન એ છે, જે દેય વસ્તુ* કલ્પનીયના તપ-સંયમમાં સહાયક તથા વર્ધક હોય. દાતા એ શુદ્ધ કહેવાય છે, જેમાં કોઈ સ્વાર્થ, લોભ, પ્રસિદ્ધિ કે પ્રતિફળની ભાવના ન હોય, જેના હૃદયમાં સાધુ-સંતો પ્રત્યે શ્રદ્ધા ભક્તિ હોય. પાત્ર એ શુદ્ધ છે, જે ઘરબાર-કુટુંબ વગેરેને છોડીને તપ-ત્યાગમય સંયમપૂર્ણ જીવન વ્યતીત કરી રહ્યા હોય તથા સંયમ પાલન માટે જ દાન લેતા હોય. ઉકત રીતિથી ચાર અંગો સહિત સંયમી પુરુષોને દાન આપવા ઉત્કૃષ્ટ સુપાત્રદાન છે. આ પ્રકારના ઉત્કૃષ્ટ સુપાત્રદાનનું મહત્ત્વ જેનાગમોમાં અનેક સ્થળો પર બતાવવામાં આવ્યું છે. “સુખ વિપાક સૂત્ર'માં સુબાહુકુમાર દ્વારા સુમુખ ગાથાપતિના ભવમાં એવા ઉત્કૃષ્ટ સુપાત્રદાન આપવાનો ઉલ્લેખ છે. શ્રી ગૌતમસ્વામી ભગવાન મહાવીરથી પૂછે છે - “ભગવન્! આ સુબાહુકુમાર મને ઇષ્ટ, કાંત, પ્રિય, સૌમ્ય, વલ્લભ અને સુંદર પ્રતીત થાય છે. બીજા મનુષ્યોને પણ એવું જ લાગે છે ! હે પ્રભુ! સુબાહુકુમારને એવી ઋદ્ધિ-સિદ્ધિ, માનવ-સંપત્તિ કેવી રીતે પ્રાપ્ત થઈ ?” ભગવાન મહાવીરે સુબાહુકુમારના પૂર્વજન્મનું વર્ણન કરતાં કહ્યું - “ગૌતમ! સુબાહુકુમારે પોતાના પૂર્વજન્મમાં સુદત નામના અણગારને માસક્ષમણના પારણામાં શુદ્ધ ભાવથી ભક્તિપૂર્વક દાન આપ્યું હતું. એ દ્રવ્ય-શુદ્ધ, દાન-શુદ્ધ અને પાત્ર-શુદ્ધ દાનના ફળસ્વરૂપ સુબાહુકુમારને આશ્ચર્યજનક માનવીય સંપત્તિ પ્રાપ્ત થઈ છે.” * સાધુને યોગ્ય ચોદ પ્રકારનું દાન ઃ (૧) અશન . ખાવામાં આવતાં પદાર્થો, રોટલી વગેરે (૨) પાન પીવાયોગ્ય પદાર્થ, જળ વગેરે. (૩) ખાદિમ - મિષ્ઠાન્ન, મેવા વગેરે સુસ્વાદ પદાર્થ. (૪) સ્વાદિમ - મોઢાની સ્વચ્છતા માટે, લવિંગ-સોપારી વગેરે. (૫) વસ્ત્ર - પહેરવાયોગ્ય વસ્ત્ર. (૬) પાત્ર - કાષ્ઠ, માટી અને તુંમડા(તુંબડા)થી બનેલાં પાત્ર. (૭) કામળો - ઊન વગેરેનો બનેલો કામળો (૮) પાદપ્રોચ્છ- રજોહરણ, ઓઘા. (૯) પીઠે - બેસવા યોગ્ય બાજોટ વગેરે. (૧૦) ફલક - સુવા માટેનો પટ્ટો વગેરે. (૧૧) શય્યા - રોકાવા (રહેવા) માટે મકાન વગેરે. (૧૨) સંથારો - પાથરવા માટે ઘાસ વગેરે. (૧૩) ઔષધ - એક જ વસ્તુથી બનેલી ઔષધિ. (૧૪) ભેષજ - અનેક ચીજોના મિશ્રણથી બનેલી ઔષધિ. ઉપર જે ચૌદ પ્રકારના પદાર્થો બતાવવામાં આવ્યા છે, એમાં પ્રથમના આઠ પદાર્થ તો દાનદાતાથી એકવાર લીધા પછી પાછા નથી આપવામાં આવતા. બાકી છ પદાર્થો એવા છે, જેમને સાધુ પોતાના કામમાં લઈને પાછા પણ આપે છે. (બ્દો છે જ છે જે છે તે છે જે છે તે જિણધમો)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy