SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ કે સમસ્ત દેશ્ય સત્તા અનિત્ય છે, ક્ષણભંગુર છે તથા અનાત્મ છે. એક માત્ર નિર્વાણ જ સાધ્ય છે. બુદ્ધે નિર્વાણને અનેક અવસરો ઉપર અવ્યાકૃત કહ્યો છે અર્થાત્ વિચાર અને વાણી એનું વર્ણન નથી કરી શકાતું. જેમ ગંગા નદીના કિનારે પડેલા રેતના કણોને ગણવું કદી સંભવ નથી, કે સાગરનાં પાણીને માપવું સંભવ નથી, એ જ રીતે નિર્વાણની અગાધતાને માપી નથી શકાતી. બુદ્ધે નિર્વાણના સ્વરૂપના સંબંધમાં કોઈ સ્પષ્ટ મંતવ્ય પ્રસ્તુત નથી કર્યું. ફળ સ્વરૂપ કેટલાક વિદ્વાનોએ નિર્વાણની શૂન્યતાના રૂપમાં વર્ણન કર્યું છે તો કેટલાક વિદ્વાનોએ નિર્વાણને પ્રત્યક્ષ આનંદદાયક બતાવ્યો છે. બૌદ્ધદર્શસંમત નિર્વાણનો અર્થ જો દીવાની જેમ બુઝાઈ જવો છે, અર્થાત્ પોતાના અસ્તિત્વનો ઉચ્છેદ કરી દેવો છે, તો પછી આ કેવી રીતે ઉપાદેય થઈ શકે છે ? કઈ સમજદાર વ્યક્તિ પોતાના જ ઉચ્છેદ માટે પ્રયત્નશીલ થઈ શકે છે ? એકાંત ક્ષણિકવાદી બૌદ્ધદર્શનમાં કોઈ સ્થિર રહેનાર તત્ત્વ છે જ નહિ, તો બંધ-મોક્ષ કોનો થાય ? જે ક્ષણે ચિત્તે બંધ કર્યો છે, એ તો બીજા જ ક્ષણમાં નષ્ટ થઈ જાય છે, તો મુક્તિ માટે પ્રયત્ન કોણ કરશે ? જે બીજા ક્ષણે ચિત્ત પેદા થયું, એણે બંધ કર્યો નથી તો મોક્ષ કેવી રીતે થઈ છે ? આમ, આ ક્ષણિકવાદી દર્શનમાં કૃતકર્મ-પ્રણાશ અને અકૃત-કર્મભોગનો પ્રસંગ પ્રાપ્ત થાય છે તથા બંધમોક્ષની વ્યવસ્થા નથી બની શકતી. આત્માને પરિણામી નિત્ય માનવાથી જ બંધ-મોક્ષની વ્યવસ્થા સંગત થાય છે, અન્યથા નહિ. અવતારવાદી દર્શન : વૈદિક પરંપરામાં તથા બૌદ્ધ સંપ્રદાયમાં મુક્ત જીવનું પુનઃ સંસારમાં આવવું માનવામાં આવ્યું છે. ‘ગીતા’ અનુસાર ઈશ્વર અજ, અનંત અને પરાત્પર થવાથી પણ પોતાની અનંતતાને માયા-શક્તિ દ્વારા સીમિત કરીને શરીર ધારણ કરે છે. ગીતાનો ઈશ્વર અવતાર લે છે એ તેથી અવતાર લે છે કે સૃષ્ટિમાં વ્યાપ્ત અધર્મને દૂર કરીને સૃષ્ટિમાં ધર્મ તથા ન્યાયની સ્થાપના કરી શકે. જ્યારે જ્યારે ધર્મહાનિ થવા લાગે છે, ત્યારે ભગવાન અવતાર લે છે. ‘ગીતા’માં કહ્યું છે - यदा यदा हि धर्मस्थ ग्लानिर्भवति भारत । अभ्युत्थानाय धर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ બૌદ્ધ સંપ્રદાયમાં પણ એવું જ કહેવામાં આવ્યું છે કે - જ્યારે-જ્યારે તીર્થની હાનિ થાય છે, ત્યારે-ત્યારે બુદ્ધનો અવતાર થાય છે.” જૈન-દૃષ્ટિથી આ અવતારવાદનું નિરસન પૂર્વમાં કરવામાં આવ્યું છે. એ અનુસાર કોઈપણ મુક્ત જીવ પછી સંસારમાં નથી આવી શકતો, કારણ કે પુનઃ સંસારમાં આવવાનું કોઈ કારણ ત્યાં શેષ નથી. મુક્ત જીવ સમસ્ત કર્મોનાં બંધનોને તોડી અને રાગ-દ્વેષને સમૂળ નષ્ટ કરીને શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થઈ ચૂક્યો છે. હવે એમાં ન રાગ છે, ન દ્વેષ, એવી સ્થિતિમાં જિણધમાં ૧૦૩૦
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy