SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ બહાચર્ય માટેની સાવધાનીઓ : (૧) આહાર : શ્રાવકે આહાર એવો કરવો જોઈએ જે વિષય-વિકારોને ઉત્તેજિત કરનાર ન હોય. આ વ્રતની સાથે આહારનો ઘનિષ્ઠ સંબંધ છે. આહાર જો સાત્ત્વિક હોય છે તો વિચાર પણ સાત્ત્વિક આવે છે. તામસિક આહાર વિચારોને તામસિક બનાવી દે છે, તેથી શ્રાવક મધ, માંસ, માદક પદાર્થ અને વિષયોને ભડકાવનારી ઔષધીઓનું ક્યારેય સેવન ન કરે. એણે હંમેશાં સાત્ત્વિક ભોજન જ લેવું જોઈએ. (૨) ફેશન : ફેશન સદાચારને નષ્ટ કરનાર ડાકણ છે. એના વશમાં પડેલી વ્યક્તિ સદાચારરૂપી રત્નને ખોઈ બેસે છે. અનેક યુવક અને યુવતીઓ ફેશનના ચક્કરમાં પડીને પોતાના પવિત્ર જીવનને કલંકિત કરી લે છે. તેથી ફેશનને છોડીને જીવનમાં સાદગી અપનાવવી જોઈએ. સાદગી પવિત્રતાની જનની છે. (૩) વિચાર ઃ કામની ઉત્પત્તિ વિચારો અને સંકલ્પોથી થાય છે, તેથી મનમાં ક્યારેય ખોટા (ખરાબ) ભાવ ન લાવવા જોઈએ. ક્યારેય નિષ્ફર અને નકામા ન બેસવું જોઈએ. નકામા બેસી રહેવાથી મનમાં ખરાબ વિચારો ઘર કરી જાય છે, તેથી હંમેશાં કાર્યમાં લાગ્યા રહેવું જોઈએ. મનમાં પવિત્ર વિચાર રાખવા જોઈએ, એવું કરવાથી કામવાસનાનો જન્મ જ નથી થઈ શકતો. (૪) વાતાવરણ : વિષય-વિકારોને ઉત્તેજિત કરનાર વાતાવરણથી દૂર રહેવું જોઈએ. વાતાવરણનો જીવન પર મોટો પ્રભાવ પડે છે, તેથી સ્વસ્થ વાતાવરણમાં રહેવું જોઈએ. (૫) દષ્ટિની પવિત્રતા : કોઈપણ પરસ્ત્રીને ખરાબ ભાવનાથી ન જોવું જોઈએ. સ્વપત્નીને છોડીને બધી સ્ત્રીઓ માતા, બહેન કે પુત્રીની ભાવના રાખવી જોઈએ. કામુકતા હિંસા છે, અપરાધ છે, આત્માને અવનત કરનાર છે. તેથી શ્રાવક એનાથી હંમેશાં બચીને રહે છે. તે સ્વપત્ની સંતોષવ્રત લઈને ઉત્તરોત્તર વાસનાને ઘટાડી પૂર્ણ બ્રહ્મચર્યની તરફ અગ્રેસર થતો જાય છે. આ શ્રાવકનું ચતુર્થ વ્રત છે. ( પરિગ્રહ-પરિમાણ વ્રત પાપ અને સાપ બને જ જગતમાં ભયંકર માનવામાં આવે છે. બંનેથી બચીને ચાલવું વિવેકી મનુષ્ય માટે અનિવાર્ય છે. પ્રભુ મહાવીરે જે મહાપાપોથી બચવા માટે વ્રતોનું વિધાન કર્યું છે, એમાં પાંચમું વ્રત પરિગ્રહથી વિરત થવું બતાવ્યું છે. પરિગ્રહ એક પ્રકારનું પાપ છે, કારણ કે તે મનુષ્યને પતનના ઊંડા ખાડામાં નાખી દે છે. પરિગ્રહ એ ભયંકર ગ્રાહ છે, જેણે સમસ્ત સંસારને ખોટી રીતે પકડી રાખ્યો છે. આ એ બંધન છે, જેનાથી આખી દુનિયા બંધાઈને પરેશાન થઈ રહી છે. આત્મિક શાંતિ અને વિશ્વ શાંતિ માટે આ અત્યંત બાધક અને ઘાતક છે. તેથી જૈન ધર્મે આધ્યાત્મિક અને સામાજિક દૃષ્ટિકોણથી પરિગ્રહને પાપ બતાવીને અપરિગ્રહને વ્રતોમાં સ્થાન આપ્યું છે. [ પરિગ્રહ - પરિમાણ વ્રત છેજે છે તે છે પહ૧૧)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy