SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) પ્રાભૂતિકા : સાધુઓને વિશિષ્ટ આહાર વહોરાવવાની ભાવનાથી વિવાહાદિ પ્રસંગને અથવા મહેમાનોને આગળપાછળ કરવા. જેમ કે - હવે સાધુ નજીક છે, તેથી તેમના પણ ઉપયોગમાં આવી જાય આ ભાવનાથી આગળ નિર્ધારિત વિવાહાદિના ભોજનને પહેલા કરી લેવા સાધુ દૂર છે, તેથી હમણાં નિર્ધારિત ભોજનને આગળ સરકાવવા પ્રાભૃતિકા દોષ છે. (૦) પ્રાદુષ્કરણ : દેય વસ્તુને અંધારામાં હોવાથી અગ્નિ, દીપક, વીજળી વગેરેનું અજવાળું કરી આપવું પ્રાદુષ્કરણ દોષ છે. (૮) ક્રીત : સાધુ માટે ખરીદીને આપવું. (૯) પ્રામિત્ય : સાધુ માટે ઉધાર લાવેલા આહારાદિ આપવા. (૧૦) પરિવર્તિત ? સાધુ માટે અદલાબદલી કરેલી વસ્તુ આપવી. (૧૧) અભિ૯ત : સાધુના નિમિત્ત વસ્તુને અન્યત્ર લઈ જઈ આપવી અથવા સાધુ સામે લઈ જઈને આપવી. (૧૨) ઉભિન્ન : લેપ વગેરે દ્વારા બંધ કરેલી વસ્તુને લેપાદિ ખોલીને દેવા. (૧૩) માલાપહત: ઉપર, નીચે અથવા ત્રાંસી દિશામાં જ્યાં આસાનીથી હાથ પહોંચી ન શકે ત્યાં સીડી વગેરે લગાવીને આહાર આપવો માલાપહત છે. (૧૪) આચ્છધ : નિર્બળ વ્યક્તિ અથવા પોતાના અધીનસ્થ વ્યક્તિથી છીનવી સાધુને આપવી આચ્છેદ્ય દોષ છે. (૧૫) અનિસૃષ્ટ : કોઈ વસ્તુના એકથી વધુ સ્વામી હોવાથી બધાની ઇચ્છા વગર આપવી અનિસૃષ્ટ દોષ છે. (૧૬) અધ્યવપૂરક : સાધુના આગમનને સાંભળી પોતાના નિમિત્ત બનનારી સામગ્રીમાં વધુ સામગ્રી મેળવી દેવી અધ્યવપૂરક દોષ છે. ઉક્ત સોળ દોષ આહારાદિની ઉત્પત્તિથી સંબંધિત છે, અને ગૃહસ્થ દ્વારા લાગે છે. તેથી એષણા સમિતિના આરાધક અને પાલક સાધુના આહારની ગવેષણા કરતા સમયે આ દોષોથી આહાર દૂષિત મળે છે તો ન ગ્રહણ કરવો જોઈએ. જો ઉક્ત ૧૬ દોષોથી રહિત આહાર મળે તો તે સાધુ માટે કલ્પનીય અને ગ્રાહ્ય છે. ઉત્પાદનના ૧૬ દોષ : સાધુને નિમિત્ત લાગતા ઉત્પાદનના ૧૬ દોષ આ પ્રકારે છે : धाई दुई निमित्ते आजीव वणी-मगे तिगिच्छा य । कोहे माणे माया लोभे अ हवन्ति दस एए ॥ पुट्विपच्छा संथव विज्जा भंते य चुण्ण जोगे य । उप्पयणाई. दोसा सोलसमे मूलकम्मे य ॥ (૧) ધાત્રી કર્મ : બાળકને પાંચ પ્રકારના (ક્ષીર, મજ્જન, મંડન, ક્રિીડન અને અંકારોપણ) ધાઈની જેમ ખવડાવી-પીવડાવીને ગોદમાં લઈને રમાડીને આહારાદિ પ્રાપ્ત કરવાથી સાધુને ધાત્રી કર્મ લાગે છે. [ એષણા સમિતિ ) છે. ૯૦૧)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy