________________
अविराहिय संजमासंजमाणं जहण्णेणं सोहम्मे कप्पे, उक्कोसेण अच्चुए कप्पे । विराहिय संजमासंजमेणं जहण्णेणं भुवणवासीसु, उक्कोसेणं जोइसिएसु ।"
- ભગવતી સૂત્ર, ૧/૨/૨૫ પ્રસ્તુત પાઠમાં વિરાધક સાધુને જઘન્ય ભવનવાસીમાં તથા વિરાધક શ્રાવકને જઘન્ય ભવનવાસી અને ઉત્કૃષ્ટ જ્યોતિષ્ક દેવોમાં ઉત્પન્ન થવાનું કહ્યું છે. જો બધા ક્રિયાવાદી એક વૈમાનિક દેવનું જ આયુષ્ય બાંધે છે, તો અહીં વિરાધક શ્રાવકને જઘન્ય ભવનવાસી અને ઉત્કૃષ્ટ જ્યોતિષ્કમાં જવાનું કેમ કહે છે? વિરાધક શ્રાવક ક્રિયાવાદી તો છે જ, તે અક્રિયાવાદી નથી. આનાથી પણ સિદ્ધ થાય છે કે બધા ક્રિયાવાદી મનુષ્ય અને તિર્યંચ માત્ર વૈમાનિકની જ આયુ બાંધતા નથી.
“ભગવતી સૂત્ર” શતક-૮, ૯-૧૦ના મૂળપાઠમાં જઘન્ય જ્ઞાન અને જઘન્ય દર્શન આરાધનનું ફળ જઘન્ય ત્રણ અને ઉત્કૃષ્ટ સાત-આઠ ભવ કરીને મોક્ષ જવાનું બતાવ્યું છે. આનો અભિપ્રાય બતાવતા ટીકાકારોએ લખ્યું છે કે - “અહીં જે જઘન્ય ત્રણ અને ઉત્કૃષ્ટ સાત-આઠ ભવોમાં મોક્ષમાં જવાનું બતાવ્યું છે તે ચારિત્ર આરાધનાથી સંયુક્ત જઘન્ય જ્ઞાન આરાધનાનું ફળ છે. ચારિત્રથી રહિત જઘન્ય જ્ઞાન-દર્શન અને દેશવ્રતના જે આરાધકને ઉત્કૃષ્ટ અસંખ્ય ભવ કરીને મોક્ષમાં જવાનું છે, તે પોતાના અસંખ્ય ભાવોની પૂર્તિ માત્ર મનુષ્ય અને વૈમાનિક ભવોમાં કરી શકતા નથી. કારણ કે વૈમાનિકથી મનુષ્ય અને મનુષ્યથી વૈમાનિકના ભવ લગાતાર સાત-આઠ વખતથી વધુ હોવાનો નિષેધ “ભગવતી સૂત્ર” શતક-૨૪માં કર્યો છે. જ્યારે જઘન્ય જ્ઞાન-દર્શન અને દેશવ્રતના આરાધક વૈમાનિકના અતિરિક્ત બીજા ભવોના આયુ બંધ કરે છે, તો ક્રિયાવાદી મનુષ્ય અને તિર્યંચવૈમાનિકના અતિરિક્ત પણ બીજા ભવની આયુ બાંધે છે. આ સ્વતઃ સિદ્ધ થઈ જાય છે કારણ કે જઘન્ય જ્ઞાન દર્શન અને દેશવ્રતના આરાધક પુરુષ અક્રિયાવાદી નહિ, ક્રિયાવાદી છે. તેથી આ ક્રિયાવાદી મનુષ્ય અને તિર્યંચ માત્ર વૈમાનિક જ આયુ બંધ કરે છે, આવું કહેવું યુક્તિસંગત નથી.
(સપ્ત નિન્દવ)
“આગમ'માં કહેવાયું છે કે –
पयमक्खरं पि एक्कं, जो न रोएई सुत्त निद्दिटुं ।
सेसं रोयंतो वि हु, मिच्छदिट्ठी जमालिव्व ॥ અહંત પરમાત્મા દ્વારા પ્રતિપાદિત આગમોના એક પદ અને એક અક્ષર પર પણ જે વિશ્વાસ કરતા નથી તો બાકીનાં બધાં આગમો પર રુચિ રાખવા છતાં પણ મિથ્યાષ્ટિ જ છે. જેમ કે જમાલિ hડેમાઈ ડે’ સિવાય બધાં આગમો પર વિશ્વાસ રાખતો હતો, તથા ચારિત્ર પણ નિર્મળ પાળતો હતો, તો પણ તે મિથ્યાદેષ્ટિ જ કહેવાયા. કારણ કે વિતરાગ ( સપ્ત નિન્દવ ) ( DO NOT૫૩૩)