SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ स्थाने शमवतां शक्त्या, व्यायाम वृद्धिरंगिनाम् । अयथा बलमारम्भो निदानं क्षय सम्पदः ॥ વ્યાયામ શરીરને પુષ્ટ બનાવનાર હોય છે, પરંતુ તે વ્યાયામ પણ શક્તિ અનુસાર જ કરવો જોઈએ. શક્તિથી બહારનો વ્યાયામ શરીરના ક્ષયનું કારણ બને છે. આ રીતે શક્તિથી બહાર કોઈપણ કામ કરવું આપત્તિને બોલાવવા સમાન છે. માટે ચતુર સગૃહસ્થ બીજાની દેખા-દેખી ન કરીને પોતાની શક્તિને તોલીને જ કોઈ કાર્ય કરે છે. સ્વ-પરના બળાબળને જાણીને કરેલું કાર્ય સફળ થાય છે, અન્યથા અસફળ થાય છે. (૨૪) વૃત્તસ્થ જ્ઞાનીઓના પૂજક : સગૃહસ્થ આચાર-સંપન્ન જ્ઞાનીજનોના પૂજક હોય છે. અનાચારના ત્યાગી અને સમ્યમ્ આચારના પાલક “વૃત્તસ્થ' કહેવાયા છે. એવા સદાચારી જ્ઞાનવૃદ્ધોની પૂજા કરવી, એમની સેવા કરવી, એમને આસન પ્રદાન કરવું, એમના સન્માનમાં ઊભા થઈ જવું વગેરે રીતિથી જ્ઞાનીઓ અને અનુભવીઓને આદર દેવો જોઈએ. ચારિત્ર-સંપન્ન જ્ઞાનીઓની સેવાભક્તિ કરવાથી તે કલ્પતરુની જેમ સદુપદેશરૂપી ફળનું દાન કરે છે. જ્ઞાનીઓની ભક્તિ કરવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે અને હિતાહિતની ઓળખ પ્રાપ્ત થાય છે. (૨૫) પોણ-પોષક : ગૃહસ્થની આ પ્રાથમિક જવાબદારી છે કે તે પોતાના આશ્રિત રહેલા પારિવારિક સભ્યો માતા-પિતા, પત્ની, પુત્ર-પુત્રી, નોકર-નોકરાણી વગેરેને યોગ-ક્ષેમ કરીને પાલન-પોષણ કરે. જે ગૃહસ્થ આ પ્રાથમિક જવાબદારીને સારી રીતે નથી નિભાવતા તે સહસ્થ નથી કહી શકાતા અને ન એવી વ્યક્તિ ધર્મનો યોગ્ય અધિકારી બની શકે છે. આશ્રિતોનું પોષણ કરવું માગનુસારી ગૃહસ્થનો મુખ્ય આચાર છે. (૨૬) દીર્ઘદર્શી ઃ ગૃહસ્થને દીર્ઘદર્શી હોવું જોઈએ. જે ગૃહસ્થ આગળ-પાછળની, દૂરની વાતોને સારી રીતે વિચારી શકે છે તે સફળ ગૃહસ્થ થાય છે. આગળ-પાછળ, દૂરદૃષ્ટિથી જોયા વગર જે કામ કરી નાખે છે, એને પછતાવું પડે છે. તેથી દીર્ઘદર્શી-દૂરદર્શી હોવું, વિચારપૂર્વક કામ કરવું ગૃહસ્થ માટે આવશ્યક હોય છે. અનેક લોકો વગર વિચાર્યું આવેશમાં અચાનક કોઈ કામ કરી બેસે છે, જેનું પરિણામ સારું નથી આવતું. તેથી દીર્ઘદર્શીત્વને માર્ગાનુસારીનો આચાર બતાવવામાં આવ્યો છે. (૨૭) વિશેષજ્ઞ : વસ્તુ-અવસ્તુ કાર્ય-અનાર્ય, હેય-ઉપાદેય, સ્વ અને પર વગેરેમાં અંતર વિવેક કરનાર વિશેષજ્ઞ કહેવાય છે. જેમાં આ વિશેષતા નથી હોતી, તે વિવેકહીન વ્યક્તિ પશુતુલ્ય માનવામાં આવે છે. અથવા ગૃહસ્થને પોતાનાં સારાં-ખોટાં કામોમાં ભાન હોવું જોઈએ. એને એ વિચાર થવો જોઈએ કે એણે આજ શું સારું કે ખરાબ કાર્ય કર્યું છે. આમ, આત્મ નિરીક્ષણ કરવું પણ ગૃહસ્થ માટે ઉન્નતિનું કારણ બને છે. કહ્યું છે - प्रत्यहं प्रत्यवेक्षेत नरश्चरितमात्मनः । किन्नुमे पशुभिस्तुल्यं किन्नु सत्पुरुषैरिति ॥ (૬૬) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 જિણધામો)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy