SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના કેવળજ્ઞાની થવાના ૧૪ વર્ષ પશ્ચાત્ શ્રાવસ્તીમાં જમાલિ નિન્હવ થયા. પ્રભુ મહાવીરના સર્વજ્ઞ થવાના ૧૬ વર્ષ પછી ઋષભપુરમાં તિષ્યગુપ્ત નિન્હવ થયા. પ્રભુ મહાવીરના નિર્વાણના ૨૧૪ વર્ષ બાદ શ્વેતંબિકા નગરીમાં ત્રીજા નિન્તવ આષાઢ થયા. વીર નિર્વાણના ૨૨૦ વર્ષ પશ્ચાત્ મિથિલામાં અશ્વમિત્ર નિન્હેવ થયા. વીર નિર્માણના ૨૨૮ વર્ષ પછી ઉલ્લકા તીર ગંગ નામના નિન્દ્વવ થયા. વીર નિર્વાણના ૫૪૪ વર્ષ પછી પુરમન્તરજ઼િકા નગરીમાં છઠ્ઠો નિન્હેવ ષડુલૂક થયા. વીર નિર્વાણ સંવત ૧૮૪માં દશાપુર નગરમાં સાતમા નિન્દવ ગોષ્ઠામાહિલ થયા. વીર નિર્વાણ સં. ૬૦૯માં ૨થવીરપુરમાં બોટિક નિન્તવ ઉત્પન્ન થયા. જમાલિની બહુરત દૃષ્ટિ : ભરત ક્ષેત્રમાં કુંડલપુર નામનું નગર હતું. ત્યાં જમાલિ નામનો રાજકુમાર હતો. સાંસારિક સંબંધ અનુસાર તે ભગવાન મહાવીરના ભાગિનેય (ભાણેજ) પણ હતા અને જમાઈ પણ. તેની પત્નીનું નામ જ્યેષ્ઠા અપર નામ અનવદ્યા અને પ્રિયદર્શના હતા. જમાલિ રાજકુમારે ૫૦૦ વ્યક્તિઓ સાથે ભગવાન મહાવીરની પાસે દીક્ષા ગ્રહણ કરી. પ્રિયદર્શનાએ પણ એક હજાર સ્ત્રીઓની સાથે દીક્ષા ગ્રહણ કરી. કાળાંતરે અગિયાર અંગ વાંચ્યા બાદ જમાલિએ પ્રભુથી સ્વતંત્ર વિહાર કરવાની આજ્ઞા માંગી. ભગવાન મૌન રહ્યા, એમણે કોઈ ઉત્તર આપ્યો નહિ. પ્રભુની આજ્ઞા વગર જ ૫૦૦ શિષ્યોની સાથે વિચરણ કરતા જમાલિ મુનિ શ્રાવસ્તી નગરીમાં આવ્યા. ત્યાં સંયોગથી જમાલિના શરીરમાં તીવ્ર દાહ જ્વર ઉત્પન્ન થયો. તેમણે શ્રમણોને સંસ્તારક પાથરવાનું કહ્યું. શ્રમણોએ સંસ્થારક પાથરવાના કામનો આરંભ કર્યો. આ બાજુ તીવ્ર દાહ જ્વરથી અભિભૂત થઈને જમાલિએ પુનઃ પૂછ્યું. શય્યા (સંસ્તારક) પાથરી કે નહિ ?'' શ્રમણો અપૂર્ણ પાથરેલી શય્યાને સંસ્કૃતપ્રાયઃ જાણીને કહ્યું કે - “પથરાઈ ગઈ.” ત્યારે તેઓ વેદનાથી વિકલ થઈને સૂવાના માટે આવ્યા અને અર્ધસંસ્કૃત શય્યાને જોઈને ક્રુદ્ધ થયા. તેમને ‘કડમણે કડે’ના સિદ્ધાંતવચન યાદ આવ્યા, અને મિથ્યાત્વ મોહનીયના ઉદયથી તેમણે ભગવાનના એ સિદ્ધાંતને મિથ્યા જાણ્યો. સ્થવિરોએ તેમને ખૂબ સમજાવ્યા, પરંતુ તેઓ માન્યા નહિ, ત્યારે કેટલાક સાધુ તેને આજ્ઞાનો લોપક માનીને તેને છોડીને ભગવાનની પાસે આવી ગયા અને કેટલાક જમાલિ સાથે રહી ગયા. પ્રિયદર્શના સાધ્વી તે સમયે ત્યાં ઢંક નામના શ્રાવક(કુંભાર)ના ઘરે રોકાઈ હતી. જમાલિના અનુરાગના કારણે તે તેમના મતને માનવા લાગી. ઢંકે સમજ્યું કે - ‘આને પણ મિથ્યાત્વનો ઉદય છે.’ કોઈ સમયે અવાડાની અગ્નિમાંથી એક અંગાર લઈને તેણે સ્વાધ્યાય કરતી પ્રિયદર્શના સાધ્વીના સાડીના પાલવ પર રાખી દીધો. ત્યારે તે બોલી - શ્રાવક ! તમે મારી સાડી કેમ બાળી ?” ત્યારે કુંભાર બોલ્યો : “સાડી બળી રહે છે, બળી ક્યાં છે ? જે બળી રહ્યું છે, તે નથી બળ્યું, આ તમારો સિદ્ધાંત છે.” કુંભાર શ્રાવકના આ કથનથી પ્રિયદર્શના સમજી ગઈ અને બોલી - શ્રાવક ! તમે બરાબર સમજાવ્યું. ‘મિચ્છામિ દુક્કડં’ (મારા પાપ નિષ્ફળ થાય - હું તેના માટે પશ્ચાત્તાપ સપ્ત નિહવ ૫૩૫
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy