SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ બાધક ન બને. બીજા ભલે મરે કે જીવે, એને કોઈ મતલબ નથી હોતો. એને બીજાઓનાં સુખ-દુઃખની જરાય પરવા નથી હોતી. રોમન સમ્રાટ નીરો આ પ્રકારની ફૂર વ્યક્તિ હતી. કહેવાય છે કે રોમ સળગી રહ્યું હતું ત્યારે પણ તે પોતાના જ મોજ-શોખમાં લીન હતો. સંગ્રહ બુદ્ધિની પાછળ મૂળ આશય એ રહે છે કે એ સંગૃહીત પદાર્થ વ્યક્તિને સુખ આપે છે. પરંતુ આ ધારણા નિર્મળ અને ભ્રમપૂર્ણ છે. તત્ત્વદર્શી પુરુષોનું ચિંતન અને અનુભવ એનાથી વિપરીત છે. તે તો કહે છે કે – “પરિગ્રહ અનર્થોનું મૂળ છે, અશાંતિનું કારણ છે, દુઃખ રૂપ છે, બંધનરૂપ છે, પાપનું કારણ છે, દુર્ગતિનો હેતુ છે.” એમણે ધન અને પરિગ્રહને અભિશાપ માન્યો છે. કહ્યું છે - "दुःखमेव धन-व्याल विष विध्वस्त चेतसाम् । अर्जने रक्षणे नाशे पुंसां तस्य परिक्षये ॥" ધનરૂપી વિષધરના વિષથી જેમનું ચિત્ત ખરાબ થઈ ગયું છે, એ લોકોને હંમેશાં દુઃખ જ રહે છે. એમને ધનોપાર્જનમાં દુઃખ થાય છે, રક્ષા કરવામાં પણ દુઃખ થાય છે અને ધનનો નાશ કે વ્યયમાં પણ દુઃખ થાય છે. મહાકવિ શેક્સપિયરે કહ્યું છે - “મનુષ્યોના આત્મા માટે સોનું નિકૃષ્ટતમ વિષ છે. આ દુઃખમય વિશ્વમાં ધનનું વિષ અન્ય વિષોની અપેક્ષાએ વધુ મારક અને સંહારક હોય છે.” મહાન દાર્શનિક લૂથરે કહ્યું છે કે - “હે પરમાત્મા! હું તમારો આભારી છું કે જે તમે મને નિર્ધન બનાવવાની કૃપા કરી. એવું ન કરતા તો મને તમારી ઉપસ્થિતિનું ભાન ન થાત.” સંસારના ધનકુબેર હેનરી ફોર્ડે પોતાન, ડાયરીમાં લખ્યું છે - “ધનનો અભિશાપ તો હું આ જ જીવનમાં ભોગવી રહ્યો છું. ધનની અધિકતાના કારણે આખું જીવન અનિયંત્રિત વાસનાઓ અને કામનાઓ વીતવાથી આજ મારી સ્થિતિ એવી થઈ ગઈ છે કે વિપુલ સંપત્તિ હોવા છતાંય મને ચા સિવાય કંઈપણ લેવાનું ડૉક્ટરોએ મનાઈ કરી છે.” અત્યધિક સંગ્રહ કરવાના કારણે અનેક પ્રસંગોમાં વ્યક્તિને જન-આક્રોશનો શિકાર થવું પડે છે. એની જિંદગી અને ધન-સંપત્તિ હંમેશાં સંકટમાં રહે છે. કોઈપણ ક્ષણ તે લૂંટી શકાય છે. રાજ્ય શાસન દ્વારા છીનવી લઈ શકાય છે કે અન્ય રીતે એ વ્યક્તિને એનાથી વંચિત થવું પડે છે અને કેટલીયે વાર એને કારણે પ્રાણ ખોવા પડે છે. તેથી પરિગ્રહને, ધનસંપદાને સુખનું કારણ સમજવું ભ્રમ જ છે. ભગવાન મહાવીર તો સ્પષ્ટ ફરમાવે છે કે - વા તપ ન પમ” - ઉત્તરા, અ-૪,ગા-૫ પ્રમત્ત વ્યક્તિ ધન-સંપદાને ત્રાણ રૂપ-શરણ રૂપ માને છે, પરંતુ તે ધન એના માટે ત્રાણ રૂપ નથી હોતું. તેથી એ માનવું કે ધન કે પરિગ્રહ મનુષ્યને સુખી બનાવે છે, તે બહુ મોટો ભ્રમ છે. જો એવું હોત તો સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકર દેવ ન રાજપાટ, ધન-વૈભવ વગેરે છોડતા કે ન અપરિગ્રહનો ઉપદેશ જ આપતા. [ પરિગ્રહ - પરિમાણ વ્રત છે છે તે છે જે ૧૫]
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy