SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ઉક્ત રીતિથી પૂર્વરત પૂર્વ ક્રિીડિત વિરતિ સમિતિની ભાવનાના પ્રકાશમાં સાધકનો અંતરાત્મા બ્રહ્મચર્યના સંસ્કારોથી સુસંસ્કૃત બનશે અને ત્યારે એનું મન બ્રહ્મચર્ય નિષ્ઠામાં ઓતપ્રોત થઈ જશે, એની ઇન્દ્રિય વિષયોથી વિમુખ થઈ જશે અને તે જિતેન્દ્રિય સાધુ બ્રહ્મચર્યનો સુરક્ષક બની જશે. (૪) પ્રણીતહાર વિરતિ સમિતિ ભાવના બ્રહ્મચર્ય ઉપર જેમ અશ્લીલ વાતાવરણ અને બાહ્ય પદાર્થોનો પ્રભાવ પડે છે એમ જ આહારનો પણ પ્રભાવ પડે છે. અન્ય ઇન્દ્રિયોને જીતવું તો સરળ છે, પરંતુ રસના ઈન્દ્રિયને જીતવી મુશ્કેલ છે. કહ્યું છે - अक्खाण रसणी कम्माण मोहणी तह वयाण बंभं च । गुत्तीण मणगुत्ती चउरो दुक्खेण सिझंति ॥ અર્થાતુ ઇન્દ્રિયોમાં રસના, કમોંમાં મોહનીય, વ્રતોમાં બ્રહ્મચર્ય અને ગુપ્તિઓમાં મનો ગુપ્તિ - આ ચારેયને જીતવું ઘણું મુશ્કેલ હોય છે. ભાગવતું પુરાણમાં પણ કહ્યું છે કે - “નિતં સર્વે રસે નિત્તે” અર્થાત્ સ્વાદને જીતી લેવાથી બધું જીતી લેવાય છે. ઉત્તેજક, તામસી, ચટપટુ, સ્વાદિષ્ટ, ગરિષ્ઠ ભોજન પ્રતિદિન ઠાંસી-ઠાંસીને ખાઈએ અને બ્રહ્મચર્યનું મન-વચન-કાયાથી પૂર્ણતઃ પાલન કરવા માંગીએ, તે દુષ્કર વાત છે. મહર્ષિઓનું અનુભવયુક્ત કથન છે કે - जहा दवग्गी पउरिंधणे वणे, समारूओ नोवसमं उवेइ । एवेन्दियग्गी वि पगामभोइणो, न बंभयारिस्स हियाय कस्सवि ॥ અર્થાત્ - પ્રચુર ઇંધણ(બળતણ)થી યુક્ત વનમાં આગ લાગી હોય અને સાથે હવા આવતી હોય તો જેમ એ આગ ઓલવાતી નથી, એમ જ અતિભોજી કે અતિ વિષયભોગની તરફ ઝૂકેલી વ્યક્તિની ઇન્દ્રિયાગ્નિ પ્રજ્વલિત થવાથી વિષય-રૂપી બળતણ મળતું રહેવાથી ઓલવાતી નથી. સાચે જ વિષયાગ્નિ કોઈના માટે પણ હિતકારી નથી હોતો. સ્વાદિષ્ટ અને ગરિષ્ઠ તથા મસાલેદાર પદાર્થ ખૂબ માત્રામાં ખાવાથી ઇન્દ્રિયો પુષ્ટ થઈને મનને કામવાસનાના ભયાનક (નિર્જન) વનમાં ભટકાવી દે છે. બ્રહ્મચર્યથી પતિત થવા સિવાય સાધકનું ચિત્ત કેટલીય વાર વિક્ષિપ્ત અને વ્યાકુળ પણ થઈ જાય છે. તેથી શાસ્ત્રકાર નિર્દેશ આપે છે કે – “દૂધ, દહીં, ઘી, નવનીત વગેરે ગરિષ્ઠ ખાદ્ય પદાર્થોને વિકૃતિજનક સમજીને અથવા દર્પકારક કે મદકારક સમજીને એમનું સેવન ન કરો, રોજ સેવન ન કરો, દિવસમાં અનેક વાર સેવન ન કરો, વધુ માત્રામાં સેવન ન કરો.' સાધુનો આહાર સંયમયાત્રાના નિર્વાહ હેતુ હોય છે, ન કે સ્વાદ માટે. ગાડીની ધુંસરી (ધરી)માં તેલ આપવા સમાન ઘા ઉપર મલમ લગાવવા સમાન પરિમિત માત્રામાં જ એણે આહાર કરવો (લેવો) જોઈએ. કહ્યું છે - एवमन्भंगणलेवो सगउक्खाण जत्ति ओ होइ । इअ संजम भर वहणट्ठयाए साहूण माहारो ॥ (બ્રહાચર્ય મહાવ્રતો ૮૫૯)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy