________________
(6) પ્રત્યેક બુદ્ધ બોધિત : પ્રત્યેકબોધિત અને બુદ્ધબોધિત બંને સિદ્ધ થાય છે. જે બીજાઓના ઉપદેશ વિના બોધ પ્રાપ્ત કરે છે, તે સ્વયંબુદ્ધ બે પ્રકારના છે - એક તો અરિહંત અને બીજા જે કોઈ બાહ્ય નિમિત્તથી વૈરાગ્ય અને જ્ઞાન પ્રાપ્ત કરે છે. એ બંને પ્રત્યેક બુદ્ધ છે. જે બીજા જ્ઞાનીથી ઉપદેશ ગ્રહણ કરે છે, તે બુદ્ધબોધિત છે. એમાંથી કોઈ તો બીજાને બોધ કરાવનારા હોય છે અને કોઈ આત્મ કલ્યાણ સાધક હોય છે.
(૮) જ્ઞાન : વર્તમાન ભાવથી કેવળજ્ઞાની જ સિદ્ધ થાય છે. ભૂત ભાવથી બે, ત્રણ, ચાર જ્ઞાનવાળા પણ સિદ્ધ થાય છે.
(૯) અવગાહના : જઘન્ય બે હાથ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ જેટલી અવગાહનાથી સિદ્ધ થઈ શકે છે. આ ભૂત દૃષ્ટિથી સમજવું જોઈએ. વર્તમાન દૃષ્ટિથી જે અવગાહનાથી સિદ્ધ થયું હોય, એની બે તૃતીયાંશ અવગાહના હોય છે.
(૧૦) અંતર : કોઈ એક જીવના સિદ્ધ થયા પછી તરત જ જ્યારે બીજો જીવ સિદ્ધ થાય છે, તો એને નિરંતર સિદ્ધ કહે છે. જઘન્ય બે સમય અને ઉત્કૃષ્ટ આઠ સમય સુધી નિરંતર સિદ્ધિ ચાલતી રહે છે. જ્યારે કોઈની સિદ્ધિ પછી અમુક સમય વ્યતીત થઈ જવાથી કોઈ સિદ્ધ થાય છે, ત્યારે તે અંતર સિદ્ધ કહેવાય છે. બંને વચ્ચેની સિદ્ધિનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ મહિના હોય છે.
(૧૧) સંખ્યા : એક સમયમાં જઘન્ય એક અને ઉત્કૃષ્ટ એકસો આઠ સિદ્ધ હોય છે.
(૧૨) અલ્પબદુત્વ : ક્ષેત્ર વગેરે જે વાતોનો વિચાર કરવામાં આવ્યો છે, એમના વિષયમાં સંભાવ્ય ભેદોની પરસ્પરમાં ન્યૂનાધિકતાનો વિચાર કરવો જ અલ્પબદુત્વ છે. જેમ ક્ષેત્રસિદ્ધમાં સંકરણસિદ્ધની અપેક્ષા જન્મસિદ્ધ સંખ્યાત ગુણાધિક હોય છે. ઊર્ધ્વલોક સિદ્ધ સૌથી ઓછા, અપોલોક સિદ્ધ એનાથી સંખ્યાત ગુણ વધુ અને તિર્યકલોક સિદ્ધ એનાથી પણ સંખ્યાત ગુણાધિક હોય છે. સમુદ્રસિદ્ધ સૌથી ઓછી અને દ્વીપસિદ્ધ એમનાથી સંખ્યાત ગુણાધિક હોય છે. આમ, અન્ય કાળ વગેરેને લઈને વિચાર કરવામાં આવ્યો છે. મોક્ષના યોગ્ય અધિકારી : (૧) ભવ્યસિદ્ધિક (૨) બાદર
(૩) ત્રસ (૪) સંશી (૫) પર્યાપ્ત
(૬) વજઋષભનારાયસંહનની (૭) મનુષ્યગતિવાળો (૮) અપ્રમાદી
(૯) ક્ષાયિક સમ્યકત્વી (૧૦) અવેદી . (૧૧) અકષાયી (૧૨) યથાખ્યાતચારિત્રી (૧૩) સ્નાતકનિગ્રંથ (૧૪) પરમ શુક્લલેશ્યાવાળો (૧૫) પંડિત વીર્યવાળો (૧૬) શુક્લધ્યાની (૧૭) કેવળજ્ઞાની (૧૮) કેવળદર્શની અને (૧૯) ચરમશરીરી જીવ મોક્ષના યોગ્ય અધિકારી છે. ( મોક્ષ તત્ત્વઃ એક વિવેચન છે જો
૧૦૨૫