SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ યાવત્કથિત અનશન(ઉપવાસ)ના ત્રણ ભેદ : યાવજ્જીવન અનશન વ્રત ભયંકર ઉપસર્ગ આવવાથી, અસાધ્ય રોગ વગેરેની સ્થિતિમાં તથા મૃત્યુ-કાળ નજીક જાણીને કરવામાં આવે છે. એના ત્રણ ભેદ છે - (૧) ભક્તપ્રત્યાખ્યાન, (૨) ઇંગિતમરણ અને (૩) પાદપોપગમન. ભક્તપ્રત્યાખ્યાન ઃ એમાં જીવનભર માટે ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરવામાં આવે છે. એમાં શરીરની સેવા, ગમનાગમન તથા હલન-ચલન કરી શકાય છે. : ઇંગિતમરણ ઃ એમાં ચારેય પ્રકારના ત્યાગ સાથે નિર્ધારિત સ્થાનમાં ગમનાગમન અને હલન-ચલનનો પણ ત્યાગ કરવામાં આવે છે. એમાં કોઈથી સેવા કરાવી શકાતી નથી. પાદપોપગમન : એમાં ચારેય આહારનો ત્યાગ કરતાં કરતાં બધા પ્રકારના હલનચલનનો પણ ત્યાગ કરી દેવામાં આવે છે. જેમ કપાયેલા વૃક્ષની ડાળીઓ નિશ્ચેષ્ટ જમીન પર પડી રહે છે, એ જ રીતે એમાં હલન-ચલનનો સર્વથા નિષેધ હોવાથી નિશ્ચેષ્ટ રહેવાનું હોય છે. એમાં શરીરની ન તો શુશ્રુષા જ કરવામાં આવે છે અને ન કોઈની સેવા જ લેવામાં આવે છે. આ ત્રણેય પ્રકારના યાવત્કથિત અનશનને ‘સંથારો' પણ કહેવામાં આવે છે. એ ત્રણેય પ્રકારના અનશન નિહારિમ અને અનિહારિમ બંને પ્રકારના હોય છે. જે અનશન ગ્રામ વગેરે વસ્તીમાં અને ઉપાશ્રયમાં કરવામાં આવે છે અને મૃત્યુ પછી શબનો દાહ વગે૨ે સંસ્કાર કરવામાં આવે છે, તે નિહારિમ અનશન છે. જે પર્વતની ગુફાઓમાં કે વનમાં કરવામાં આવે છે તથા જેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવતો નથી, તે અનિહારિમ અનશન છે. ૨. ઉણોદરી તપના વિવિધ ભેદો : આહાર, ઉપધિ અને કષાયને ન્યૂન કરવું ઉણોદરી તપ છે. એના બે ભેદો છે - દ્રવ્ય ઉણોદરી અને ભાવ ઉણોદરી. દ્રવ્ય ઉણોદરી તપ બે પ્રકારનાં છે - ઉપકરણ દ્રવ્ય ઉણોદરી અને ભક્તપાન દ્રવ્ય ઉણોદરી - ઉપકરણ દ્રવ્ય ઉણોદરી ઃ વસ્ર-પાત્ર વગેરે ઉપકરણ ઓછાં રાખવાં ઉપકરણ દ્રવ્ય ઉણોદરી છે. એક વસ્ત્ર, એક પાત્ર અને નિર્દોષ. પ્રીતિકાર અથવા જીર્ણ ઉપકરણ લેવાં. એનાથી મમત્વ ઘટે છે અને વિહારમાં સુવિધા થાય છે. ભક્તપાન દ્રવ્ય ઉણોદરી : આવશ્યકતાથી ઓછો આહાર વગેરે કરવો, ભક્તપાન દ્રવ્ય ઉણોદરી છે. આ અનેક પ્રકારની હોય છે. આઠ કવલ પ્રમાણ આહાર કરવો પૌન ઉણોદરી તપ છે. સોળ કવલ આહાર કરવો. કિંચિત્ ઉણોદરી તપ છે. ૩૨ કવલ આહારને પ્રમાણોપેત આહાર માનવામાં આવ્યો છે. એક કૌર ઓછો આહાર કરવો પણ ઉણોદરી તપ છે. ૩૨ કવલનું વિધાન સ્થૂળ વિધાન છે. પોતાના સાધારણ ખોરાકથી એક કવલ પણ ઓછું ખાનાર પ્રકામ-ભોગી નથી, પણ ઉણોદરી તપ કરનાર માનવામાં આવે છે. ઓછો આહાર કરવાથી પ્રમાદમાં ઘટાડો થાય છે અને શરીર નીરોગ રહે છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ના ૩૦મા તપોમાર્ગ અધ્યયનમાં ઉણોદરી તપ સંબંધમાં એવું વર્ણન કરે છે ઃ ૯૫ જિણધો
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy