SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ પિસ્થસ્થાન માટે કરી શકાય છે. ત્રીજા પિંડસ્થનો અર્થ શરીરપિંડથી છે. એ શરીરપિંડનું સમીક્ષણ ધ્યાનના માધ્યમથી અવલોકન કરવું તથા સાધનાની ભૂમિકા પર આરોહણ કરી આધ્યાત્મિક સાધનામાં અગ્રેસર થવું વગેરે. (૨) પદસ્થ : નાભિમાં સોળ પાંખડીના, હૃદમયાં ચોવીસ પાંખડીના અને મુખ પર આઠ પાંખડીના કમળની સ્થાપના કરવી અને પ્રત્યેક પાંખડી પર અ, આ, વગેરે વર્ણમાલાના અક્ષરોની સ્થાપના કરવી કે પંચ પરમેષ્ઠી મંત્રના અક્ષરોની સ્થાપના કરીને એમનું એકાગ્રતાપૂર્વક ચિંતન કરવું અર્થાત્ પદના આશ્રિત મનને એકાગ્ર કરવું પદસ્થસ્થાન છે. અહીં એ સ્મરણીય છે કે પંચ પરમેષ્ઠી વગેરે પદોની રચનાના માધ્યમથી મનની વૃત્તિને એકાગ્ર કરવાનાં અનેક સાધનોમાંથી આ પણ એક સાધન છે, સાધ્ય નથી. આ પાંખડીઓ તથા પદો વગેરે ઉપર જ જો સાધક ભટકી જાય છે તો લક્ષ્યની સાધના બની શકતી નથી. તેથી પદસ્થધ્યાનને અનેક પાત્રોની યોગ્યતા અનુસાર પદોના માધ્યમથી મનને એકાગ્ર કરતા-કરતા એ પદના અર્થની ઊંડાઈમાં પહોંચીને નિજ (સ્વયં)ના સ્વરૂપને અભિવ્યક્ત કરવાનો દૃષ્ટિકોણ રાખવો યોગ્ય છે. (૩) રૂપસ્થ : સશરીર અરિહંત ભગવંતની શાંત મુદ્રાનું સ્થિર ચિત્તથી ધ્યાન કરવું રૂપસ્થધ્યાન છે. ધ્યાનમાં પણ વીતરાગ દેવના શરીરના અવયવોથી અભિવ્યક્ત થનારી આત્મિક આભાની તરફ એટલે કે જ્યોતિ તરફ વધવા માટે પ્રશાંતતા આવતા જ વીતરાગ દશા જોવા મળે છે, વગેરે ભાવાત્મક સ્થિતિથી ચિંતન રૂપસ્થધ્યાન અંતર્ગત આવે છે. (૪) રૂપાતીત ઃ રૂપ રહિત નિરંજન, નિર્મળ સિદ્ધ ભગવાનનું ધ્યાન કરવું રૂપાતીત ધ્યાન છે. ધર્મધ્યાનના સ્વામી : ધર્મધ્યાનના સ્વામીઓના વિષયમાં શ્વેતાંબર અને દિગંબર પરંપરાઓમાં મૌક્ય નથી. શ્વેતાંબર માન્યતા અનુસાર ધર્મધ્યાન સાતમા ગુણસ્થાનથી લઈને બારમાં ગુણસ્થાન સુધી સંભવ છે. દિગંબર પરંપરા અનુસાર ચોથાથી સાતમાં ગુણસ્થાન સુધી ધર્મધ્યાનની સંભાવના માન્ય છે. તે શ્રેણીના આરંભના પૂર્વ સુધી જ સમ્યગુ દેષ્ટિમાં ધર્મધ્યાન માને છે. શ્રેણીનો આરંભ આઠમા ગુણસ્થાનમાં થાય છે, તેથી સાતમા ગુણસ્થાન સુધી જ ધર્મધ્યાન દિગંબર પરંપરામાં માન્ય છે. શ્વેતાંબર-પરંપરામાં સાતમાથી લઈને બારમા ગુણસ્થાન સુધી ધર્મધ્યાન સંભવ છે. “તત્ત્વાર્થ સૂત્ર'માં પણ ઉપશાંતમોહ અને ક્ષણમોહમાં પણ ધર્મધ્યાન માનવામાં આવ્યું છે. અહીં એ વિશેષ જ્ઞાતવ્ય છે કે દિગંબર અને શ્વેતાંબર પરંપરામાં જે ધર્મધ્યાનના સ્વામીના વિષયમાં મતભેદ ગ્રંથોમાં ઉલ્લેખિત છે, તે મતભેદ અપેક્ષિત દૃષ્ટિબિંદુથી મુખ્ય તથા પ્રધાન ભાવની દૃષ્ટિથી સમજવું જોઈએ. શ્વેતાંબર પરંપરામાં જે ધર્મધ્યાનના સાતમા ગુણસ્થાનથી પ્રારંભ માનવામાં આવ્યા છે, તે પરિપૂર્ણ ધર્મધ્યાનની અપેક્ષાથી લેવું જોઈએ. અન્યથા સામાન્ય રૂપથી આજ્ઞાવિચય વગેરે ધર્મધ્યાનનો પ્રારંભ ચતુર્થ ગુણસ્થાનથી જ થઈ જાય છે. આઠમાંથી બારમા ગુણસ્થાન સુધી જે ધર્મધ્યાનની વાત કહેવામાં (૯૮૦ ના રોજ યોજાનારી જિણવો)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy