SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ जयं चरे जयं चिट्ठे, जयं आसे जयं सए । નયં મુંનંતો, માસન્તો, પાવળાં ન બંધ ॥ દશવૈકાલિક, અધ્યયન-૪, ગાથા ૮ અર્થાત્ - યતનાપૂર્વક સાવધાની સાથે ચાલતા, ઊભાં રહેતાં, બેસતાં, ઊંઘતા, ખાતાં અને બોલતાં જીવ પાપકર્મનો બંધ નથી કરતો. સ્પષ્ટ છે કે આ ક્રિયાઓમાં યોગોની પ્રવૃત્તિ હોવાથી કર્મોનો આસ્રવ થાય છે, પરંતુ શાસ્ત્રકાર ફ૨માવે છે કે - “યતનાપૂર્વક કરવામાં આવ્યાના કારણે આ ક્રિયાઓથી કર્મનો બંધ નથી થતો.' અર્થાત્ યતનાપૂર્વક કરવામાં આવતી ક્રિયાઓથી પ્રાણવધ થઈ જવાથી પણ તે હિંસાની સદોષ શ્રેણીમાં નથી આવતો. કારણ કે પ્રમત્ત યોગ નથી. એના વિપરીત જ્યાં પ્રાણ વ્યપરોપણ ભલે ન હોય, પરંતુ પ્રમત્ત યોગ છે, તો તે હિંસાની સદોષ શ્રેણીમાં આવી જશે. જેમ કોઈ વ્યક્તિ કોઈને મારવા માટે બાણ ચલાવે છે, તે નિશાન ચૂકી જાય છે અને એનો પ્રાણ વ્યપરોપણ નથી થતો. અહીં પ્રાણ વ્યપરોપણ ન હોવા છતાંય પ્રમત્ત યોગ હોવાથી હિંસાનું પાપ એને લાગે જ છે. શાસ્ત્રકથામાં તંદુલ મચ્છનું ઉદાહરણ આવે છે. તંદુલ મચ્છ સમુદ્રમાં રહેનાર હજાર યોજનની અવગાહનાવાળા મચ્છની આંખોની ભ્રમર પર રહે છે. તંદુલ મચ્છ ખૂબ જ નાનો જીવ હોય છે. એ મોટા મચ્છના શ્વાસથી જળ સાથે હજારો માછલીઓ મચ્છ(મગર)ના મુખમાં ખેંચાઈ જાય છે અને ઉચ્છ્વાસ છોડવાથી પાછો નીકળી (જાય) આવે છે. આ દશ્ય જોઈને તંદુલ મચ્છ વિચારે છે કે - જો આ મચ્છના સ્થાને હું હોત અને મારા મુખમાં આટલી માછલીઓ આવી ગઈ હોત તો હું એક પણ માછલીને પાછી નીકળવા ન દેતો, બધાને ખાઈ લેતો.' છતાં તે નાનો જીવ તંદુલ મચ્છ શરીરથી કઈ નથી કરી શકતો, એણે માત્ર હિંસાની ભાવના જ કરી, છતાંય એને સાતમા નરકમાં જઈને અસંખ્ય વર્ષો સુધી દુઃખ ઉઠાવવું પડે છે, કારણ કે એણે પ્રમત્ત યોગથી માનસિક હિંસા કરી. પ્રશ્ન : જો પ્રમત્ત યોગ જ હિંસાની સદોષતાનું મૂળ બીજું છે તો હિંસાની વ્યાખ્યા એટલી જ યાપ્ત હશે કે - ‘પ્રમત્ત યોગ હિંસા છે.' અને જો એવું છે તો આ પ્રશ્ન સ્વાભાવિક જ ઊઠે છે કે પછી હિંસાની વ્યાખ્યામાં પ્રાણ-વ્યપરોપણને સ્થાન કેમ આપવામાં આવ્યું છે ? જવાબ : તાત્ત્વિક રૂપથી તો પ્રમત્ત યોગ જ હિંસા છે, પણ સમુદાય દ્વારા સંપૂર્ણતઃ અને બીજા ઘણાય અંશોમાં એનો ત્યાગ કરવો સંભવ નથી. એના વિપરીત સ્થળ હોવા છતાંય પ્રાણવધનો ત્યાગ સામુદાયિક જીવન હિત માટે વાંછનીય છે અને આ ઘણા અંશોમાં સંભવ પણ છે. પ્રમત્ત યાંગ ન પણ છૂટો હોય પણ સ્થૂલ પ્રાણવધ - વૃવત્તના ઓછા થઈ જવાથી પણ પ્રાયઃ સામુદાયિક જીવનમાં સુખ શાંતિ રહે છે. અહિંસાના વિકાસ ક્રમ અનુસાર 'વ્ર સમુદાયમાં પહેલાં સ્કૂલ પ્રાણનાશનો ત્યાગ અને પછી ધીરે-ધીરે પ્રમત્ત યાંગનો ત્યાગ સંભવ થાય છે. તેથી આધ્યાત્મિક વિકારામાં સહાયક રૂપમાં પ્રમત્ત યોગ રૂપ હિંસાનો ત્યાગ ઇષ્ટ હોવા છતાય સામુદાયિક જીવનની દૃષ્ટિથી હિંસાના સ્વરૂપના અંતગત સ્થૂલ પ્રાણનાશને અવિરતિ (અવ્રત) ૫૫૯
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy