SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય આષાઢનો અવ્યક્તવાદઃ ભગવાન મહાવીરના નિર્વાણના બસો ચૌદ વર્ષ પછી શ્વેતાંબિકા નગરીમાં અવ્યક્ત દૃષ્ટિના પ્રતિપાદક ઉત્પન્ન થયા. આ નગરીમાં આષાઢ નામના આચાર્ય હતા. તેઓ સાધુઓને વાચના પ્રદાન કરતા હતા. સંયોગવશથી તેઓ એક રાત્રિમાં હૃદયરોગથી મરીને સૌધર્મ દેવલોકના નલિની ગુલ્મ વિમાનમાં દેવરૂપથી ઉત્પન્ન થયા. આચાર્યના સ્વર્ગવાસની ઘટના ગચ્છમાં કોઈને જ્ઞાત ન થઈ. અવધિજ્ઞાનથી આ વૃત્તાંત જાણીને આષાઢ દેવ એ શરીરમાં પ્રવિષ્ટ થઈને સાધુઓને જગાડીને શ્રુતના ઉદ્દેશન-સમૂદ્દેશન-અનુજ્ઞા વગેરે કાર્ય કરવા લાગ્યા. દિવ્ય પ્રભાવથી આચાર્ય મહારાજે શીધ્ર જ યોગ વિષયક અધ્યયન પૂર્ણ કરાવી દીધા. જતાં સમયે એમણે સાધુઓને કહ્યું - “તમે મને ક્ષમા કરજો, અસંયતી હોવા છતાં પણ મેં તમને વંદના વગેરે વ્યવહાર કરાવ્યા. હું તો અમુક દિવસે સ્વર્ગવાસી થઈ ગયો હતો. તમારી અનુકંપાના માટે પુનઃ એ શરીરમાં આવ્યો અને તમને યોગપૂર્ણ કરાવ્યા.” આવું કહીને અને ક્ષમાયાચના કરી આચાર્યનો જીવ દેવ પોતાના સ્થાન પર ચાલ્યો ગયો. તદનન્તર એ સાધુઓએ આચાર્યના શરીરને વીસરાયા અને વિચારવા લાગ્યા - “અહો! અમે ઘણા સમય સુધી અસંયતીને વંદન કર્યા. આ રીતે અન્યત્ર પણ શંકા થાય છે કે અમુક સાધુ સંયતી છે કે અસંયતી ? તેથી બધાને વંદન ન કરવા જ શ્રેયસ્કર છે અન્યથા અસંયત વંદન અને મૃષાવાદનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. આ રીતે તે સાધુ મિથ્યાત્વના ઉદયથી અવ્યક્તવાદના પ્રતિપાદક બની ગયા અને પરસ્પર વંદન ન કરવા લાગ્યા.” સ્થવિરોએ એમને સમજાવતા કહ્યું કે - “જો તમને સર્વત્ર સંદેહ થાય છે તો જેણે કહ્યું છે કે - “હુ દેવ છું તેના વિષયમાં સંદેહ કેમ કરતા નથી?” જો કહેવામાં આવે કે દેવે સ્વયં કહ્યું હતું કે - “હું દેવ છું અને અમે તેમનું દેવરૂપ પ્રત્યક્ષ જોયું પણ હતું, તો સંદેહ કેવી રીતે કરાય ?” તો જે આમ કહે છે કે અમે સાધુ છીએ તથા જેમનું સાદુરૂપ પ્રત્યક્ષ જોવાય છે, તેમને વંદન કેમ તમે કરતા નથી? દેવ તો કીડા વગેરેના નિમિત્ત અન્યથા પણ ભાષણ કરી શકે છે, પરંતુ સાધુ તો અસત્યથી સર્વથા વિરત હોય છે. ઉક્ત રીતિથી સ્થવિરો દ્વારા સમજાવવા છતાં પણ તેઓ માન્યા નહિ, અને પોતાના અવ્યક્તવાદની પ્રરૂપણા કરતા હતા. તેઓ વિચરણ કરતા રાજગૃહ નગરમાં આવ્યા. ત્યાં બલભદ્ર નામના રાજા હતા. તેમણે તેમને સમજાવવા માટે એક યુક્તિ પ્રયુક્ત કરી. તેમણે એ સાધુઓને પોતાના ત્યાં બોલાવ્યા અને હાથીના પગની નીચે કચડી નાખવાની આજ્ઞા આપી. તે સાધુ કહેવા લાગ્યા - “રાજનું ! તમે શ્રાવક છો, અમને સાધુઓને કેમ મારો છો?” રાજાએ કહ્યું - “કોણ જાણે છે કે હું શ્રાવક છું કે નહિ? કોણ જાણે કે તમે સાધુ છો કે ચોર ?” એમણે કહ્યું - “નહિ, નહિ, અમે સાધુ જ છીએ.” તેઓ લજ્જિત થયા અને સમ્યગુ માર્ગ પર આવી ગયા. ત્યારે રાજો કહ્યું - “મહારાજ ! ક્ષમા કરજો. તમને સમજાવવા માટે જ મેં આ બધું કર્યું છે.” પ્રતિબદ્ધ થઈને તે સાધુ ગુરુની સમીપ પહોંચ્યા અને આલોચના પ્રતિક્રમણ કરી આરાધક થયા. (૫૪૦) ( જિણધમો)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy