________________
ઉપશમશ્રેણીથી પડનાર જીવ ચાહે પ્રથમ ગુણસ્થાન સુધી જ કેમ ન ચાલ્યો જાય, પણ એની એ પડેલી સ્થિતિ કાયમ નથી રહેતી. ક્યારેક ને ક્યારેક તે બેવડા બળથી અને બેવડી સાવધાનીથી તૈયાર થઈને મોહનો સામનો કરે છે અને ક્ષપકશ્રેણીની યોગ્યતા પ્રાપ્ત કરીને મોહનો સર્વથા ક્ષય કરી નાખે છે.
પરમાત્મભાવનું સ્વરાજ્ય પ્રાપ્ત કરવામાં મુખ્ય બાધક મોહ જ છે. મોહનો સર્વથા નાશ થતાં જ અન્ય જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય રૂપ ઘાતિકર્મ એ જ રીતે નષ્ટ થઈ જાય છે, જેમ પ્રધાન સેનાપતિના માર્યા જવાથી સૈનિક ભાગી જાય છે. ઘાતિકર્મોના નષ્ટ થતાં જ આત્મા પરમાત્મભાવનું પૂર્ણ આધ્યાત્મિક સ્વરાજ્ય મેળવીને નિરતિશય કેવળજ્ઞાન, કેવળદર્શન, યથાખ્યાતચારિત્ર તથા અનિર્વચનીય સહજ આનંદને પ્રાપ્ત કરી લે છે. જેમ પૂર્ણિમાની રાતમાં નિરભ્ર ચંદ્રની સંપૂર્ણ કલાઓ પ્રકાશમાન થાય છે, એમ જ એ સમયે આત્માની ચેતના વગેરે બધી મુખ્ય શકિતઓ પૂર્ણ વિકસિત થઈ જાય છે. એ સયોગી કેવળીગુણસ્થાન નામના તેરમા ગુણસ્થાનની ભૂમિકા છે.
આ ગુણસ્થાનમાં ચિરકાળ સુધી રહ્યા પછી આત્મા દગ્ધરજુની સમાન શેષ અઘાતિકર્મોને ઉડાવીને ફેંકી દેવા માટે સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી શુધ્યાન રૂપ પવનનો આશ્રય લઈને માનસિક, વાચિક અને કાયિક વ્યાપારોને સર્વથા રોકી દે છે. એ જ આધ્યાત્મિક વિકાસની પરાકાષ્ઠારૂપ ચૌદમું ગુણસ્થાન છે. એમાં આત્મા સમુચ્છિન્ન-ક્રિયા-અપ્રતિપાતી શુક્લધ્યાન દ્વારા સુમેરુની જેમ નિષ્પકંપ સ્થિતિ પ્રાપ્ત કરીને અંતમાં શરીરને છોડીને લોકોત્તર મોક્ષસ્થાનને પ્રાપ્ત કરી લે છે. એ જ પૂર્ણ કૃતકૃત્યતા છે, એ જ પરમ પુરુષાર્થની અંતિમ સિદ્ધિ છે. કેવળી સમુદ્યાત :
તેરમા ગુણસ્થાનવર્તીિ કેવળીઓમાં ક્યારેક-ક્યારેક એવી સ્થિતિ થાય છે, જ્યારે આયુષ્ય કર્મના દલિક તો થોડા રહી જાય છે અને શેષ વેદનીય-નામ-ગોત્રના દલિક વિશેષમાત્રામાં હોય છે. એવી સ્થિતિમાં એ કર્મોને સમ સ્થિતિમાં લાવવા માટે આત્માને વિશેષ પ્રયત્ન કરવો પડે છે. આ વિશેષ પ્રયત્નની પ્રક્રિયાને જૈન સિદ્ધાંતમાં સમુદ્રઘાત કહેવામાં આવે છે. સમુદ્દઘાતનો અર્થ છે પ્રબળતાની સાથે દલિકોના ઘાત કરવા.
આ સમુઠ્ઠાતની પ્રક્રિયામાં આઠ સમય લાગે છે. પ્રથમ સમયમાં કેવળી આત્મપ્રદેશોને દંડાકાર ફેલાવે છે. ભારેપણામાં સ્વશરીરપ્રમાણ અને લંબાઈમાં લોકાંત પર્યત આત્મ-પ્રદેશોને ફેલાવવાનું કામ પ્રથમ સમયમાં થાય છે. બીજા સમયમાં આત્મપ્રદેશોને પૂર્વ-પશ્ચિમ અથવા ઉત્તર-દક્ષિણમાં કપાટાકારમાં ફેલાવે છે. ત્રીજા સમયમાં ચારેય દિશાઓમાં મંથાનાકારમાં આત્મપ્રદેશોને ફેલાવે છે. ચોથા સમયમાં અંતરાલોને આત્મપ્રદેશોથી ભરી દે છે. આમ, આત્મા સર્વલોકવ્યાપી બની જાય છે. કારણ કે લોકાકાશ અને જીવના પ્રદેશો બરાબર છે ૧૦૨૦ની જ છે, તે જ રીતે જિણધો]