________________
સિદ્ધોની સુખ રાશિને સન્રદ્ધાથી ગુણ્યા કરવામાં આવે અને પછી એનો વર્ગમૂળ કાઢવામાં આવે, એ પ્રાપ્ત રાશિનું પુનઃ વર્ગમૂળ કાઢવામાં આવે - આમ અનંતવાર વર્ગમૂળ કાઢવાથી જે રાશિ પ્રાપ્ત થાય છે, તે પણ આખા આકાશમાં સમાઈ શકતી નથી.
ઉક્ત રીતિથી સિદ્ધ જીવોના સુખને બતાવનારી કોઈ ઉપમા નથી. તે સુખ અનુપમેય અને અનુભવ વેદ્ય જ છે. છતાં ભૂલદષ્ટિએ લૌકિક ઉદાહરણ દ્વારા એને સમજાવવામાં આવ્યા છે કે કોઈ વ્યક્તિ સર્વકામગુણિત (સ્વાદિષ્ટ) ભોજન કરીને ભૂખ-તરસની વેદનાથી રહિત થઈને અમૃતથી તૃપ્ત બનીને નિરાકુળ શાંતિનો અનુભવ કરે છે, એ જ રીતે મુક્ત જીવ સદાકાળ તૃપ્ત થઈને અતુલનીય નિર્વાણ-સુખનો શાશ્વત રૂપથી અનુભવ કરે છે.
તે મુક્ત જીવ અનુપમ અને અવ્યાબાધ સુખસાગરમાં લીન થઈને શાશ્વતકાળ સુધી મોક્ષમાં બિરાજમાન રહે છે.
આમ, જૈન સિદ્ધાંત અનુસાર મુક્તાત્મા જીવઘન, જ્ઞાનઘન અને આનંદઘન છે. તે સત્, ચિત્ અને આનંદમય છે. સચ્ચિદાનંદમય મુક્તિને પ્રાપ્ત કરવું એ જ મુમુક્ષુઓનો સાધ્ય અને આરાધ્ય છે. અન્ય દર્શનોની દષ્ટિમાં મોક્ષ :
મોક્ષ ભારતીય દર્શનનું કેન્દ્રબિંદુ છે. ભારતીય દર્શનની જો કોઈ મહત્ત્વપૂર્ણ વિશેષતા છે, જે એને પાશ્ચાત્ય દર્શનથી પૃથક (અલગ) કરે છે, તો એ મોક્ષનું ચિંતન કે પુરુષાર્થ ચતુષ્ટયમાં મોક્ષને પ્રમુખ સ્થાન આપવામાં આવ્યું છે. ધર્મ સાધન છે તો મોક્ષ સાધ્ય છે. ભારતીય વિચારધારાનો એક મહત્ત્વપૂર્ણ શબ્દ મોક્ષ છે. એને કેન્દ્રબિંદુ માનીને ભારતીય દર્શન ફૂલે-ફાલે છે.
ન્યાય-વૈશેષિક દર્શન : વૈશેષિક-દર્શનના પ્રણેતા કણાદ અને ન્યાયદર્શનના પ્રણેતા અક્ષપાદ થયા છે. એમની દૃષ્ટિમાં આત્માઓ અનેક છે, જેટલાં શરીર છે એટલા આત્માઓ છે. જો એક જ આત્મા હોત તો આપણે વિરાટ વિશ્વમાં જે વિચિત્રતા તથા વિભિન્નતાઓ જોઈએ છીએ, તે નથી થઈ શકતી. મોક્ષનું સ્વરૂપ બતાવતા તેઓ કહે છે -
માન્તિી દુઃનિવૃત્તિ મોક્ષ” દુઃખોની આત્યંતિક નિવૃત્તિ જ મોક્ષ છે. તે દુઃખોનો એવો નાશ છે કે ભવિષ્યમાં એમના હોવાની સંભાવના નથી રહેતી. એની પર ભાષ્ય કરતાં વાત્સ્યાયન લખે છે કે – “જ્યારે તત્ત્વજ્ઞાન દ્વારા મિથ્યા જ્ઞાન નષ્ટ થઈ જાય છે, ત્યારે એના પરિણામસ્વરૂપ બધા દોષો દૂર થઈ જાય છે. દોષો નષ્ટ થવાથી કર્મ કરવાની પ્રવૃત્તિ પણ સમાપ્ત થઈ જાય છે. કર્મપ્રવૃત્તિ સમાપ્ત થઈ જવાથી જન્મ-મરણ ચક્ર થંભી જાય છે અને દુ:ખોની આત્યંતિકી નિવૃત્તિ થઈ જાય છે. મોક્ષમાં બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, પુણ્ય, પાપ અને સંસ્કાર - આ દૂ મોક્ષ તત્ત્વ એક વિવેચન) છે જે છે