Book Title: Jina Dhammo Part 02
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 525
________________ નવ ગુણોનો આત્યંતિક ઉચ્છેદ થઈ જાય છે. મોક્ષ તેથી ઉપાદેય છે કે એમાં કોઈપણ પ્રકારનું દુઃખ કે એનાં કારણોનું અસ્તિત્વ નથી. સાધક અનિષ્ટના પરિહાર માટે પ્રયત્ન કરે છે. અનિષ્ટનો પરિહાર થઈ જવો જ સુખ મોક્ષની સ્થિતિમાં ભાવાત્મક ચૈતન્ય કે આનંદ નથી થતો. ત્યાં જ્ઞાન અને સુખથી રહિત શુદ્ધ દ્રવ્ય રૂપથી આત્મ તત્ત્વની અવસ્થિતિ છે.” ઉક્ત વૈશેષિક-ન્યાયદર્શન અનુસાર “ર સંવિલાનથી ર વિતઃ” મોક્ષમાં ન તો જ્ઞાન છે અને ન સુખ છે. પરંતુ અન્ય વૈદિક અને જૈનદર્શનકારોનું ચિંતન એનાથી સર્વથા અલગ છે. તે જ્ઞાન અને સુખને આત્માનો આગંતુક ગુણ નથી માનતા, પણ સહજ ગુણ માને છે. તેથી મોક્ષમાં જ્ઞાન અને સુખનો નાશ નથી થતો, તેથી એ બંને ગુણો પોતાના સહજ રૂપમાં આત્માના (બન્યા) રહે છે. જો મોક્ષમાં જ્ઞાન અને સુખ જ નષ્ટ થઈ જાય છે, તો પછી કઈ વ્યક્તિ પોતાને પાષાણ-તુલ્ય અચેતન અને આનંદ રહિત બનાવવાનો પ્રયત્ન કરશે? એની અપેક્ષાથી તો સાંસારિક સ્થિતિ સારી છે, જ્યાં ક્યારેક-ક્યારેક સુખ મળે છે. મોક્ષમાં તો સુખનો પૂર્ણ અભાવ છે. ન્યાય-વૈશેષિકોની આ માન્યતાનો ઉપહાસ પણ કરવામાં આવ્યો છે. वरं वृन्दावने रम्ये, क्रोष्दृत्वेमभिवाचिंछतुम् । न तु वौशेषिकी मुक्तिं, गौतमो गन्तुमिच्छति ॥ વૃંદાવનમાં શિયાળ બની રહેવું સારું છે, પરંતુ વૈશેષિક માન્ય મુક્તિમાં જવું સારું નથી. જ્ઞાન અને સુખથી રહિત મોક્ષની કલ્પના કરવી યુક્તિસંગત નથી. આત્માના મૌલિક ગુણો જ્ઞાન તથા સુખ છે. મૌલિક ગુણનો નાશ થાવથી આત્માના જ નાશનો પ્રસંગ પ્રાપ્ત થશે. જ્ઞાનથી રહિત આત્મા કે આત્માથી રહિત જ્ઞાનની અવસ્થિતિ ક્યારેય નથી હોતી. જૈન દૃષ્ટિ અનુસાર મોક્ષમાં જ્ઞાન અને સુખની પરાકાષ્ઠા થઈ જાય છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય - એ અનંત ચતુષ્ટય જ તો મોક્ષને ઉપાદેય બનાવે છે. સાંખ્ય-ચોગદર્શનઃ સાંખ્ય પુરુષ અને પ્રકૃતિના દૈતનું પ્રતિપાદન કરે છે. પ્રકૃતિ અને પુરુષ, એ બંને એક બીજાથી પૂર્ણ રૂપમાં અલગ છે. સત્ત્વ, રજ અને તમ - આ ત્રણેયની સામ્યવસ્થાનું નામ પ્રકૃતિ છે. પ્રકૃતિ જ્યારે પુરુષના સાંનિધ્યમાં આવે છે તો એ સામ્યાવસ્થામાં વિકાર ઉત્પન્ન થાય છે. સંસારના બધા જડ પદાર્થો પ્રકૃતિથી ઉત્પન્ન થાય છે, પરંતુ પ્રકૃતિ સ્વયં કોઈનાથી ઉત્પન્ન નથી થતી. પુરુષ ન કોઈને ઉત્પન્ન કરે છે અને ન તે કોઈથી ઉત્પન્ન થાય છે. પુરુષ અપરિણામી, અખંડ અને ચેતનામય છે. બંધ અને મોક્ષ પુરુષનો નથી હોતો, વસ્તુતઃ એ બંને અવસ્થાઓ પ્રકૃતિની છે. આ અવસ્થાઓનો પુરુષમાં ઉપચાર કરવામાં આવે છે. જેમ અનંતાકાશમાં ઊડતા પક્ષીનું પ્રતિબિંબ જળમાં પડે છે, જળમાં તે જોવા મળે છે, પરંતુ તે માત્ર પ્રતિબિંબ છે. એમ જ પ્રકૃતિના બંધ-મોક્ષ પુરુષમાં પ્રતિબિંબિત થાય છે. ૧૦૨૮) છે જિણધમો)

Loading...

Page Navigation
1 ... 523 524 525 526 527 528 529 530