Book Title: Jina Dhammo Part 02
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 530
________________ S: ERRO વિશ્વશાંતિ માટે આચાર્ય શ્રી નાનેશની અમૂલ્ય દેણ સમતા દર્શન સમતા સિદ્ધાંતદર્શન - માનવની સમસ્ત આંતરિક ગ્રંથિઓનું વિમોચન કરતાં સમ્યક્ લક્ષ્યને ઉજાગર કરે છે. | સમતા જીવનદર્શન - સમસ્ત માનવોના ગુણ-કર્મ અનુસાર વર્ગીકરણ કરતાં સમતા સમાજનાં સર્જનમાં ભાવાત્મક એકતા પ્રતિષ્ઠાપિત કરે છે. સમતા આત્મદર્શન - અહંતા અને મમતાના ઉભારને પ્રશમિત અને સંશોધિત કરતાં આત્મરૂપને વિકસિત કરે છે. સમતા પરમાત્મદર્શન - આત્માના સર્વાગી સંપરિપૂર્ણ પરમાત્મરૂપ ચરમ વિકાસને ઉલ્કાસિત કરે છે. સમતા સમાજ-રચના વ્યક્તિ, પરિવાર, સમાજ અને વિશ્વમાં સ્થાયી શાંતિનો સંચાર ત્યારે સંભવ છે જ્યારે માનવ સમતા સિદ્ધાંતને પોતાના જીવનમાં સાકાર રૂપ આપે. બધા આત્માઓનો સમાન રૂપથી અસ્તિત્વ સ્વીકાર કરવાથી વિચારોમાં સમરસતા આવે છે. વિચારોના પૂર્ણ સમતામય બનવાથી ઉચ્ચારવાણીમાં સમતા અવશ્યમેવ આવશે. વાણીની સમરસતાની સાથે સાથે આચરણના દરેક વળાંક પર સમતામયી સ્થિતિ બનવાથી વ્યક્તિ સમતામય બનશે. વ્યક્તિના સમતામય બનવાથી વ્યક્તિઓના સમૂહરૂપ સમાજમાં સમતા વ્યાપ્ત થશે. જે “સમતા સમાજ-રચના” કહેવાશે. આ જ વિશ્વશાંતિનો અમોઘ ઉપક્રમ છે.

Loading...

Page Navigation
1 ... 528 529 530