________________
(૯) અલ્પબદુત્વહાર ઃ સૌથી ઓછો નપુંસક સિદ્ધ એનાથી સંખ્યાતગુણા સ્ત્રી સિદ્ધ અને એનાથી સંખ્યાતગુણા પુરુષ સિદ્ધ. એક સમયમાં નપુંસક ૧૦, સ્ત્રી ૨૦ અને પુરુષ ૧૦૮ સિદ્ધ થઈ શકે છે.
અન્ય વિવેક્ષાથી, ૧૨ તારોથી સિદ્ધ જીવની વિવેચના કરવામાં આવે છે. તે આ પ્રમાણે છેઃ (૧) ક્ષેત્રે (૨) કાળ (૩) ગતિ
(૪) લિંગ (૫) તીર્થ (૬) ચારિત્ર (૭) પ્રત્યેક બુદ્ધ બોધિત (૮) જ્ઞાન (૯) અવગાહના (૧૦) અંતર (૧૧) સંખ્યા અને (૧૨) અલ્પબદુત્વ.
જો કે બધા સિદ્ધ જીવોમાં ગતિ, લિંગ વગેરે સાંસારિક ભાવોના ન રહેવાથી કોઈ વિશેષ ભેદ નથી રહેતો, છતાં ભૂતકાળની દૃષ્ટિથી એમાં ભેદનો વિચાર કરી શકાય છે. અહીં ક્ષેત્ર વગેરે જે બાર વાતોથી વિચાર કરવામાં આવે છે, એમાંથી પ્રત્યેક વિષયમાં યથાસંભવ ભૂત અને વર્તમાન દૃષ્ટિ લગાવી દેવી જોઈએ.
(૧) ક્ષેત્ર : વર્તમાન ભાવની દૃષ્ટિથી બધા મુક્ત જીવોને સિદ્ધ થવાનું સ્થાન એક જ સિદ્ધ ક્ષેત્ર છે. અર્થાત્ આત્મપ્રદેશ કે આકાશપ્રદેશ છે. ભૂત ભાવની દૃષ્ટિથી જન્માપેક્ષયા પંદર કર્મભૂમિઓથી સિદ્ધ થાય છે અને સંહરણની અપેક્ષાથી સમગ્ર મનુષ્યક્ષેત્રથી સિદ્ધ થઈ શકે છે.
(૨) કાળ : વર્તમાન ભાવથી સિદ્ધ થવાનું કોઈ લૌકિક કાળચક્ર નથી, કારણ કે એક જ સમયમાં સિદ્ધ થાય છે. ભૂત ભાવથી અવસર્પિણી, ઉત્સર્પિણી, અનવસર્પિણી, અનુત્સર્પિણીમાં જન્મેલ જીવ સિદ્ધ થાય છે. સંહરણની અપેક્ષા પણ બધા કાળોમાં સિદ્ધ થાય છે.
(૩) ગતિ : વર્તમાન ભાવથી સિદ્ધગતિમાં જ સિદ્ધ થાય છે. ભૂત ભાવથી અંતિમ ભવને લઈને વિચાર કરીએ તો મનુષ્યગતિથી સિદ્ધ થાય છે અને જો પૂર્વના ભવોને લઈને વિચાર કરીએ તો ચારેય ગતિઓથી સિદ્ધ થાય છે.
(૪) લિંગ: વર્તમાનભાવથી અવેદી જ સિદ્ધ થાય છે. ભૂત ભાવથી સ્ત્રી, પુરુષ, નપુંસક - આ ત્રણેય વેદોથી સિદ્ધ થઈ શકે છે. જ્યારે લિંગનો અર્થ વેશ કરે છે તો વર્તમાન દષ્ટિથી વેશરહિતતાથી સિદ્ધ થાય છે. ભૂત દૃષ્ટિથી સ્વલિંગ (જૈન લિંગ), પરલિંગ અને ગૃહસ્થલિંગ - આ ત્રણેયથી સિદ્ધ થાય છે.
(૫) તીર્થ : કોઈ તીર્થકર રૂપમાં અને કોઈ અતીર્થકર રૂપમાં સિદ્ધ થાય છે. અતીર્થકરમાં કોઈ તીર્થપ્રવર્તિત હોય, ત્યારે થાય છે અને કોઈ તીર્થ પ્રવર્તિત ન હોય, ત્યારે પણ થાય છે.
() ચારિત્રઃ વર્તમાન દૃષ્ટિથી સિદ્ધ જીવ ક્ષાયિક* ચારિત્રી જ હોય છે. ભૂત દૃષ્ટિથી જો અંતિમ સમયને લઈએ તો યથાવાતચારિત્રી સિદ્ધ થાય છે. એના પૂર્વના સમયને લઈએ તો પાંચેય ચારિત્રોથી સિદ્ધ થાય છે.
* તેરમા ગુણસ્થાનમાં પ્રગટ થયેલા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર તથા અનંત વીર્યરૂપ શક્તિઓ સિદ્ધોમાં પણ યથાવત્ રહે છે. [૧૦૨)
છે જો આ જિણધમો)