________________
સિદ્ધશિલા :
સર્વાર્થસિદ્ધ વિમાનની સૌથી ઉપરની ચૂલિકાના અગ્રભાગથી ૧૨ યોજન (જોજન) ઉપર સિદ્ધશિલા અવસ્થિત છે. આને ઈષપ્રાભાર પૃથ્વી પણ કહેવામાં આવે છે. એનાં આઠ નામો આ પ્રમાણે કહેવામાં આવ્યાં છે :
(૧) ઈલતુ (૨) ઈષપ્રાભાર, (૩) તન્વી, (૪) તનુતન્વી, (૫) સિદ્ધિ, (૨) સિદ્ધાલય, (૭) મુક્તિ અને (૮) મુક્તાલય.
રત્નપ્રભા વગેરે સાત પૃથ્વીઓની અપેક્ષા આ પૃથ્વી નાની છે, તેથી આને ઈષતુ કહેવામાં આવે છે. અન્ય પૃથ્વીઓની અપેક્ષા આની ઊંચાઈ થોડી (ઓછી) છે, તેથી આને ઈષપ્રાભાર કહેવામાં આવે છે. બાકી પૃથ્વીઓથી પાતળી હોવાના કારણે આને તન્વી કહેવામાં આવે છે. મક્ષિકાની પાંખથી પણ પાતળો ચરમ ભાગ હોવાથી આને તનુતન્વી કહેવામાં આવે છે. સિદ્ધક્ષેત્રની નજીક હોવાથી એનું નામ સિદ્ધિ છે, અથવા અહીં આવીને જીવો કૃતકૃત્ય થઈ જાય છે, તેથી આને સિદ્ધિ કહે છે. સિદ્ધોનું સ્થાન હોવાથી સિદ્ધાલય છે. કર્મોથી મુક્ત જીવોનું સ્થાન હોવાથી મુક્તિ અને મુક્તાલય કહેવામાં આવે છે.
મનુષ્યક્ષેત્રની લંબાઈ-પહોળાઈની જેમ સિદ્ધશિલાની લંબાઈ-પહોળાઈ પણ ૪૫ લાખ યોજન છે. આનું પરિક્ષેત્ર એક કરોડ, બેંતાલીસ લાખ, ત્રીસ હજાર, બસો ઓગણપચાસ યોજન વિશેષાધિક છે. એની મધ્ય ભાગમાં આઠ યોજન ભારે ક્ષેત્ર છે. એની આગળ આ પૃથ્વીની જાડાઈ ક્રમશઃ પ્રતિયોજન અંગુલ-પૃથત્વ ઓછું થતું-થતું ચરમ ભાગમાં માખીની પાંખથી પણ ઓછી રહી જાય છે.આ પૃથ્વી ઉત્તાન છત્રના આકારમાં સ્થિત છે. એનો વર્ણ શંખ, ચંદ્રમા, ગોક્ષીર, કુંદનું પુષ્પ (ફૂલ) વગેરેથી પણ અનેકગણું શ્વેત (સફેદ) છે, એ સ્ફટિક રત્નમયી છે. આ પૃત્વીની એક યોજન ઉપર લોકનો અંત થાય છે. આ યોજનના ઉપરના કોસના છઠ્ઠા ભાગમાં જે ૩૩૩ ધનુષ અને ૩૨ અંગુલ પરિમાણ છે, સિદ્ધ ભગવાન બિરાજે છે. અવગાહના :
ભવના ચરમ સમયમાં શરીરનો ત્યાગ કરીને મુક્ત જીવ મોક્ષમાં ચાલ્યો જાય છે. ત્યાં શરીરનો અભાવ હોય છે, તેથી સ્થૂળ દૃષ્ટિથી ન તો ત્યાં કોઈ સંસ્થાન જ હોય છે અને ન અવગાહના જ, પરંતુ આત્મપ્રદેશોની અવસ્થિતિના કારણે સિદ્ધોમાં અવગાહના માનવામાં આવી છે તથા “ લ્ય સંસ્થાન પણ માનવામાં આવે છે. “ હલ્થ-” છે. અર્થાત્ જેને કોઈ નિયમ આકારના રૂપમાં નથી કહી શકાતો એ સ્થિ ’ છે અર્થાત્ મુક્તજીવ ન નાનો છે, ન લાંબો છે, ન પહોળો છે, ન ગોળ છે, ન ત્રિકોણ છે, ન ચોરસ છે. એવું નથી કે - “તિ નેતિ' કહીને જ એને બતાવી શકાય છે, તેથી એને
ત્થ' કહેવામાં આવ્યો છે. ચરમ અવસ્થામાં જે સંસ્થાનથી મુક્તિ પ્રાપ્ત કરી છે, એ જ સંસ્થાનમાં આત્મપ્રદેશ સ્થિત હોય છે. બતાવવામાં આવ્યું છે કે ચરમ ભવમાં જે ૧૦૨))(2, 00, 00, 000 જિણધર્મો