________________
પર ગાઢતર અને કોઈ પર એનાથી પણ ઓછી છાયા હોય છે. ગિરિ-નદી-પાષાણ ન્યાયથી જાણ્યે-અજાણ્યે જ્યારે જીવ પર મોહનો પ્રભાવ ઓછો થવા લાગે છે, ત્યારે એ વિકાસની તરફ અગ્રેસર થઈ જાય છે અને તીવ્રતમ રાગ-દ્વેષને થોડો ઓછો કરતાં મોહની પ્રથમ શક્તિ દર્શનમોહને છિન્ન-ભિન્ન કરવા યોગ્ય આત્મબળ પ્રગટ કરી લે છે. આ સ્થિતિને ગ્રંથિભેદ' કહેવામાં આવે છે.
ગ્રંથિભેદનું કાર્ય ખૂબ વિષમ છે. રાગ-દ્વેષની તીવ્રતમ વિષ-ગ્રંથિ એક વાર શિથિલ તથા છિન્ન-ભિન્ન થઈ જાય તો પછી બેડો પાર જ સમજવો જોઈએ. કારણ કે એની પછી દર્શનમોહને શિથિલ થવામાં વાર નથી લાગતી, દર્શનમોહ શિથિલ થવાથી ચારિત્રમોહની શિથિલતાનો માર્ગ સ્વયંસેવ ખૂલી જાય છે. એક તરફ રાગ-દ્વેષ પોતાના પૂર્ણ બળના પ્રયોગો કરે છે અને બીજી તરફ વિકાસોન્મુખ આત્મા પણ પોતાના વીર્ય-બળનો પ્રયોગ કરે છે. આ આધ્યાત્મિક યુદ્ધમાં ક્યારેક આત્મા વિજયલાભ કરે છે અને ક્યારેક મોહ પ્રબળ થઈ જાય છે. અનેક આત્મા એવા પણ હોય છે જે ન હારે છે અને ન વિજયલાભ કરી શકે છે, મેદાનમાં જ પડ્યા રહે છે. કોઈ આત્મા હાર ખાઈને રાગ-દ્વેષને વશીભૂત થઈ જાય છે તો કોઈ આત્મા પોતાનું પ્રબળ પ્રૌરુષ પ્રગટ કરીને રાગ-દ્વેષની ગાંઠને છિન્ન-ભિન્ન કરી જ નાખે છે. આ વાતને સમ્યકત્વના પ્રકરણમાં યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણની વ્યાખ્યા દ્વારા બતાવવામાં આવી ચૂક્યું છે.
અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ દ્વારા આત્મામાં એટલો વિયલ્લાસ પ્રગટ થઈ જાય છે કે તે દર્શનમોહ પર અવશ્ય વિજયલાભ કરી લે છે. દર્શનમોહને જીતતા જ પ્રથમ ગુણસ્થાન મિથ્યાત્વની સમાપ્તિ થઈ જાય છે અને આત્માને પહેલી વાર યથાર્થદષ્ટિ, સમ્યગુદૃષ્ટિ કે સમ્યકત્વ પ્રાપ્ત થઈ જાય છે. યથાર્થદષ્ટિ પ્રાપ્ત થતાં જ આત્માને સ્વરૂપદર્શન થઈ જાય છે અને એની ભ્રાંતિ દૂર થઈ જાય છે તથા ગતિ સીધી દિશામાં થઈ જાય છે. આ દશાને અંતરાત્મભાવ કહે છે.
આ દશા વિકાસક્રમની ચતુર્થ ભૂમિકા છે, જેને મેળવીને આત્મા પહેલાં-પહેલાં આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે. એનાથી આગળની સમસ્ત ભૂમિકાઓ સમ્યગુદૃષ્ટિવાળી જ હોય છે. આ ચતુર્થ ભૂમિકામાં સ્વરૂપ દર્શન થઈ ગયા પછી વિકાસોન્મુખ આત્મા સ્વરૂપલાભ કરવા હેતુ લાલચુ (ઉત્તેજિત) થઈ જાય છે. મોહની બીજી શક્તિ ચારિત્રમોહને ક્ષીણ કર્યા વિના સ્વરૂપલાભ નથી થઈ શકતો. તેથી એ ઉત્ક્રાંતિ કરનાર આત્મા ચારિત્રમોહને શિથિલ કરવાનો પ્રયાસ કરે છે, જ્યારે તે એ ચારિત્રમોહની શક્તિને અંશતઃ શિથિલ કરી શકે છે, ત્યારે તે દેશવિરતિ નામની પાંચમી ભૂમિકાને પ્રાપ્ત કરે છે. આને પાંચમું ગુણસ્થાન કહેવામાં આવે છે.
આ ગુણસ્થાનમાં વિકાસગામી આત્માને એ વિચાર થવા લાગે છે કે જો અલ્પવિરતિથી આટલો શાંતિ-લાભ થયો તો સર્વવિરતિથી કેટલો બધો શાંતિ-લાભ થશે ? આ વિચારથી પ્રેરિત થઈને આત્મા ચારિત્રમોહને અધિકાંશમાં શિથિલ કરીને પહેલાની અપેક્ષા પણ વધુ ૧૦૧૮)
ને જિણધમો)