________________
-૧૦પ
(મોક્ષ તત્ત્વઃ એક વિવેચન)
અનાદિકાળથી આત્મા કર્મોના બંધનમાં બંધાઈને સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જન્મ-જરા-મરણનું ચક્ર એને એક ગતિથી બીજી ગતિમાં ફરાવી રહ્યું છે. આધિ, વ્યાધિ અને ઉપાધિથી પીડિત આત્મા ભવ-રોગથી હેરાન અને પરેશાન થઈ રહ્યો છે, એને જરા પણ શાંતિ પ્રાપ્ત નથી થઈ રહી. આ ચક્રથી, આ બંધનથી અને આ ભવરોગથી છુટકારો મેળવવા માટે જે આત્માઓ લાલાયિત છે, જે મુમુક્ષુઓ છે, એમના માટે તત્ત્વજ્ઞાનીઓએ એ માર્ગ બતાવ્યો છે, જેની ઉપર ચાલીને તે પોતાના પરમ અને ચરમ લક્ષ્યને પ્રાપ્ત કરી લે છે.
જૈન-સાધનાની સંપૂર્ણ સફળતા સિદ્ધિ તથા મુક્તિની પ્રાપ્તિમાં સન્નિહિત છે. મોક્ષ પ્રાપ્ત કરવો જ સાધકોનું સર્વોત્કૃષ્ટ સાધ્ય છે. એ જ સર્વોત્તમ પુરુષાર્થ છે. એની પ્રાપ્તિમાં જ કૃતાર્થતા છે, કૃતકૃત્યતા છે અને સાધ્યની સિદ્ધિ છે. સમસ્ત જપ-તપ-યમ-નિયમ-ધ્યાન વગેરે મોક્ષ માટે જ કરવામાં આવે છે. સમસ્ત સાધુ પુરુષો અને મુમુક્ષુઓનું એકમાત્ર લક્ષ્યબિંદુ મોક્ષ જ છે. મોક્ષ આત્માનો પૂર્ણ વિકાસ છે અને આત્યંતિક રૂપથી દુઃખ-મુક્તિ છે.
સંસારવર્તી આત્મા અનાદિકાળથી કર્મરૂપી મેલથી એ જ રીતે મલિન છે, જેમાં માટીમાં રહેલું સોનું. જેમ મૃત્તિકાથી મિશ્રિત સ્વર્ણને ક્ષાર, પુટ અને અગ્નિના સંપર્કથી વિશિષ્ટ પ્રયોગથી માટીથી અલગ કરી શકાય છે, એને શુદ્ધ સ્વર્ણનું રૂપ આપી શકાય છે. એ જ રીતે કર્મ મિશ્રિત આત્માને સંવર, નિર્જરા અને તપના વિશિષ્ટ પ્રયોગ દ્વારા નિર્મળ બનાવી શકાય છે. આ રીતે નિર્મળ બનેલો આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપ - અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યને પ્રાપ્ત કરીને લોકાગ્ર પર સ્થિત થઈને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ જાય છે. મોક્ષની પરિભાષા : તત્ત્વાર્થ સૂત્રમાં મોક્ષની પરિભાષા આપતાં કહેવામાં આવ્યું છે -
નર્તક્ષયો મોક્ષ:” - તત્ત્વાર્થ સૂત્ર, અ-૧૦, સૂ-૩ સંપૂર્ણ કર્મોનો ક્ષય જ મોક્ષ છે.
સંપૂર્ણ કર્મોનો ક્ષય એ જ દશામાં થઈ શકે છે, જ્યારે નવીન કમનો બંધ સર્વથા રોકી દેવામાં આવે અને પૂર્વબદ્ધ કર્મોની પૂરી રીતે નિર્જરા કરી દેવામાં આવે. જ્યાં સુધી નવીન કર્મ આવતા રહેશે, ત્યાં સુધી કર્મનો આત્યંતિક ક્ષય સંભવ થઈ શકતો નથી. નવીન કર્મોનું આવવું સંવર દ્વારા રોકાય છે અને પૂર્વબદ્ધ કર્મ નિર્જરા દ્વારા ક્ષીણ થાય છે. એવી સ્થિતિમાં જ કર્મોનો સર્વથા ક્ષય સંભવ છે. તેથી કહ્યું છે -
વસ્થત્વમાવનિર્ઝરખ્યામ” તત્ત્વાર્થ સૂત્ર-અ-૧૦, સૂત્ર-૨ ૧) એ જ છે જો છે કે જિણધર્મો