________________
(૨) સંક્રમણકરણ ઃ જે કરણ દ્વારા પૂર્વમાં બાંધેલા કર્મની પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ કોઈ સજાતીય પ્રકૃતિના રૂપમાં રૂપાંતરિત થઈ જાય છે, એ કરણને સંક્રમણકરણ કહે છે. મૂળપ્રવૃતિઓમાં સંક્રમણ નથી થતું. ઉત્તર પ્રવૃતિઓમાં પણ સજાતીય પ્રવૃતિઓમાં જ સંક્રમણ થઈ શકે છે, વિજાતીય પ્રકૃતિઓમાં નથી. જેમ જ્ઞાનાવરણીયની ઉત્તરપ્રકૃતિ પોતાની સજાતીય શ્રુતજ્ઞાનાવરણીય વગેરેમાં સંક્રમિત થઈ શકે છે, દર્શનાવરણીય વગેરેની ઉત્તરપ્રકૃતિના રૂપમાં નથી. ઉત્તરપ્રવૃતિઓમાં પણ કેટલીયે એવી છે જે સજાતીય હોવા છતાંય પરસ્પરમાં સંક્રમણ નથી કરતી. જેમ કે - દર્શનમોહ અને ચારિત્રમોહ એક જ મૂળપ્રકૃતિની ઉત્તરપ્રકૃતિઓ થવાથી પણ પરસ્પરમાં સંક્રાંત નથી હોતું. અર્થાતુ ચારિત્રમોહ દર્શનમોહમાં કે દર્શનમોહ ચારિત્રમોહમાં સંક્રમણ નથી કરતો. આમ, આયુષ્ય કર્મની ચારેય પ્રકૃતિઓ એક-બીજાના રૂપમાં સંક્રાંત નથી હોતી. અધ્યવસાયવિશેષ દ્વારા એક જ મૂળ પ્રકૃતિની ઉત્તરપ્રકૃતિઓમાં પૂર્વવર્ણિત અપવાદોને છોડીને પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ બંધને બીજી રીતે વ્યવસ્થિત કરનાર જીવનું વીર્યવિશેષ સંક્રમણકરણ કહેવાય છે. આ કારણ દ્વારા જીવ અનિષ્ટ તથા કુફળદાયી પાપ-પ્રકૃતિઓને ઈષ્ટ તથા સુફળદાયી પુણ્યપ્રકૃતિઓમાં રૂપાંતરિત કરી શકે છે, અથવા પુણ્યપ્રકૃતિઓને પાપપ્રકૃતિના રૂમમાં સંક્રાંત કરી શકે છે.
(૩) ઉદ્વર્તનાકરણ : કર્મોની પૂર્વબદ્ધ સ્થિતિ અને અનુભાગમાં વૃદ્ધિ કરનાર જીવનું વિર્ય-વિશેષ ઉધર્તનાકરણ છે.
(૪) અપવર્તનાકરણ : કર્મોની પૂર્વબદ્ધ સ્થિતિ અને અનુભાગમાં ઘટાડો કરનાર જીવના વિર્ય-વિશેષ અપવર્તનાકરણ છે.
(૫) ઉદીરણાકરણ : જે કર્મદલિક ઉદય પ્રાપ્ત નથી, એમને વિશેષ પ્રયત્નથી ઉદયાવલિકામાં પ્રવેશ કરનાર જીવનું વીર્ય-વિશેષ ઉદીરણાકરણ છે.
() ઉપશમનાકરણ : જે વીર્ય-વિશેષ દ્વારા કર્મદલિક ઉદય, ઉદીરણા, નિધત્તિ અને નિકાચનાના અયોગ્ય થઈ જાય, તે ઉપશમનાકરણ છે. અર્થાત્ કર્મદલિકોની સત્તામાં રહેવાથી પણ એમના પ્રભાવને રોકી દેવો ઉપશમનાકરણ છે. જેમ પાણીમાં મળેલો મેલ ફટકડી વગેરે દ્રવ્યના સંયોગથી નીચે જામી જાય છે અને પાણી શુદ્ધ થઈ જાય છે, એ સમયે નીચે જામેલો મેલ ઉપશાંત રહે છે અર્થાત્ એનો કોઈ પ્રભાવ નથી રહેતો. આ રીતે કર્મદલિકોને એવી સ્થિતિમાં સ્થાપિત કરી દેવા, જેનાથી તે સત્તામાં રહેવા છતાંય પોતાનો પ્રભાવ ના પાડી શકે, આ પ્રક્રિયાને ઉપશમનાકરણ કહે છે.
(૦) નિધત્તિકરણ : જે વીર્ય-વિશેષથી કર્મ ઉદ્વર્તન અને અપવર્તનાકરણને છોડીને શેષ કરણોને અયોગ્ય થઈ જાય, તે વીર્ય-વિશેષ નિધત્તિકરણ છે. આ કરણમાં કર્મદલિક એક તારમાં પરોવાયેલી સોયની સમાન પરસ્પર સંબદ્ધ રહે છે, એમાં અપર્વતના-ઉદ્વર્તના થઈ શકે છે. (૧૦૧) DOOOOOOOOOOOOX જિરાધમો)