________________
ધુવબંધિની પ્રકૃતિઓ : પોતાના કારણને લીધે જે કર્મપ્રકૃતિનો બંધ અવશ્ય હોય છે, એને ધ્રુવબંધિની પ્રકૃતિ કહે છે. એવી પ્રકૃતિ પોતાના બંધવિચ્છેદ પર્યત પ્રત્યેક જીવને પ્રતિસમય બાંધે છે. ૧૨૦ કર્મ પ્રવૃતિઓમાંથી ૪૭ પ્રકૃતિઓ ધ્રુવબંધિની છે, જે આ પ્રમાણે છે :
જ્ઞાનાવરણીયની પ, દર્શનાવરણીયની ૯, મોહનીયની ૧૯ (મિથ્યાત્વ, અનંતાનુબંધી ચતુષ્ક, અપ્રત્યાખ્યાનાવરણચતુષ્ક, પ્રત્યાખ્યાનાવરણચતુષ્ક,સંજ્વલનચતુષ્ક, ભય, જુગુપ્સા), નામકર્મની ૯ (વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, તૈજસશરીર, કાર્મણશરીર, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત), અંતરાયની પાંચ.
અધવબંધિની : બંધનાં કારણોના હોવા છતાંય જે પ્રકૃતિ બંધાય પણ છે અને નથી પણ બંધાતી, એમને અધુવબંધિની કહે છે, એવી પ્રકૃતિ પોતાના બંધવિચ્છેદ પર્યત બંધાય પણ છે, અને નથી પણ બંધાતી. એવી અધુવબંધિની પ્રકૃતિઓ ૭૩ છે. બંધયોગ્ય ૧૨૦ પ્રકૃતિઓમાંથી ધ્રુવબંધિની ૪૭ પ્રકૃતિઓનાં નામ ઉપર બતાવ્યા છે. બાકી રહેલી ૭૩ પ્રકૃતિઓ અધુવબંધિની જાણવી જોઈએ.
ધ્રુવોદયા જે પ્રકૃતિનો ઉદય અવિચ્છિન્ન હોય અર્થાતુ પોતાના ઉદયકાળ પર્યત પ્રત્યેક જીવને જે પ્રકૃતિનો ઉદય બરાબર રોકાયા વગર થતો રહે છે, એને ધ્રુવોદયા કહે છે. એવી ૨૭ પ્રકૃતિઓ ધ્રુવોદયા છે. ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિઓમાંથી નીચે પ્રમાણેની ૨૭ પ્રકૃતિઓ ધ્રુવોદયાવાળી છે.
જ્ઞાનાવરણની પ, દર્શનાવરણની ૪, ચક્ષુદર્શન યાવતુ કેવળદર્શન, મોહનીયની મિથ્યાત્વ, નામકર્મની નિર્માણ, સ્થિર, અસ્થિર, અગુરુલઘુ, શુભ, અશુભ, તૈજસશરીર, કાર્મણશરીર, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અને અંતરાયની ૫.
અધૂવોદયા : જેનો ઉદય પોતાના ઉદયકાળના અંત સુધી બરાબર નથી રહેતો, ક્યારેક ઉદય થાય છે, ક્યારેક નહિ, તે અધુવોદયા પ્રકૃતિઓ છે. એવી પ્રકૃતિઓ ૯૫ છે. ઉદયયોગ્ય ૧૨૨ પ્રકૃતિઓમાંથી ઘુવોદયા પ્રકૃતિઓ ૨૭ છે, જેમનાં નામ ઉપર બતાવ્યા છે. બાકી રહેલી ૯૫ પ્રકૃતિઓ અધુવોદયા છે.
ધુવસત્તાક : અનાદિ મિથ્યાદેષ્ટિ જીવની જે પ્રકૃતિ નિરંતર સત્તામાં રહે છે, એને ધ્રુવસત્તાક કહે છે. સત્તાયોગ્ય પ્રવૃતિઓ ૧૫૮ થાય છે. એમાં નામ કર્મની ૧૦૩ પ્રકૃતિઓ ગણાવી છે. સત્તાયોગ્ય ૧૫૮ પ્રકૃતિઓમાંથી સમ્યકત્વ, મિશ્ર, મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, દેવગતિ, દેવાનુપૂર્વી, નરકગતિ, નરકાનુપૂર્વી, વૈક્રિયશરીર, વૈક્રિયઅંગોપાંગ, વૈક્રિયસંઘાતન, વૈક્રિય-વૈક્રિયબંધન, વૈક્રિય-તૈજસબંધન, વૈક્રિય-કાર્પણબંધન, વૈક્રિય-તૈજસ-કાશ્મણબંધન, તીર્થકર નામકર્મ, ચાર આયુ અને આહારકસપ્તક (આહારક-શરીર, આહારકઅંગોપાંગ, આહારક-સંઘાતન, આહારક-આહારકબંધન, આહારક-તૈજસબંધન, આહારક[૧૦૧૨) છે જે છે તે છે જે છે તે છે જિણધો]