Book Title: Jina Dhammo Part 02
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 507
________________ - વેદનીયની ૨ - સતાવેદનીય, અસતાવેદનીય. -- આયુષ્ય કર્મની ૪ - નરક, તિર્યચ, મનુષ્ય અને દેવાયુ. - નામ કર્મની ૬૭ - પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, તીર્થકર, નિર્માણ, ઉપઘાત, પાંચ શરીર, ત્રણ અંગોપાંગ, છ સંસ્થાન, છ સંહનન, પાંચ જાતિ, ચાર ગતિ, વિહાયોગતિ બે, આનુપૂર્વીચતુષ્ક, ત્રણદશક, સ્થાવરદશક, વર્ણ વગેરે ચાર. - ગોત્ર કર્મની ૨ - ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. -- વિપાક અને એના ભેદ: કેરી વગેરે ફળ જ્યારે પાકીને તૈયાર થાય છે, ત્યારે એમનો વિપાક થાય છે, એ જ રીતે કર્મપ્રકૃતિઓ પણ જ્યારે પોતાનું ફળ આપવાને અભિમુખ થાય છે, ત્યારે એમનો વિપાકકાળ કહેવાય છે. આ વિપાક ૨ પ્રકારના છે - હેતુવિપાક અને રવિપાક. પુદ્ગલ વગેરે રૂપ હેતુના આશ્રયથી જે પ્રકૃતિનો ફળાનુભવ થાય છે, તે હેતુવિપાક છે. રસના આશ્રયથી જે વિપાક થાય છે, તે રવિપાક છે. રવિપાકના ૪ ભેદો છે - એકસ્થાનક, દ્વિસ્થાનક, ત્રિસ્થાનક અને ચતુઃસ્થાનક. એમનું વર્ણન પહેલાં કરવામાં આવી ચૂક્યું છે. ' હેતવિપાકી પ્રકૃતિઓના ૪ ભેદો છે - (૧) પુગલવિપાકી, (૨) ક્ષેત્રવિપાકી, (૩) ભવવિપાકી અને (૪) જીવવિપાકી. (૧) પુગલવિપાકી પ્રકૃતિઓ : જે પ્રકૃતિઓ શરીર રૂપમાં પરિણત થયે પુગલ પરમાણુઓમાં પોતાનું ફળ આપે છે, તે પુગલવિપાકી છે. એવી પુદ્ગલવિપાકી પ્રકૃતિઓ ૩૬ છે : (૧) નિર્માણ (૨) સ્થિર (૩) અસ્થિર (૪) અગુરુલઘુ (૫) શુભ (૬) અશુભ (૭) તૈજસ (૮) કાર્પણ (૯) વર્ણ (૧૦) ગંધ (૧૧) રસ (૧૨) સ્પર્શ (૧૩-૧૫) ઔદારિક વગેરે ત્રણ શરીર (૧૬-૧૮) ત્રણ અંગોપાંગ (૧૯-૨૪) છ સંસ્થાન (૨૫-૩૦) છ સંહનન (૩૧) ઉપઘાત (૩૨) સાધારણ (૩૩) પ્રત્યેક (૩૪) ઉદ્યોત (૩૫) આતપ અને (૩૬) પરાઘાત. (૨) ક્ષેત્રવિપાકી : આકાશપ્રદેશ રૂપ ક્ષેત્રમાં જે પ્રકૃતિ મુખ્ય રૂપથી પોતાનું ફળ આપે છે, તે ક્ષેત્રવિપાકી છે. આનુપૂર્વી નામ કર્મ ક્ષેત્રવિપાકી છે. નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી, એ ચારેય પ્રકૃતિઓ ક્ષેત્રવિપાકી છે. જ્યારે જીવ પરભવ માટે ગમન કરે છે, ત્યારે વિગ્રહગતિના અંતરાલ ક્ષેત્રમાં આનુપૂર્વી પોતાનો વિપાક દેખાડે છે, એને ઉત્પત્તિસ્થાનના અભિમુખ કરે છે. ૧૦૧) છે. આ જિણધમો)

Loading...

Page Navigation
1 ... 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530