________________
(૩) ભવવિપાકી : પરભવમાં ઉદયયોગ્ય થવાના કારણે ચાર પ્રકારની આયુકર્મ પ્રકૃતિઓ ભવવિપાકી કહેવામાં આવે છે. નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાયુ અને દેવાયુ - આ ચાર પ્રકૃતિઓ ભવવિપાકી છે.
(૪) જીવવિપાકી : જે પ્રકૃતિઓ જીવમાં જ સાક્ષાત્ ફળ દેખાડે છે, તે જીવવિપાકી છે. ૭૮ પ્રકૃતિઓ જીવવિપાકી છે. એમનાં નામ આ પ્રમાણે છે
જ્ઞાનાવરણ ૫, દર્શનાવરણ ૯, વેદનીય ૨, મોહનીય ૨૮, નામ કર્મની ૨૭ (તીર્થંકર નામ, ત્રસ, બાદ૨, પર્યાપ્ત, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સુભગ, સુસ્વર, આદેય, યશ, કીર્તિ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અયશઃ કીર્તિ, ઉચ્છ્વાસ નામ, એકેન્દ્રિય વગે૨ે પાંચ જાતિ, નરક વગેરે ચાર ગતિ, શુભ-અશુભ વિહાયોગતિ), બે ગોત્ર અને પાંચ અંતરાય.
એ ૭૮ પ્રકૃતિઓ જીવના જ્ઞાન વગેરે સ્વરૂપનો ઘાત કરે છે, તેથી જીવવિપાકી માનવામાં આવે છે.
રતિ અને અરતિને જીવવિપાકી માન્યો છે. આની ઉપર પ્રશ્ન કરી શકાય છે કે પુદ્ગલોના આશ્રયથી રતિ-અરતિનો અનુભવ થાય છે, જેમ કે - કંટક વગેરે અનિષ્ટ પુદ્ગલોના સંસર્ગથી અરતિનો અને પુષ્પમાળા વગેરેના સંયોગથી રતિનો ઉદય થાય છે, તો એમને પુદ્ગલવિપાકી કેમ ન માનવામાં આવે ?
એનું સમાધાન એ છે કે પુદ્ગલના સંબંધ વિના પણ એમનો રતિ-અતિનો ઉદય થાય છે. પુદ્ગલવિપાકી તો એને કહે છે, જેનો ઉદય પુદ્ગલના સંબંધ વિના થતો જ નથી. રતિ અને અરિત તો પુદ્ગલ વિના પણ અને પુદ્ગલોના હોવા છતાંય બંને રીતે ઉદયમાં આવે છે, તેથી તે જીવવિપાકી માનવામાં આવી છે.
ગતિ નામ કર્મને જીવવિપાકી માન્યો છે. આના ઉપર થાય છે કે જેમ આયુકર્મથી જે ભવની આયુનો બંધ કર્યો હોય, એ જ ભવમાં ઉદય આવે છે, અન્યત્ર નહિ. એમ જ ગતિ નામ કર્મનો પણ પોત-પોતાના ભવમાં ઉદય થાય છે તો એને પણ આયુની રીતે ભવિપાકી કેમ ન માનવામાં આવે ?
આનો જવાબ એ છે કે આયુ કર્મ અને ગતિ નામ કર્મના વિપાકમાં અંતર છે. કારણ કે જે ભવની આયુનો બંધ કર્યો હોય, એની સિવાય અન્ય કોઈપણ ભવમાં એનો ઉદય નથી થતો. સ્તિબુકસંક્રમ (પ્રદેશોદય) દ્વારા પણ એનો અન્યત્ર ઉદય નથી થતો, જેમ કે - મનુષ્યાયુનો ઉદય મનુષ્યભવમાં જ થાય છે, અન્યત્ર નહિ. પરંતુ ગતિ નામ કર્મના વિષયમાં એ વાત નથી. તે પોતાના ભવ વિના પણ અન્ય ભવમાં સ્ક્રિબુકસંક્રમ દ્વારા ઉદયમાં આવે છે. જેમ ચરમશરીરી જીવના પરભવ યોગ્ય બાંધવામાં આવેલી ગતિઓ એ જ ભવમાં ક્ષય થઈ જાય છે. તેથી ગતિ નામ કર્મ ભવનો નિયામક ન હોવાથી ભવિપાકી નથી.
અનુભાગબંધ
૧૦૧૧