________________
અશુભ પ્રકૃતિઓ ૮૨ : (૧-૫) પાંચ જ્ઞાનાવરણ (૧૬) મિથ્યાત્વ
(૪૨) નરકાયુ (૪૫) એકેન્દ્રિય
(૪૮) ચતુરિન્દ્રિય (૫૪-૫૮) પ્રથમ સંસ્થાનને છોડીને શેષ પાંચ સંસ્થાન
(૬૩) નરકાનુપૂર્વી
(૬૬) અપ્રશસ્ત વિહાયોગતિ
(૬૯) અપર્યાપ્ત
(૭૨) અશુભ (૭૫) અનાદેય
(૬-૧૪) નવ દર્શનાવરણ (૧૭-૩૨) સોળ કષાય (૪૩) નરક ગતિ (૪૬) દ્વીન્દ્રિય
(૧૫) અસાતાવેદનીય (૩૩-૪૧) નવ નોકષાય (૪૪) તિર્યંચ ગતિ (૪૭) ત્રીન્દ્રિય
(૪૯-૫૩) પ્રથમ સંહનનને છોડીને શેષ પાંચ સંહનન
(૬૪) તિર્યંચાનુપૂર્વી
(૬૭) સ્થાવર
(૭૦) સાધારણ (૭૩) દુર્ભાગ (૭૬) અયશ કીર્તિ
(૫૯-૬૨) અપ્રશસ્ત વર્ણ વગેરે ચાર (૬૫) ઉપઘાત
(૬૮) સૂક્ષ્મ (૭૧) અસ્થિર
(૭૪) દુઃસ્વર
(૭૭) નીચ ગોત્ર અને
(૭૮-૮૨) પાંચ અંતરાય,
પ્રશ્ન થાય છે કે શુભ પ્રકૃતિઓ ૪૨ તથા અશુભ પ્રકૃતિઓ ૪૨ મળી ૧૨૪ પ્રકૃતિઓ થાય છે, જ્યારે બંધયોગ્ય ૧૨૦ પ્રકૃતિઓ જ કહી છે. એનું સમાધાન એ છે કે વર્ણ વગેરે ૪ પ્રકૃતિઓ શુભ પ્રકૃતિઓમાં પણ ગણવામાં આવી છે અને અશુભ પ્રકૃતિઓમાં પણ ગણી છે, જ્યારે બંધ તો એક સમયમાં કાં તો શુભ વર્ણ વગેરે ચારનો હોય છે કે અશુભ વર્ણ વગેરે ચારનો, તેથી બંધયોગ્ય ૧૨૦ પ્રકૃતિઓનું કથન સર્વથા સંગત છે.
ઉપર્યુક્ત ૮૨ પાપ પ્રકૃતિઓમાંથી અંતરાયની ૫, જ્ઞાનાવરણની કેવળજ્ઞાનાવરણીયની સિવાય ૪, દર્શનાવરણની કેવળદર્શનાવરણને છોડી શેષ ૩, સંજ્વલનકષાયચતુષ્ક અને પુરુષવેદ, આ ૧૭ પ્રકૃતિઓમાં એકસ્થાનક, દ્વિસ્થાનક, ત્રિસ્થાનક અને ચતુઃસ્થાનક - ચારેય પ્રકારનો બંધ થાય છે, કારણ કે એ સત્તર પ્રકૃતિઓ દેશઘાતિની છે. શેષ ૬૫ પ્રકૃતિઓનો
એકસ્થાનક રસબંધ નથી થતો.
ઘાતિકર્મોની જે સર્વઘાતિની પ્રકૃતિઓ છે, એમના તો બધા સ્પર્ધકો સર્વઘાતિ હોય છે. અને દેશઘાતિ કર્મપ્રકૃતિઓના જે સ્પર્ધકો ત્રિસ્થાનકો અને ચતુઃસ્થાનક રસવાળા હોય છે તે તો નિયમથી સર્વઘાતિ જ હોય છે અને જે સ્પર્ધકો દ્વિસ્થાનકો રસવાળા હોય છે, તે દેશઘાતિ પણ હોય છે - અને સર્વઘાતિ પણ. એકસ્થાનક રસવાળા સ્પર્ધકો દેશઘાતિ હોય છે. ૪૨ પુણ્ય પ્રકૃતિઓમાં એકસ્થાનક રસબંધ નથી થતો. (હોતો.)
સર્વઘાતિની, દેશઘાતિની અને અઘાતિની પ્રકૃતિઓ :
સામાન્ય રીતે બધાં કર્મો સંસારનાં કારણો છે અને જ્યાં સુધી કર્મનો લેશમાત્ર છે ત્યાં સુધી આત્મા સ્વસ્વરૂપમાં અવસ્થિત નથી થતો, પરંતુ એમાંથી કેટલાંક કર્મો એવાં છે, જે આત્મગુણોની અભિવ્યક્તિને રોકે છે અને કેટલાંક એવાં હોય છે જે અભિવ્યક્તિમાં વ્યવધાન જિણધો
૧૦૦૮